Thursday, Oct 23, 2025

બંગાળી માછીમારને લાગી લોટરી, માત્ર એક જ માછલીએ બનાવ્યો લાખોપતિ

3 Min Read

Bengali fisherman won the lottery

  • પશ્ચિમ બંગાળ (West Bengal)ના એક માછીમાર માટે ચોમાસામાં માછીમારી કરવી લોટરી સમાન સાબિત થઈ. માછીમારને 55 કિલો માછલી (55 kg Telia Fish)મળી, જે વેચીને માછીમાર (Fisherman)ને 13 લાખ રૂપિયા મળ્યા.

બંગાળ (Bengal)ના દિઘામાં રહેતા માછીમાર (Fisherman)ની રાતોરાત કિસ્મત બદલાઈ ગઈ. જેનુ કારણ છે એક માછલી. જી હા, એક માછલીએ માછીમારનું એકાએક જીવન બદલી નાખ્યુ. માછીમારને એક આવી માછલી (55 kg Telia Fish) મળી, જેને વેચીને તે લાખોપતિ (Millionaire) બન્યો છે, આ સમાચારે આસપાસના વિસ્તારોમાં સનસનાટી મચાવી દીધી. ત્યારથી ઘણા લોકો આવી અન્ય માછલીઓની આશામાં દરિયામાં બોટિંગ કરી રહ્યા છે. આ માછલી પશ્ચિમ બંગાળના (West Bengal) પૂર્વ મિદનાપુર વિસ્તારમાંથી મળી આવી હતી.

આપણે આવી ઘણી વાર્તાઓ સાંભળી અને જોઈ છે, જ્યાં સમુદ્રના ગર્ભમાંથી ખૂબ જ વિચિત્ર માછલીઓ બહાર આવે છે અને લોકોનું જીવન બદલી નાખે છે. મહાસાગરની દુનિયા અનેક પ્રકારની માછલીઓથી ભરેલી છે. આવી ઘણી માછલીઓ પણ સમુદ્રના ગર્ભમાં છુપાયેલી છે, જે ક્યારેય જોઈ કે સાંભળી નથી. પશ્ચિમ બંગાળના માછીમારોને આ વખતે જે માછલી મળી છે તે તેલિયા ભોલા પ્રજાતિની છે. માછલી વિશાળ હતી. તેનું વજન લગભગ 55 કિલો હતું. દિઘા મોહના માછલીની હરાજીમાં તે 26 હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ હતી.

ત્યાં અચાનક લોકોનું ટોળું ઉમટી પડ્યું :

પ્રવાસીઓમાં આટલી મોટી માછલી પકડવાના સમાચાર આવતા જ બધા તેને જોવા માટે એકઠા થઈ ગયા. આ એક માછલીને જોવા માટે ઓક્શન સેન્ટરમાં ભીડ ઉમટી પડી હતી. આ માછલીનું પરિવહન દક્ષિણ 24 પરગણાના રહેવાસી શિબાજી કબીરે કર્યું હતું. માછલી માટે બોલી લગાવવાની પ્રક્રિયા ત્રણ કલાક સુધી ચાલી હતી. જેમાં આખરે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ કિલોના ભાવે માછલીનો સોદો થયો હતો.

અમૂલ્ય માછલી :

તેલિયા ભોળાની ઘણી માંગ છે. તેમાં ઘણા ફાયદાકારક ઘટકો છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં થાય છે. રિપોર્ટ્સ અનુસાર આ માછલી એક વિદેશી ફર્મે ખરીદી હતી. સ્થાનિક મીડિયા સાથેની વાતચીતમાં એક વેપારીએ જણાવ્યું કે આ માછલીમાંથી બનેલી દવાઓ ઘણા લોકોના જીવ બચાવવા માટે ઉપયોગી છે. આ કારણે, વિદેશી કંપનીઓ તેમને ખરીદવામાં ખૂબ રસ લે છે. ખાસ કરીને આ માછલીનું સ્વિમ બ્લેડર. તે માછલીના પેટમાં હોય છે. તે માછલીનો સૌથી મોંઘો ભાગ માનવામાં આવે છે.

આ પણ વાંચો –

Share This Article