Home Blog Page 1397

અડધી રાતે ઘટ્યા ગેસનાં બાટલાના ભાવ, નવો ભાવ જોઈને ખુશ થઈ જશો

0

Gas bottle prices dropped

  • આજથી એલપીજી સિલિન્ડરના ભાવ 198 રૂપિયા ઘટી ગયા છે, પરંતુ કિંમતોમાં ઘટાડો માત્ર કમર્શિયલ ગેસના બોટલમાં કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજીના ભાવમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી… તો જાણી લો નવો ભાવ

એલપીજી સિલેન્ડર (LPG cylinder) આજથી 198 રૂપિયા સસ્તુ થઈ ગયો છે. પરંતુ ભાવમાં ઘટાડો માત્ર કમર્શિયલ સિલિન્ડર (Commercial cylinder) પર જ કરવામાં આવ્યો છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. મધ્ય રાત્રિએ આજના નવા ભાવ જાહેર થઈ ગયા છે. ચાર મહાનગરમાં એલપીજીના કમર્શિયલ સિલિન્ડરની કિંમતોની વાત કરીએ તો ઈન્ડેન કંપનીનું (Inden Company) સિલિન્ડર આજથી દિલ્હીમાં 198 રૂપિયા સસ્તુ થઈ ગયુ છે. કોલકાત્તામાં 182 રૂપિયાનો ઘટાડો થયો છે. મુંબઈમાં 190.52 રૂપિયા, જ્યારે કે ચેન્નાઈમાં તેમાં 187 રૂપિયાનો ઘટાડો થયો છે.

પેટ્રોલિયમ કંપની ઈન્ડિયન ઓઈલે કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને નવો ભાવ જાહેર કર્યો છે. જ્યારે કે ઘરેલ એલપીજી સિલિન્ડરમાં હાલ ગ્રાહકોને કોઈ રાહત મળી નથી. તેઓને પહેલાની જ જેમ જ રૂપિયા ચૂકવવા પડશે. ઉલ્લેખનીય છે કે, 14.2 કિલોવાળા ઘરેલુ સિલેન્ડર ન તો સસ્તો થયો છે, ન તો મોંઘો થયો છે. આજે પણ પણ 19 મેના જૂના ભાવ પર જ મળી રહ્યો છે.

મે મહિનામાં વધ્યા હતા કમર્શિયલ એલપીજીના ભાવ :

ઉલ્લેખનીય છે કે, જૂનમાં ઈન્ડેનનો કમર્શિયલ સિલિન્ડર 135 રૂપિયા સસ્તો થયો હતો. જ્યારે કે મે મહિનામાં ગેસના બોટલના ભાવ વધતા ગ્રાહકોને બે વાર ઝટકો લાગ્યો હતો. ગેસનો બોટલનો ભાવ મહિનામાં પહેલીવાર 7 મેના રોજ 50 રૂપિયા વધારવામાં આવ્યો હતો અને 19 મેના રોજ ગેસનો બોટલના ભાવમાં વધારો થયો હતો.

એક વર્ષમાં કેટલો મોંઘો થયો એલપીજી :

દેશની રાજધાની દિલ્હીમાં ગત એક વર્ષથી ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 834.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા પહોંચી ગયો છે. 19 મે, 2022 ના રોજ અંતે 14.2 કિલો ઘરેલુ એલપીજી સિલિન્ટરનો રેટ 4 રૂપિયા વધારવામાં આવ્યો હતો. આ પહેલા 7 મેના રોજ ભાવ 999.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો. 22 માર્ચ, 2022 ના રોજ 949.50 રૂપિયાની સરખામણીમાં 7 મેના રોજ એલપીજી સિલિન્ડર 50 રૂપિયા મોંઘો થયો હતો.

આ પણ વાંચો –

02 જુલાઈ 2022, રાશિફળ : લક્ષ્મી માતાની કૃપાથી આ રાશિના જાતકોના ખુલી જશે ભાગ્યના દરવાજા

02 July 2022, Horoscope Gujarat Guardian

મેષઃ- આવક વધતાં આનંદની અનૂભુતી વધતી જણાય. સાથે સાથે ખર્ચનું પ્રમાણ વધે. શેર બજીરમાં રોકાણ ટાળવું. અન્યથા નુકશાનનો સંભવ છે. પરિવારમાં મતભેદ સંભવે. આરોગ્ય સારૂં રહેશે. નોકરી ધંધામં રાહત રહેશે.

વૃષભઃ- દિવસ દરમ્યાન આનંદમાં વૃદ્ધિ થાય. મોજ શોખમાં ખર્ચ વધે. નવી વસ્તુ વસાવવાના યોગ બને છે. શેરબજારમાં સાચવવું. ઉછીના આપેલા નાણાં ફસાઇ જાય. દામ્પત્ય સુખ તથા નોકરી ધંધા માટે ઉત્તમ દિવસ.

