Home Blog Page 1389

સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો

0

Sourav Ganguly celebrates

આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ત્યારે તે પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. એક દિવસ પહેલાં જ સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પાર્ટી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 8 જૂલાઈ 2022ના રોજ પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં (England) પાર્ટી શરૂ થઈ ગઈ હતી. સૌરવ ગાંગુલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે અને ભારત-ઈંગ્લેન્ડ (India-England) શ્રેણી ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન તે પોતાના BCCIના સાથીદારો તથા પોતાના સાથી ક્રિકેટર તથા મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ આ પાર્ટીની એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે. આ પાર્ટીમાં સૌરવ ગાંગુલીની સાથે સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા ઉપરાંત BCCIના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ સહિત અનેક સભ્યો જોવા મળ્યા હતા. શુક્લાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સૌરવ ગાંગુલીના 50મા જન્મ દિવસની ઊજવણી. તેમને સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી ઓક્ટોબર 2019થી BCCIના અધ્યક્ષ પદનો હવાલો સંભાળી રહ્યા છે.

 સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની અતૂટ જોડી :

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે એકસાથે અનેક ક્રિકેટ મેચો રમી છે. બંનેની જોડી ઓપનિંગમાં પણ ખૂબ જ  સફળ સાબિત થઈ હતી. આ બંનેની જોડીએ ભારત માટે 136 ઈનિંગ્સમાં 21 સદી અને 23 અડધી સદી ફટકારી છે. આ જોડીએ એકસાથે 49થી વધુની એવરેજથી ઓપનિંગમાં 6,609 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, સચિન અને ગાંગુલીની જોડીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 150થી વધુ રનોની ભાગીદારીનો વર્લ્ડ રોકોર્ડ પોતાના નામે કરેલો છે.

Image

સૌરવ ગાંગુલીની કરિયર ઉપર એક નજર :

સૌરવ ગાંગુલીએ 1992થી 2008 સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી હતી. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ક્રન્ટોલ બોર્ડના પ્રમુખ છે. તેમણે ભારત માટે 18,585 આંતરરાષ્ટ્રીય રન બનાવેલા છે. તેમના નામે 113 ટેસ્ટ મેચોમાં 7,212 અને 311 વન-ડે મેચોમાં 11,363 રન નોંધાયેલા છે. IPLમાં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. IPLની પ્રારંભિક સીઝનમાં તેઓ KKR માટે અને બાદમાં પુણે વોરિયર્સ માટે રમતા જોવા મળ્યા હતા. તેમના નામે IPLની 59 મેચોમાં 1,349 રન નોંધાયેલા છે. તેઓ ઘણી વખત બેટિંગ સિવાય પોતાની બોલિંગથી પણ વિરોધી ટીમને હરાવી દેતા હતા. તેમના નામે 32 ટેસ્ટ મેચ, 100 વન-ડે મેચ અને 10 IPL વિકેટ પણ નોંધાયેલી છે.

આ પણ વાંચો –

અમરનાથમાં વાદળ ફાટતાં જામનગરના 20 શ્રદ્ધાળુઓ ફસાયા, સુરતના 85 સહી સલામત

0

20 devotees of Jamnagar trapped

  • અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ ગુફા (Amarnath Cave) નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના (Jamnagar) યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના (Baba Barfani) દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.

સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ 4 જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. પરંતુ ગતરોજ વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ ગયેલા લોકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા.

નોંધનીય છે કે, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે..જ્યારે 40થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું..જેથી યાત્રીકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો..જો કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.અને અત્યાર સુધી 3500થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સેના દ્વારા હેલિકોપ્ટરથી સતત રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે..સાથે યાત્રીકોના પરિવારજનો હેરાના ના થાય તેના માટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે..મહત્વનું છે કે અમરનાથ ગુફા તરફ જવાના બંને રસ્તા કાચા છે. અને રસ્તાઓ એટલા સાંકડા છે કે ઘોડા પણ એક-એક કરીને મોકલવામાં આવે છે. ગુફાની આજુબાજુ અસ્થાયી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે લોકો ભવનની પાસે રોકાય છે, તેમને આ અસ્થાયી કેમ્પમાં ઉતારો આપવામાં આવે છે. શુક્રવારે જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અનેક અસ્થાયી કેમ્પ પણ વહી ગયા હતા.