મિથુનઃ- આકસ્મિક ખર્ચ આવી પડે. માનસીક અશાંતિનો અનુભવ કરવો પડે. પરિવારમાં મનમેળ જળવાય. માતાની તબિયત સારી રહે. માતૃપક્ષ તરફથી સહકાર મળતો જણાય. સંતાન સુખ સારૂં મળે. નવી વિદ્યા શીખવાના યોગ બને છે.

કર્કઃ- નાણાંનો લાભ મળતો જણાય. મિત્રો તરફથી સહકાર મળે. જુના મિત્રો ને મળવાનું થાય. કરેલા કાર્યો સફળ થતા જણાય. વાહન સુખ સારૂં. સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાન સંબંધી ચિંતા રહે. આરોગ્ય સાચવવું. ગળાના રોગોથી સાવચેતી જરૂરી.

સિંહઃ- નવી નોકરી, બદલી અથવા બઢતી મળે. નવા ધંધાની શરૂઆત શક્ય બને. માન-સન્માન વધતા જણાય. માતા-પિતા તરફથી સ્નેહ વધતો જણાય. મિત્ર વર્ગની ચિંતા રહે. વિદેશ અંગેના કાર્યો સંબંધોમાં લાભ.

કન્યાઃ- ધરમાં આદ્યાત્મિક વાતાવરણ બને . પૂજન અર્ચન શક્ય બને. તમામ કાર્યોમાં ભાગ્ય સાથ આપતું જણાય. લક્ષ્મી ની પ્રાપ્તિ થાય. પરિવારમાં શાંતિ વધે. માતાની તબિયત સાચવવી. સંતાન તરફથી સંતોષ.

તુલાઃ- ધનહાનિ નો યોગ બને છે. આથી તમામ નાણાંકીય વ્યવહારો માં સાવઘાની રાખવી. પેટમાં ગેસ, ઝાડા થઇ શકે છે. પત્નિ સાથે પ્રેમ જળવાશે. દિવસ દરમ્યાન મિશ્ર ફળનો અનુભવ થશે.

વૃશ્ચિકઃ- ભાગીદારી તથા પત્નિસુખ માં વૃદ્ધિ થતી જણાય. નાણાંકીય બાબતો અંગે અસંતોષ રહે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહે. કરેલા રોકાણોથી લાભ મળે. નવા રોકાણ કરવા માટે સારો દિવસ છે.

ધનઃ- દિવસ દરમ્યાન ઉદાસીનતા વર્તાય. આવક-જાવક નું પાતું સરભર તતું જણાય. પરિવારના સભ્યો સાથે સંધર્ષ ટાળવો. જીવનસાથીની તબિયતના પ્રશ્નો ઉદભવતા જણાય. આરોગ્ય જળવાય.

મકરઃ- દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહ નું વાતાવરણ રહે. આવકનું પ્રમાણ વઘતું જણાય. પરિવારમાં મનમેળ રહે. સંતાન ની અણધારેલી પ્રગતિ થી આનંદ થાય. સ્વાસ્થ્ય સારૂં રહેશે. આંખ, હાડકા નબળા થતા જણાય.

કુંભઃ- સાહસ કરવાની ભવના વધે. થોડો ગુસ્સો રહે. આર્થિક દ્રષ્ટિએ સારો દિવસ. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાય. પિતા તરફથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતા સતાવે. આરોગ્ય જળવાય.

મીનઃ- પરિવારમાં શુભ પ્રસંગનું આયોજન થાય. કરેલા કાર્યોમાં સફળતા મળે. નવું કાર્ય શરૂ કરવા માટે સારો દિવસ. મિત્રો તરફથી સારા સમાચાર મળે દિવસ દરમ્યાન આરોગ્ય જળવાશે. ઉત્તમ દિવસ.

આ પણ વાંચો –

સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની ઝાટકણી કાઢીને કહ્યું, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગો નહીતર…

0

The Supreme Court slapped Nupur Sharma

  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયા કુમારની બેરહેમીથી હત્યાના મામલે મોટો ખુલાસો થયો છે. NIA ની તપાસમાં માલૂમ પડ્યુ કે, મોહંમદ રિયાઝ અને ગૌસ મોહંમદ આ હત્યાકાંડમા એકલા જ સામે ન હતા, પરંતુ તેમનુ એક ગ્રૂપ છે. જેમાં ડઝનેક લોકો સામેલ છે. તો બીજી તરફ, સુપ્રિમ કોર્ટે આ નુપુર શર્માના નિવેદન મામલે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને કહ્યુ કે, લોકોની ભાવના દુભાઈ છે, માફી માંગે નુપુર શર્મા

મોહંમદ પયંગબરની (Mohammad Payangbar) વિરુદ્ધ કથિત ટિપ્પણીને લઈને ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલ નુપુર શર્માએ (Nupur Sharma) સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. ભાજપની પૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ (Former BJP spokesperson Nupur Sharma) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગ કરી છે કે, તેમની વિરુદ્ધ અલગ અલગ રાજ્યોમાં જેટલા પણ પણ કેસ નોંધાયા છે. તે તમામને દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યારે આ મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) કડક વલણ અપનાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટીવી પર આવીને તેઓ દેશની જનતાથી માફી માંગે.

સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, દેશમાં આજે જે પણ થઈ રહ્યુ છે, તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. મોહંમદ પયંગબરને લઈને કરાયેલી વિવાદિત ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે નુપુર શર્મા પર કડક વલણ દાખવ્યુ છે. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, નુપુર શર્માના નિવેદનથી દેશભરના લોકોની ભાવના ભડકી છે.

તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ. કોર્ટે કહ્યુ કે, જે કંઈ પણ થયુ તેના માટે નુપુર શર્મા જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, નુપુર શર્માની વિરુદ્ધ દિલ્હી, કોલકાત્તા, બિહારથી લઈને પુણે સુધી અલગ અલગ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો –

ટેસ્ટ ક્રિકેટમાં પહેલીવાર આ ખેલાડી કેમેરા સાથે ઊતરશે મેદાનમાં, ભારત-ઈંગ્લેન્ડ મેચમાં જોવા મળશે અનોખા દ્રશ્યો 

0

For the first time in Test cricke

  • ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં એક નવો કરિશ્મા થવા જઈ રહ્યો છે. જ્યારે ઈંગ્લેન્ડના ઓલી પોપ કેમેરા સાથે મેદાનમાં ઉતરવાના છે.

જે આજ સુધી ટેસ્ટ ક્રિકેટમાં (Test cricket) બન્યું નથી. હવે તે ભારત અને ઈંગ્લેન્ડ (India and England) વચ્ચેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઉતરશે. ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ વખત કોઈ ખેલાડી કેમેરા (Player camera) સાથે મેદાનમાં ઉતરશે. જેના કારણે ચાહકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આ ખેલાડી મેદાનમાં કેમેરા સાથે આવશે :

ઈંગ્લેન્ડના ઓલી પોપ જ્યારે ભારત સામેની ટેસ્ટ મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે તેની હેલ્મેટમાં કેમેરા ફીટ હશે. તે ફિલ્ડિંગ દરમિયાન આ કેમેરા લગાવી શકશે. ઓલી પોપના હેલ્મેટમાં લગાવવામાં આવેલો આ કેમેરો સીધો જ બ્રોડકાસ્ટર સાથે જોડાયેલ હશે, જેથી દર્શકો મેદાન પરની એક્શનને ખૂબ જ સરળતાથી જોઈ શકશે. તે જ સમયે, ICC અને ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ECB) એ આ માટે માન્યતા આપી છે.

અવાજ કેમેરામાં રેકોર્ડ થશે નહીં :

ઓલી પોપના હેલ્મેટમાં લાગેલો આ કેમેરો મેદાન પર કોઈનો અવાજ રેકોર્ડ કરી શકતો નથી. જોકે અવાજ માટે સ્ટમ્પ માઈકનો ઉપયોગ પહેલાથી જ થાય છે. હવે મેદાન પર લાગેલા કેમેરાના કારણે દર્શકોને એક નવું અને અદ્ભુત સાહસ જોવા મળશે. આવા પ્રયોગને ટેસ્ટ ક્રિકેટમાં પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.

પહેલા ઉપયોગ કરવામાં આવ્યો છે :

સ્કાય સ્પોર્ટ્સે ધ હન્ડ્રેડ 2021 દરમિયાન મેચમાં આ પ્રકારની મેચનો ઉપયોગ કર્યો છે. આ મેચમાં દર્શકોને એવું લાગ્યું કે જાણે તેઓ મેદાન પર જઈને મેચ ખૂબ નજીકથી જોઈ રહ્યા હોય. છેલ્લા એક વર્ષથી ભારત અને ઈંગ્લેન્ડ સામે ટેસ્ટની રાહ જોવાઈ રહી છે. ટીમ ઈન્ડિયા શ્રેણીમાં 2-1થી આગળ છે. રોહિત શર્માની ઈજાના કારણે જસપ્રીત બુમરાહને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સાથે જ વાઇસ કેપ્ટનની જવાબદારી રિષભ પંતને સોંપવામાં આવી છે. ઈંગ્લેન્ડે ભારત સામે ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જાહેર કરી દીધી છે.

ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની પ્લેઈંગ-11 :

એલેક્સ લીસ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ (સી), સેમ બિલિંગ્સ (ડબલ્યુકે), મેથ્યુ પોટ્સ, સ્ટુઅર્ટ બ્રોડ, જેક લીચ, જેમ્સ એન્ડરસન.

આ પણ વાંચો –

યુવકે સગીરા પર દુષ્કર્મ આચરી વીડિયો બનાવ્યો, મળવા ન આવતાં આપી ધમકી

0

The youth made a vide

  • આ વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત

સુરત (Surat Crime)ના અઠવા પોલીસ સ્ટેશન (Athva Police) વિસ્તારમાં રહેતી સગીરાને એક યુવકે લગ્નની લાલચ આપી તેની સાથે શારીરિક સંબંધ (Rape) બાંધ્યા હતા. જોકે આ પ્રેમસંબંધ (Love Affaire) દરમિયાન યુવકે યુવતીને અંગતપળોના વીડિયો (Video) પણ કેમેરામાં કેદ કર્યા હતા અને યુવતીને અવારનવાર ફરવા લઈ જઈ દુષ્કર્મ (Surat Rape) આચર્યુ હતું.