આ પણ વાંચો –

અમદાવાદમાં તંત્રએ એક મહિના પહેલા બનાવ્યો હતો રોડ, ધોધમાર વરસાદ પડ્યો અને ખૂલી ગઈ પોલ

0

In Ahmedabad

  • અમદાવાદમાં મેઘરાજા મહેરબાન થતા તંત્રની ખૂલી પોલ, રો઼ડ રસ્તા બેસી જવા-તૂટી ગયા હોવાનુ આવ્યુ સામે, એએમસીની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ.

8 જુલાઇ, શુક્રવારે અમદાવાદમાં (Ahmedabad) અનરાધાર વરસાદ પડ્યો. મેઘરાજાએ તો 3 કલાકમાં આખુ અમદાવાદ પાણી પાણી કરી નાંખ્યુ. જો કે શહેરીજનો પણ કાગડોળે ધમાકેદાર વરસાદની રાહ જોઇ રહ્યા હતા. વાતાવરણમાં ઠંડકની લહેર ફરી વળી ગઇ, દાળવડાની (Dalwada) દુકાને લાંબી લાંબી લાઇનો લાગી ગઇ. પરંતુ  સવાર પડતા જ જેવા પાણી ઓસર્યા કે તંત્રની પોલ ઉઘાડી પડી. એએમસીએ કરોડોના ખર્ચે કરેલો રોડ રસ્તાનો મેકઅપ ધોવાઇ ગયો અને જોવા મળ્યા મસમોટા ખાડા.

ધોધમાર વરસાદ પડે અને રોડ રસ્તા ન ધોવાય એવું કદી બને ખરુ ? અમદાવાદ ભલે સ્માર્ટ સિટી કહેવાતું પરંતુ વરસાદ તો તંત્રની પોલ ખોલીને જ રહે. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારના આ દ્રશ્યો જોઇ શકો છો. પેટ્રોલ પંપ બહાર રસ્તો બેસી ગયો. લોકોનું કહેવુ છે કે થોડા સમય પહેલા જ તંત્ર દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો હતો. પરંતુ પહેલા જ વરસાદમાં કરોડોના ખર્ચે બનાવેલા પોલા રસ્તા ખખડધજ બની ગયા. રસ્તા પરથી પોપડા ઉખડી ગયા, એટલે અંદાજો લગાવી શકાય છે કે રોડ રસ્તામાં વપરાયેલા મટીરિયલની ગુણવત્તા કેવી હશે.

એક તરફ કરોડોના ખર્ચે રોડ રસ્તાના ટેન્ડર પાસ કરવામાં આવે છે પરંતુ કામગીરીના નામે માત્ર પોપડા જોવા મળે છે. ત્યારે આવી હલકી ગુણવત્તાવાળી કામગીરી માટે જવાબદાર કોણ , તંત્ર કે પછી કોન્ટ્રાક્ટરો ?  પ્રિ મોન્સૂન કામગીરીને લઇને મોટા મોટા બણગાં ફૂંકવામાં આવે છે પરંતુ વરસાદ પડતા આ વાતો પોલી સાબિત થાય છે.  વળી વોટર કમિટીના ચેરમેન જતીન પટેલ એમ કહે છે સ્માર્ટ સિટી સ્માર્ટ સિટી એટલે સોનાના રોડ કે એવું નથી.