જોકે યુવતી ફરવા જવાની ના પાડતા તેના વીડિયો વાયરલ કરવાની ધમકી યુવક વારંવાર આપતો હતો અને તેની સગાઈ તોડવાની વાત પણ કહેતો હતો. સાથે જ યુવતીને મારી નાખવાની ધમકી આપી યુવકે યુવતીની સગાઈ તોડી નાખતા યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી..

સુરતમાં સતત મહિલા અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે તેમાં પણ બાળકી સાથે સગીરા પર દુષ્કર્મની ઘટનામાં સતત સામે આવી રહી છે. તેવામાં વધુ એક ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો હતો. સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી ચોગાન શેરી ખાતે રહેતા જાસીમ સલીમ શેખના એ એક સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. લગ્ન કરવાની લાલચ આપીને જાસીમ શેખ સગીરાને અવારનવાર ફરવા લઈ જતો હતો અને દુષ્કર્મ પણ આચર્યું હતું.

આ સાથે જ સગીરાની અન્ય જગ્યાએ સગાઈ થઈ જતા ધમકી આપતા કહેતો હતો કે, તું મારી સાથે ફરવા નહીં આવે તો તારા લગ્ન જ્યાં નક્કી થયા છે. ત્યાં હું જાણકરી તારા લગ્ન થવા નહી દઈશ. જાસીમ શેખ સગીરાને ધમકી આપતો કે તું મારી સાથે નહીં આવે તો તારા માતા-પિતાને જાનથી મારી નાંખીશ. આરોપીએ સગીરાને મરજી વિરુદ્ધ ડુમસ ફરવા લઈ જઈ લગ્ન કરવાની લાલચ આપી ડુમસ ખાતે વીડિયો ક્લિપ બનાવી લીધી હતી.

વીડિયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. સાથે જ સગીરાની નક્કી થયેલી સગાઈ તોડાવી નાખી હતી. આ સમગ્ર મામલે સગીરા અને તેના માતા પિતાએ ફરિયાદ આપતા અઠવા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો –

ગધેડીના દૂધમાંથી બને છે દુનિયાનું સૌથી મોંઘું ચીઝ, કિંમત જાણીને આંખો ફાટી જશે

0

the most expensive cheese

  • વિશ્વનું સૌથી મોંઘું ચીઝ કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પણ આ ચીઝ આટલું મોંઘું કેમ ? આમાં ખાસ શું છે ?

બોલિવૂડની ફિલ્મ ‘3 ઈડિયટ્સ‘ના (3 idiots) એક રાજુ રસ્તોગીની (Raju Rastogini) માતાએ એકવાર સમજદારીપૂર્વક કહ્યું હતું કે આજકાલ પનીર એટલું મોંઘું થઈ રહ્યું છે કે તેને સોનારની દુકાનમાં વેચવું જોઈએ. વિશ્વનું સૌથી મોંઘું ચીઝ (Expensive cheese) કહેવાતું આ ચીઝ સોનારની કોઈપણ દુકાનમાં વેચી શકાય છે, પરંતુ આ ચીઝ આટલું મોંઘું કેમ? આમાં ખાસ શું છે ? લક્ઝરી પનીરની કિંમત આશરે 800 થી 1000 યુરો (લગભગ 82,000 રૂપિયાથી થોડી વધારે) પ્રતિ કિલો છે. તે વિશ્વના સૌથી મોંઘા ચીઝમાંનું એક માનવામાં આવે છે.

અહીં ગધેડીના દૂધનું પનીર કેમ મોંઘું છે ?

ડેઈલી મેલના એક અહેવાલ અનુસાર, આ પનીર ગધેડીના દૂધમાંથી બનાવવામાં આવે છે અને તે સફેદ રંગનું હોય છે. જો કે તે સ્પેનિશ પનીર જેવું બનેલું હોવાનું જણાય છે, પરંતુ તેનો સ્વાદ તેનાથી તદ્દન અલગ છે. બ્રિટિશ સુપરમાર્કેટ્સમાં સ્પેનિશ ચીઝ માન્ચેગો ખૂબ સસ્તું છે અને સ્પેનિશ ચીઝ £13 પ્રતિ કિલો (અંદાજે રૂ. 1245 પ્રતિ કિલો)માં ઉપલબ્ધ છે. ગધેડા પનીરને પુલે તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશે જણાવી દઈએ કે સર્બિયાના ઝાસાવિકામાં ગધેડીના દૂધમાંથી ચીઝ બનાવવામાં આવે છે.

એક કિલો ચીઝ કેટલા લિટર દૂધમાં બને છે ?