અરે સાહેબ, અમને રસ્તા સોનાના નથી જોઇતા પરંતુ સમયસર વેરો ભરવા છતાં અમને ટેમ્પરરી સુવિધા મળે તે શું કામનું ?  ક્યાં જાય છે એ કરોડો રૂપિયા ?  રોડ રસ્તા બન્યા પછી કેમ ગુણવત્તાની નથી કરાતી ચકાસણી ? શું કોન્ટ્રાક્ટ આપ્યો એટલે  કામ પુરુ થઇ ગયુ ?  ઠેર ઠેર આવા રોડ બેસી જશે, ઠેર ઠેર ખાડાઓ પડશે તો પછી શહેરીજનો કરશે શું ? વાહનચાલકોને પડતી મુશ્કેલીનું શું ? જો આવા ખખડધજ રસ્તાને કારણે કોઇએ જિંદગીથી હાથ ધોવાનો વારો આવશે તો જવાબદાર કોણ ?  ત્યારે આવી સ્થિતિમાં  તાત્કાલિક રોડ રસ્તાનું સમારકામ થાય તે હિતાવહ થઇ પડે છે .

આ પણ વાંચો –

અંબાલાલ પટેલની આગાહી : દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદના લીધે પૂર આવશે !

0

Ambalal Patel’s forecast

  • ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે.

ગુજરાતના (Gujarat) હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે (Meteorologist Ambalal Patel) ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા કપરો સમય લાવે તેવી આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં (Central Gujarat) ભારે વરસાદની શક્યતા દર્શાવી છે, જ્યારે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ (Heavy rain) પડવાની શક્યતા છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની શક્યતાના લીધે પૂર આવે તેવી સ્થિતિ વર્ણવી છે.

હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેણા કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં 10મી જૂલાઈથી 15 જૂલાઈ સુધીમાં નદી-નાળા વરસાદથી છલકાઇ જશે અને આ દરમિયાન રાજ્યના ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા બતાવી છે.

ગુજરાતમાં જૂન મહિનામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં જે વરસાદની ઘટ હતી તે મોટા ભાગની ઘટ હવે જૂલાઇ માસમાં પૂર્ણ થઈ ગઈ છે. મેઘરાજા હાલ રાજ્યના અનેક વિસ્તારોમાં સાંબલેધાર વરસી રહ્યા છે. જેના કારણે વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યાં જ માનવજીવન પણ મુશ્કેલીમાં મૂકાયું હતું. ત્યારે હજુ પણ રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં 10થી 15 જૂલાઈ વચ્ચે ભારેથી વરસાદની આગાહી વચ્ચે પૂરની સ્થિતિની આગાહી કરી છે.

ક્યાં ઝોનમાં કેટલો વરસાદ ?

કચ્છમાં 33.36 %, ઉત્તર ગુજરાતમાં 16.93 %, સૌરાષ્ટ્રમાં 31.26 %, મધ્ય ગુજરાતમાં 13.68 % અને દક્ષિણ ગુજરાતમાં 25.64 % વરસાદ પડી ગયો છે.

વલસાડમાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપુર :

વલસાડ જિલ્લામાં સતત ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપુર ની સ્થિતિ સર્જાઈ છે ધરમપુર તાલુકામાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે માન નદી ઉપર આવેલા લોલેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયા છે ધરમપુર તાલુકાના સિંદૂમ્બર ખાતે આવેલો ભટરી ફળિયા અને અન્ય ત્રણ જેટલા ફળિયાને જોડતો પુલ પાણીમાં ડૂબી જતાં આશરે 2500 થી વધુ લોકોને હાલાકીનો સામનો કરવાનો વાળો આવ્યો છે ઉપરવાસમાં સતત વરસાદના કારણે જિલ્લા ના 44 રસ્તાઓ બંધ થયા છે સતત વરસાદને કારણે નદીઓમાં ઘોડાપુર સર્જાઈ છે.

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત :

ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી 13 ગામ અસરગ્રસ્ત થયા છે. છેલ્લા 24 કલાકમાં ડાંગમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સૌથી વધુ વઘઈમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદ થતા લો લેવલ કોઝવે, રસ્તા પર પાણી ભરાયા છે. અનેક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થવાની પણ ઘટના બની છે. વન વિસ્તાર, ધોધ પાસે લોકોને ફોટોગ્રાફી ન લેવાની અપીલ કરાઈ છે. અધિકારીઓને મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવાનો આદેશ પણ છૂટ્યા છે.

આ પણ વાંચો –

HDFCના કરોડો ગ્રાહકોને આંચકો ! બેંકે આજથી આ નવો નિયમ લાગુ કર્યો 

0

Shock to millions of HDFC customers

  • HDFC બેંકે ફરી એકવાર MCLRના દરમાં વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થશે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના કરોડો ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. વધતી મોંઘવારી (Rising inflation) વચ્ચે આ સમાચારને મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, HDFC બેંકે વિવિધ મુદતની તમામ પ્રકારની લોન માટે MCLR વધાર્યો છે. બેંક દ્વારા તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ જે ગ્રાહકોએ HDFC પાસેથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન (Personal loan) લીધી છે, તેમના EMI બોજમાં વધુ વધારો થશે.

આજથી નવા દરો અમલી :

બેંક દ્વારા નવા દરો 7 જુલાઈથી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એક રાતના MCLRનો દર 20 બેસિસ પોઈન્ટ વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે, એક મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.75 ટકા, 3-મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.80 ટકા અને છ મહિના માટે MCLRનો દર 7.90 ટકા પર પહોંચી ગયો છે. એ જ રીતે, એક વર્ષનો MCLR વધારીને 8.05 ટકા કરવામાં આવ્યો છે.

ગયા મહિને 35 બેસિસ પોઈન્ટ વધાર્યા હતા :

તમને જણાવી દઈએ કે HDFC બેંકે ગયા મહિને જ દરોમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેનો અમલ 7 જૂનથી કરવામાં આવ્યો હતો. HDFC દ્વારા એક મહિનામાં બીજી વખત દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકોની લોન મોંઘી થઈ ગઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આના થોડા દિવસો પહેલા અચાનક તેમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ છેલ્લા એક મહિના દરમિયાન તેમાં 90 પૈસાનો વધારો થયો છે.

બેંકનું નેટવર્ક બમણું થશે :

અગાઉ 22 જૂને બેંક દ્વારા દેશભરમાં હાલની શાખાઓને બમણી કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે લગભગ 1,500 થી 2,000 શાખાઓ ખોલવામાં આવશે. આ સાથે આગામી ત્રણથી પાંચ વર્ષમાં બેંકનું નેટવર્ક બમણું થશે. હાલમાં દેશમાં બેંકની 6,000થી વધુ શાખાઓ છે. બેંક અધિકારી વતી જણાવવામાં આવ્યું હતું કે વસ્તીના હિસાબે બેંકની શાખાઓની સંખ્યા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશો કરતા ઓછી છે.

આ પણ વાંચો –

 

૯ જુલાઈ શનિવાર રોજ આ રાશિના લોકો પર તૂટી શકે છે મુસીબતોનો પહાડ, જો આ વાતોનું ધ્યાન નહિ રાખ્યું તો થઇ જશો બરબાદ 

On Saturday, July 9, a mountain of troubles

મેષઃ- આવક જળવાય. કાર્યક્ષેત્રે સફળતા તથા કરેલા રોકાણોથી લાભ મળતો જણાય. દામ્પત્ય સુખમાં વૃધ્ધિ થાય. ધંધાકીય ક્ષેત્રે સફળતા. બપોર બાદ આવકનું પ્રમાણ ઘટે. અગત્યના કાર્યો બપોર સુધી પુરા કરવા. આરોગ્ય સાચવવું.

વૃષભઃ- બપોર સુધી પ્રતિકુળતા રહે. બપોર બાદ આવક જળવાય. પરિવારમાં શાંતિ રહે. કાર્યક્ષેત્રે આનંદ વર્તાય. જીવનસાથી સાથે આનંદ. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને. ભાગ્યનો સાથ મળતો જણાય. મિત્રોનો સહકાર મળે.

મિથુનઃ- આવકનું પ્રમાણ જળવાય. હોટલ, વીમો, એકાઉન્ટીંગક્ષેત્રે કાર્ય કરતી વ્યક્તિઓને વિશેષ લાભ. સંતાનની પ્રગતિથી આનંદ. સંતાન તરફની ચિંતા હળવી બને. બપોર બાદ તમામ કાર્યોમાં પ્રતિકુળતા વર્તાય. આથી ધીરજ ધરવી.