એવું કહેવાય છે કે એક કિલો કીમતી ચીઝ બનાવવા માટે લગભગ 25 લીટર તાજા ગધેડીના દૂધની જરૂર પડે છે. અહીંનું ફાર્મ બોટલ્ડ ગધેડાનું દૂધ પણ બનાવે છે, જે ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રાનું સૌંદર્ય રહસ્ય હોવાનું કહેવાય છે. ઇજિપ્તની પ્રખ્યાત રાણી વિશે એવું પણ કહેવાય છે કે તે દરરોજ ગધેડીના દૂધથી સ્નાન કરતી હતી.

ગધેડીનું ચીઝ વિશ્વના સૌથી મોંઘા ખોરાકમાંથી એક છે :

અન્ય મોંઘી વસ્તુઓમાં સ્વીડિશ મૌસ ચીઝનો સમાવેશ થાય છે જેની કિંમત આશરે £630 પ્રતિ કિલોગ્રામ છે. Caciocavallo Podolico એ એક દુર્લભ ઇટાલિયન જાતિની ગાયના દૂધમાંથી ઉત્પાદિત ચીઝ છે જે માત્ર મે અને જૂન દરમિયાન દૂધ ઉત્પન્ન કરે છે.

આ પણ વાંચો –

 

 ઉદયપુર હત્યા કેસમાં વધુ એક ખુલાસાથી હડકંપ, કાવતરા પાછળ 2 નહીં પરંતુ આટલા લોકોની હતી સંડોવણી

One more revelation in Udaipur

  • કન્હૈયાની હત્યા પાછળ તેમનો હેતુ માત્ર આતંક ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો.

કન્હૈયા લાલ હત્યા કેસમાં (Kanhaiya Lal murder case) તપાસને આગળ વધારતા NIAની ટીમ શુક્રવારે જયપુરની વિશેષ NIA કોર્ટમાં આરોપીઓના વોરંટ માટે અરજી દાખલ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી તપાસમાં સામે આવ્યું છે કે, આ હત્યામાં મોહમ્મદ રિયાઝ (Mohammed Riaz) અને ગૌસ મોહમ્મદ (Gauss Mohammed) એકલા નહોતા, પરંતુ તેમનું એક ગ્રુપ છે જેમાં એક ડઝનથી વધુ લોકો છે. એમના ગ્રુપમાં પાકિસ્તાનના (Pakistan) કેટલાક લોકો એવા પણ છે જેમના ઘણા આતંકવાદી જૂથો સાથે સંબંધ છે.

લાઇવ હત્યા કરવી હતી :

કન્હૈયાની હત્યા પાછળનો તેમનો હેતુ માત્ર ગભરાટ ફેલાવવાનો હતો. કન્હૈયા ઉપરાંત તેના નિશાના પર નીતિન જૈન નામનો અન્ય એક વ્યક્તિ પણ હતો. હકીકતમાં આ લોકોએ પોલીસને જણાવ્યું હતું કે મોહમ્મદ પૈગંબર પર ટિપ્પણી બાદ તેમનો હેતુ કન્હૈયા લાલની લાઇવ હત્યા કરવાનો હતો જેથી તેના કૃત્યથી એક સમુદાયમાં ગભરાટ પેદા થાય અને તે બંને તેમના ધર્મના હીરો બની જાય.

અવારનવાર ISIS સાથે સંપર્ક :

લાંબા સમયથી ષડયંત્ર રચી રહેલા આ લોકો સોશિયલ મીડિયામાં હિન્દુ-મુસ્લિમ વિવાદના સમાચારો વિશે ગ્રુપમાં લાંબા સમયથી વાતો કરતા હતા. લાંબા સમયથી તેઓ કંઈક મોટું કરવાનું કાવતરું ઘડી રહ્યા હતા. તેઓ ભારતને ઇસ્લામિક સ્ટેટ બનાવવા માટે ISISને પોતાનો રોલ મોડેલ માનતા હતા. બંને આરોપીઓ અવારનવાર ISIS અને તાલિબાનના વીડિયો જોતા હતા.

આતંક ફેલાવવા હત્યા કરી :

તે બંને હિન્દુઓને કાફિર માને છે અને તેમણે આ કામ હિન્દુઓમાં આતંક ફેલાવવાના ઇરાદાથી કર્યું હતું. નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ જ્યારે દેશના ઘણા ભાગોમાં પથ્થરબાજી થઈ તો તેમને લાગ્યું કે તેમના મઝહબના હીરો બનવાની આ સૌથી સારી તક છે. નૂપુર શર્માની પોસ્ટ પર કન્હૈયા લાલની પ્રતિક્રિયા બાદ તેમણે કન્હૈયાને સૌથી સરળ ટાર્ગેટ માન્યો હતો.