કર્કઃ- શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

સિંહઃ- શુભ પ્રસંગનું આયોજન શક્ય બને. નાણાંકીયક્ષેત્રે પ્રગતિ જણાય. સ્થાવર ‌જંગમ મિલકતથી લાભ. વાહન સુખ મળવાના યોગ બને છે. સંતાન સંબંધી ચિંતા હળવી બને. યશ-પ્રતિષ્‍ઠામાં વધારો થાય.

કન્યાઃ- પરિવારમાં આનંદ-ઉત્સાહનું વાતાવરણ જળવાય. તમામ સભ્યોની પ્રગતિથી આનંદ થાય. કાર્યમાં સફળતા, યશ વધે. માતા-પિતાનું આરોગ્ય જળવાય. ટેક્ષ કન્સલટન્ટ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટના ધંધામાં વિશેષ લાભ. હાડકાના દુઃખાવાથી સાચવવું.

તુલાઃ- વિનયી, વિવેકી, માનવતાવાદી વલણને કારણે યશ. પ્રતિષ્ઠા વધે. સાચુ ખોટુ પારખવાની કુદરતી શક્તિને કારણે કાર્યમાં સફળતા મળતી જણાય. પ્લાસ્ટીક, જાહેર ખબર, ટ્રાન્સપોર્ટના ક્ષેત્રમાં લાભ. છાતી, પેટના રોગોથી સાવધાની જરૂરી.

વૃશ્ચિકઃ- બપોર સુધી સ્વભાવમાં ઉગ્રતા જણાય. નાણાંકીય આવક સામાન્ય રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેતો જણાય. બપોર બાદ પરિસ્થિતિ સુધરે, આવક વધતાં આનંદ જળવાય. સ્વાસ્થ્યમાં સુધારો જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે.

ધનઃ- બપોર સુધી આનંદ વધે. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. રોકાણોનું આયોજન યોગ્ય રીતે થતું જણાય. ધંધાકીય ક્ષેત્રે પ્રગતિ થતી જણાય. બપોર બાદ આવકમાં ઘટાડો થાય. ખર્ચનંુ પ્રમાણ વધે. વિચારો ઉપર કાબુ રાખવો.

મકરઃ- ધંધાકીય ક્ષેત્રે ચિંતા વધતી જણાય. અગત્યના નિર્ણયો મોકુફ રાખવા. પિતાની તબિયતની કાળજી જરૂરી. કાર્યક્ષેત્રે સંઘર્ષ બાદ સફળતા મળતી જણાય. આત્મવિશ્વાસ ઘટતો જણાય. બપોર બાદ પરિસ્થિતિમાં સુધારો જણાય.

કુંભઃ- દિવસ દરમ્યાન ભાગ્યનો સાથ મળતો હોવાને કારણે કાર્યમાં સફળતા અનુભવાય. નોકરીમાં આનંદ તથા ધંધામાં પ્રગતિ થતી જણાય. આવક જળવાશે. છતાં ધંધામાં નાણાં ઉછીના આપવા નહીં, અન્યથા ફસાઇ જવાના યોગ છે.

મીનઃ- બપોર સુધી સંતાન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે. શરદી-ખાંસી માથાના દુઃખાવાની સમસ્યા રહે. બપોર બાદ પરિસ્થિતિ સુધરે. ભાગ્યમાં વૃધ્ધિ જણાય. કાર્યમાં સફળતા મળે તથા આનંદમાં પણ વધારો થાય.

આ પણ વાંચો –

ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને મિસ ઈન્ડિયા ઇવેંટમાં પહોચી 48 વર્ષની મલાઇકા, લોકોએ કહ્યું ઉંમર જોઈને કપડાં પહેરો આંટી

0

Malaika, 48, arrives

  • 48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે પણ આ વખતે થઇ ગઈ ટ્રોલ.

બૉલીવુડની સુપર ગ્લેમરસ અને મીડિયા વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતી મલાઇકા અરોરા (Malaika Arora) વિશે આપણે બધા જાણીએ જ છીએ. મલાઇકા 48 વર્ષની ઉંમરે પણ ઘણી ફિટ છે. વારંવાર તેની ફિટનેસ અને તેની ડેટિંગ લાઈફને (Dating Life) કારણે મલાઇકા ચર્ચા માં રહે છે. અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા ક્યારે લગ્ન કરશે એ વિશે ઘણી ચર્ચા ચાલતી રહે છે અને લોકો ટેને ટ્રોલ કરતાં રહે છે. પણ આ વખતે મલાઇકા કોઇ બીજા કારણોસર ટ્રોલરના નિશાને આવી છે. ગઇકાલે મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં (Miss India event) જજ બનીને પંહોચેલ મલાઇકા તેના પહરેલ ડ્રેસના કારણે હાલ ટ્રોલરનો નિશાનો બની છે.

રવિવારે મુંબઈમાં મિસ ઈન્ડિયા ઇવેંટનું આયોજન થયું હતું જેમાં મલાઇકા અરોડા જજ તરીકે શામેલ થઈ હતી. ઇન્વેન્ટમાં પંહોચતાની સાથે જ બધા કેમેરા તેની તરફ ફરી ગયા અને મલાઇકાના ફોટોસ ખેંચવા માટે ફોટોગ્રાફર્સ મલાઇકાના નામની બૂમો પાડવા લાગ્યા હતા. પણ ઘણા ખરા લોકો હાલ સોશ્યલ મીડિયા પર એમના એ જ ગ્લેમરસ અવતાર અને તેમના ડ્રેસને લઈને મજાક બનાવીને ટેને ટ્રોલ કરી રહ્યા છે.

48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે. મિસ ઇન્ડિયા ઈવેન્ટમાં મલાઇકા ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને પંહોચી હતી. આ સાથે ન્યુડ મેકઅપ અને ખુલ્લા વાળ એમના લિકને કમ્પ્લીટ કરી રહ્યા હતા. જો કે આ જ ટ્રાન્સપરંટ આઉટફિટને કારણે હાલ મલાઇકા ટ્રોલરના નિશાને આવી છે.

આ આઉટફિટમાં મલાઇકાને જોઈને ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો ઘણા-ખરા લોકોએ તેનો મજાક બનાવ્યો છે. ઘણા લોકો સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સસ્તી Kendall Jenner કહી રહ્યા છે. તો કોઇ તેની ઉમરને લઈને તેનો મજાક બનાવી રહ્યા છે.

મિસ ઈન્ડિયા વિશે વાત કરીએ તો આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે. ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.

આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબર શામેલ હતા. આ સિવાય બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયાનું ફીનાલે મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો –

ઋષિ સુનકના UK PM બનવાની ચર્ચા વચ્ચે તેમની પત્નીની આ તસવીર થઈ વાયરલ, જાણો શું છે તેનું સત્ય

Amidst the talk of Rishi Sunak

  • બોરિસ જોન્સને ગુરુવારે બ્રિટનના વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે હસ્તાક્ષર કર્યાની સાથે જ હવે નવા વડાપ્રધાનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ હશે.

બોરિસ જોન્સને (Boris Jones) ગુરુવારે બ્રિટનના વડા પ્રધાન (Prime Minister) પદેથી રાજીનામું આપ્યું હતું. તેમણે હસ્તાક્ષર કર્યાની સાથે જ હવે નવા વડાપ્રધાનને (The new Prime Minister) લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે બ્રિટનના આગામી વડાપ્રધાન કોણ હશે. દરમિયાન, ઘણા સંભવિત નામોની ખૂબ ચર્ચા થઈ રહી છે. આમાં સૌથી આગળ ઋષિ સુનકનું (Rishi sunak) નામ છે, જે બોરિસ જોન્સનના કાર્યકાળમાં નાણામંત્રી હતા.