ઘણા બીજા પણ નિશાના પર હતા :

તેમના નિશાના પર ઘણા મોટા લોકો પણ હતા, પરંતુ તેઓ તેમની પહોંચથી ઘણા દૂર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ કસ્ટડીમાં જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે જે કર્યું તેનો તેને કોઇ અફસોસ નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી 2014 માં 45 દિવસ માટે ટ્રેનમાં પાકિસ્તાન ગયો હતો જ્યાં તે મોટાભાગે એવા લોકોના સંપર્કમાં હતો જેઓ એક યા બીજી રીતે વિવિધ આતંકવાદી જૂથો સાથે સંકળાયેલા હતા.

બન્ને સ્લીપર સેલની જેમ કામ કરતા હતા :

પાકિસ્તાનના આકાઓના આદેશ પર બંને છેલ્લા ઘણા વર્ષોથી રાજસ્થાનમાં રહીને સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યા હતા. છેલ્લા ઘણા સમયથી તેઓ અલગ-અલગ એપ દ્વારા પોતાના મેન્ટર્સનો સંપર્ક કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસ પૂછપરછ દરમિયાન બંનેએ જણાવ્યું કે, નૂપુર શર્માના નિવેદન બાદ આ ષડયંત્ર તેમના દ્વારા કરવામાં આવ્યું હતું. જે બાદ તેઓએ ઉદેપુરના સિપાટિયા વિસ્તારની વેલ્ડીંગ ફેકટરીમાં હથિયારો બનાવ્યા હતા અને હત્યા કર્યા બાદ ફેકટરી માલિકની ઓફિસમાં વીડિયો બનાવ્યો હતો.

આ પણ વાંચો –

કચ્છમાં બકરીને આવે છે માતાજી, કહે છે કેવો રહેશે આ વર્ષે વરસાદ

0

Mataji comes to Kutch

  • નખત્રાણા તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.

નખત્રાણા (Nakhtrana) તાલુકામાં આવેલા ભડલી ગામના સિદ્ધદાદા ગરીબનાથના (Siddhadada Garibnath) સ્થાનકે વરસાદ કેવો રહેશે તેની માહિતી એક બકરી આપે છે. લોકોની આસ્થા સાથે જોડાયેલ આ પરંપરા વર્ષોથી યોજાતી રહે છે. જેમાં ગામના ક્ષત્રીય પરિવારના (Kshatriya family) ઘરેથી એક જ વંશની બકરીની જેઠ વદ અમાસની વાર્ષિક તિથી પ્રસંગે આયોજીત ધાર્મિક પ્રસંગે પતરી વિધિ યોજાય છે. પુજા આરતી કરાયા બાદ પુજારી બકરીના ધુણવાની રાહ જોવે છે. બકરી ધુણે ત્યાર બાદ તેઓ તેના પર હાથ રાખીને આગાહી કરે છે.

નખત્રાણાના ભડલી ગામે આવેલા સિદ્ધયોગી દાદા ધોરમનાથજીના શિષ્ય સિદ્ધદાદા ગરીબનાથજીની સમાધિ આવેલી છે. અહીં પ્રતિવર્ષ અમાસના દિવસે ધાર્મિક પ્રસંગે આયોજીત થાય છે. તેમાં આસપાસના સાત ગામ પાંખી પાડી સવારથઈ સાંજ સુધી મેળા સ્વરૂપે જોડાય છે. દરમિયાન સાંજે 5 વાગ્યે મંદિરમાં આરતી થાય છે. જ્યા સંકુલ અંદર હકડેઠઠ ભાવિકો હાજર રહે છે.

આ દરમિયાન ક્ષત્રિય સમાજનાં દરેક ઘરના લોકો હાજર રહે છે. એક જ પરિવાર વંશથી બકરી સંકુલમાં જન સમુહની વચ્ચે ઉભી રહે છે. આરતી પુર્ણ થયા બાદ ઘુણીને પતરી આપે છે. જેના બાદ પુજારી બકરીના શરીર પર હાથ રાખી મળેલા સંકેત અનુસાર વરસાદની ભવિષ્યવાણી ભાખે છે.

આ પણ વાંચો –

મારુતિની આ ગાડી માર્કેટમાં પડાવશે બૂમ ! શાનદાર સનરૂફ અને ગજબની સુવિધાઓ

Maruti’s car will hit the

  • આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે.

આજના આધુનિક યુગમાં એકથી એક ચડિયાતી કાર માર્કેટમાં આવી રહી છે. જેમાં હવે મારુતિ સુઝુકી (Maruti Suzuki) ઈન્ડિયાની લોકપ્રિય એસયુવી બ્રેઝાનું (SUV Breza) ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી લોકો આ કારની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. ત્યારે આવો જાણીએ નવી બ્રેઝામાં શું ખાસ છે અને તેની કિંમત કેટલી છે

માર્કેટમાં આગ લગાવવા આવી આ નવી કાર :

આ વર્ષની મોસ્ટ અવેટેડ મારુતિની નવી બ્રેઝા કાર બની ગઈ છે. આ વખતે કંપનીની આ કોમ્પેક્ટ એસયુવીમાં ઘણું બધું નવું છે. ઘણા યુનિક ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. મારુતિની આ પહેલી  કાર છે જેમાં સનરૂફની સુવિધા મળી છે. કંપનીએ આ નવી બ્રેઝામાં બ્લેક કલરનું ઈલેક્ટ્રિક સનરૂપ આપેલું છે.

સ્માર્ટ હાઇબ્રિડનો છે ખાસ ઓપ્શન :

મારૂતિએ વિરાટ શબ્દ હટાવી માત્ર બ્રેઝા નામથી જ આ કારને લોન્ચ કરી છે.મારુતિએ આ કારને વર્ષ 2016માં પહેલીવાર લોન્ચ કરી હતી. ત્યારે માત્ર ડિઝલ એન્જિનનો જ ઓપ્શન તેમા મળતો હતો. ત્યારે બાદ કંપનીએ તેને પેટ્રોલ વર્ઝનમાં અપગ્રેડ કર્યું હતું. ત્યારે હવે નવી બ્રેઝા પેટ્રોલ મોડલમાં રજૂ કરવામાં આવી છે જેમાં સ્માર્ટ હાઈબ્રિડ ટેક્નોલોજીનો વિકલ્પ પણ મળશે.

હાથી કરતા પણ વધુ છે તાકાત :

નવી બ્રેઝા 1.5-લિટર ડ્યુઅલ જેટ કે-સિરીઝ પેટ્રોલ એન્જિન સાથે માર્કેટમાં એન્ટ્રી કરી છે. આ એન્જિન કંપનીએ નવી Ertiga અને XL6માં આપ્યું છે. જે 101 BHP મેક્સ પાવર અને 137 NM પીક ટોર્ક મળે છે. નવી બ્રેઝામાં 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. એટલું જ નહીં ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં પેડલ શિફ્ટરની સુવિધા પણ મળે છે.

મારુતિની કોઈ કારમાં નથી આવી સુવિધા :

મારુતિની તમામ કારમાંથી પ્રથમ વખત બ્લેક કલરમાં ઈલેક્ટ્રિક સનરૂફની સુવિધા મળી છે. હાલમાં જ લોન્ચ થયેલી બલેનો ફેસલિફ્ટમાંથી ઘણી સુવિધા બ્રેઝામાં અપગ્રેડ કરાઈ છે. 9-ઇંચની ફ્લોટિંગ સ્માર્ટપ્લે પ્રો+ ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, હેડ અપ ડિસ્પ્લે અને 360-ડિગ્રી વ્યૂ કેમેરાની સુવિધાનો સમાવેશ થાય છે. આ સિવાય આ કારમાં એન્ડ્રોઈડ ઓટો અને એપલ કાર પ્લે જેવા ફીચર્સ સાથે આવશે.

ફિચર્સ કારને બનાવે છે ખાસ :

બ્રેઝા કારમાં સરાઉન્ડ સાઉન્ડ સેન્સ ઓડિયો ટેક્નોલોજી સાથે કેબિનમાં એમ્બિયન્સ મૂડ લાઇટિંગ, વાયરલેસ ચાર્જિંગની સુવિધાઓ પણ મળે છે. નવ રંગમાં તૈયાર થયેલી આ કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ વોઈસ કંટ્રોલનું કામ કરશે. પર્લ આર્ક્ટિક વ્હાઇટ, સ્પ્લેન્ડિડ સિલ્વર, મેગ્મા ગ્રે, સિઝલિંગ રેડ, બ્રેવ ખાખી અને એક્સ્યુબરન્ટ બ્લુ જેવા રંગોમાં આ કાર મળશે. તો બ્રેઝા કારના તેના LXi, VXi, ZXi અને ZXi Plus વર્ઝન પણ ભવિષ્યમાં આવશે.

સલામતીમાં નંબર-1 છે બ્રેઝા :

ચાલક અને કારમાં બેઠેલા વ્યક્તિઓની સલામતીનું કંપનીએ નવી બ્રેઝામાં ઝીણવટ પૂર્વક ધ્યાન રાખ્યું છે. હિલ હોલ્ડ આસિસ્ટ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, એબીએસ, રિયર પાર્કિંગ કેમેરા, સેન્સર્સ, 6 એરબેગ્સના વિકલ્પ સાથે સ્પીડ મોનિટર જેવી લગભગ 40 કનેક્ટેડ કારમાં સુવિધા આપવામાં આવી છે. જેથી કારમાં બેઠેલા લોકોની સુરક્ષા પર કોઈ સવાલ નહીં થાય.

એવરેજમાં પણ છે આ નવી કાર :

નવી બ્રેઝામાં ડ્યુઅલ જેટ અને ડ્યુઅલ વીવીટી ટેક્નોલોજી છે. જેના કારણે નવી બ્રેઝા કાર એક લીટર પેટ્રોલમાં 20.15 કિલો મીટર ચાલશે. જે ખુબ જ સારી એવરજ ગણી શકાય છે.

આ પણ વાંચો –

૧ જુલાઈનાં રોજ આ રાશિના જાતકોની બદલાશે કિસ્મત, આ વાતનું ધ્યાન રાખશો તો થઇ જશો માલામાલ

This zodiac sign Gujarat Guardian

મેષઃ- આત્મવિશ્વાસનું પ્રમાણ વધે. આવકમાં વૃધ્ધિ થતી જણાય. પરિવારના સભ્યો સાથે આનંદનું વાતાવરણ રહે. કાર્યમાં સફળતાનો અનુભવ થાય. જીવનસાથી સાથે પ્રેમ જળવાય. આરોગ્ય જળવાય. ખોટા ખર્ચ ટાળવા.

વૃષભઃ- આર્થિક પાસુ મજબૂત બનતાં આનંદમાં વધારો થાય. કુટુંબમાં ઉલ્લાસ ભર્યુ વાતાવરણ રહે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. સંતાન તરફથી ચિંતા રહે. પ‌િત્ન સાથે મનમેળ અનુભવાય. આરોગ્ય જળવાય.

મિથુનઃ- આદ્યાત્મિક ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. સત્ય વાત શાંતિથી કહેવાની સલાહ છે. આર્થિકક્ષેત્રે લાભ મળતો જણાય. કાર્યક્ષેત્રે સફળતા. સંતાનના પ્રશ્નો ઉકેલાય. વૈવ‌ાહિક જીવનમાં આનંદ આરોગ્ય સારૂં રહેશે. વ્યસનથી દૂર રહેવું.

કર્કઃ- બપોર બાદ આવકનું પ્રમાણ વધે આથી પ્રસન્નતાનો અનુભવ થાય. પરિવારમાં ઉગ્રતા ટાળવી. સંતાનની સમસ્યા સતાવે. દામ્પત્ય જીવનમાં આનંદની અનુભૂતિ થાય. આરોગ્ય સારૂં રહે. ભાગ્યનો સાથ મળતો જણાય છે.

સિંહઃ- નવા સાહસિક રોકાણો વધુ લાભદાયી બને. ધાર્યા કાર્યો સરળતાથી પાર પાડી શકાશે. આવક જળવાય. સંતાનો સાથે મધુરતા જાળવી રાખવી. પરિવારમાં સ્નેહનું વાતાવરણ જળવાય. નોકરીનાક્ષેત્રે નોંધપાત્ર વધારો થાય.

કન્યાઃ- આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં વધુ સફળતા મળે. નાણાંકીય રીતે બચતનું આયોજન કરવું. યાત્રા-મુસાફરી માટે લાભદાયક સમય છે. ભાગ્યનો સાથ મળતો જણાય છે. ધંધાકીય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી શકો. માથાના દુઃખાવાની સમસ્યા સતાવે.

તુલાઃ- કુટુંબીજનો સાથે વ્યર્થના મતભેદો ટાળવા. ધંધાકીયક્ષેત્રે વિદ્વાન વ્યક્તિનો સહકાર મળી રહે. સંતાનો સાથે શાંતિથી કામ લેવું. લાંચ-રૂશ્વત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ- જ્ઞાનતંતુ તથા સ્નાયુની બિમારી વધુ કષ્ટદાયક બનતી જણાય. પોતાના અહમનો ત્યાગ કરવાથી કાર્યમાં સફળતા મળે. સંતાનો નો આત્મવિશ્વાસ વધતો જણાય. જીવનસાથી સાથે સ્નેહના પુષ્પો ખીલવી શકશો.

ધનઃ- માનસિક પરેશાનીમાંથી મુત્સદ્દીપણાથી, મીઠાશથી રસ્તો કાઢી શકશો. આવકનું પ્રમાણ જળવાતું જણાય. સ્થાવર જંગમ મિલકતથી લાભ મેળવી શકાશે. ધંધાકીયક્ષેત્રે વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ આવી શકશે.

મકરઃ- જાહેર સામાજીક જીવનમાં રૂચિ વધે. પારિવારિક ચિંતામાંથી મુક્તિ મળતી જણાય. હરીફો ઉપર વિજય મેળવી શકાશે. આવક જળવાઇ રહેશે. દામ્પત્ય જીવનમાં સ્નેહનું વાતાવરણ જળવાય. હાડકાના રોગો, માથાનો દુઃખાવો રહે.

કુંભઃ- બપોર બાદ આત્મવિશ્વાસ અને મનોબળ ઘટતું જણાય. ભાઇ, બહેનની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. ખોટો ખર્ચ થતો જણાય. આર્થિક રોકાણો અંગે મહત્વના નિર્ણયો, યોગ્ય રીતે લઇ શકાય. શરદી-ખાંસીથી પરેશાની વધતી જણાય.

મીનઃ- શારિરીક માનસિક પરેશાનીઓ દૂર થાય. મકાન અને જમીનને લગતા કામકાજ સારી રીતે પૂર્ણ કરી શકાશો. પ્રતિસ્પર્ધિઓને પરાસ્ત કરી શકો. દામ્પત્ય જીવનમાં વિખવાદ ટાળવો. આરોગ્ય સારૂં રહેશે. મિત્રોનો સાથ સહકાર મળતો જણાય.

આ પણ વાંચો –