ઋષિ સુનકની ચર્ચા વચ્ચે તેની પત્ની અક્ષતા મૂર્તિ પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ દરમિયાન તેની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તે ટ્રેમાં ચા અને નાસ્તો લઈને જતી જોવા મળી રહી છે. ઘણા લોકો જાણવા માંગે છે કે આ તસવીર ક્યાંની છે. આવો અમે તમને આ ફોટાની વાસ્તવિકતા જણાવીએ.

ઋષિ સુનકે 5 જુલાઈએ રાજીનામું આપ્યું હતું :

હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનાઓથી બોરિસ જોન્સન સરકાર પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. અગાઉ, રુસો-યુક્રેન યુદ્ધ દરમિયાન, ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિનું નામ બ્રિટનમાં ઘણું ઉછળ્યું હતું. ખરેખર, અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિની પુત્રી છે. આવી સ્થિતિમાં કંપનીમાં તેમનો હિસ્સો પણ છે. આ કંપની રશિયામાં પણ કાર્યરત હતી. આવી સ્થિતિમાં વિપક્ષે ઋષિ સુનક પર પણ જોરદાર પ્રહાર કર્યા હતા. જો કે તેણે તે સમયે પોતાની પત્નીનો ખુલ્લેઆમ બચાવ કર્યો હતો, પરંતુ બોરિસ જોન્સન સરકાર પર ઉભા થયેલા પ્રશ્નોને કારણે ઋષિ સુનકે 5 જુલાઈના રોજ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

આ છે વાયરલ ફોટોનું સત્ય :

ઋષિ સુનકના રાજીનામા બાદ 6 જુલાઈના રોજ કેટલાક પત્રકારો અને ફોટોગ્રાફર્સ તેમના લંડનના ઘરની બહાર તેમની રાહ જોઈ રહ્યા હતા. આ દરમિયાન ઋષિ સુનકની પત્ની અક્ષતા મૂર્તિ પત્રકારો માટે ચા અને નાસ્તાની ટ્રે લઈને બહાર આવી અને બધાએ મહેમાનગતિ કરી હતી. આ પછી તેનો ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કેટલાક લોકોએ અક્ષતાના આતિથ્યના વખાણ કર્યા તો કેટલાક લોકોએ તે ચાના કપની કિંમત પર ધ્યાન આપ્યું. ઘણા યુઝર્સે તેને એમ્મા લેસી મગએ કહ્યું અને કહ્યું કે તેના એક કપની કિંમત 38 પાઉન્ડ એટલે કે લગભગ 3600 રૂપિયા છે.

બોરિસ જોહ્ન્સન સાથે સરખામણી :

તે જ સમયે, અક્ષતા મૂર્તિની આ તસવીરની તુલના બોરિસ જોન્સનની તસવીર સાથે પણ કરવામાં આવી હતી. જેમાં તે પોતે 2018માં પત્રકારો માટે આ જ રીતે ચા લાવ્યો હતો. ત્યારે બોરિસ વડાપ્રધાન ન હતા. આવી સ્થિતિમાં કેટલાક લોકો સોશિયલ મીડિયા પર બંને તસવીરોની સરખામણી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે સુનક પણ પીએમ બનશે.

આ પણ વાંચો –

આમ આદમી પાર્ટી પંજાબમાં બનાવી શકે છે નાયબ મુખ્યમંત્રી ! આ વ્યક્તિને જવાબદારી સોંપવામાં આવી શકે છે

Thus Aam Aadmi Party

  • સૂત્રોના જણાવ્યા અનુસાર, આ જવાબદારી પાર્ટીના કોઈ પદાધિકારીને સોંપવામાં આવી શકે છે. પંજાબના સંજોગો અનુસાર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

પંજાબને (Punjab) જલ્દી નાયબ મુખ્યમંત્રી (Deputy CM) મળી શકે છે. આમ આદમી પાર્ટી (AAP)ના નેતૃત્વવાળી સરકાર તેના પર વિચાર કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટીના કોઈ કાર્યકર્તાને આ જવાબદારી સોંપવામાં આવી શકે છે. પંજાબના સંજોગો અનુસાર આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં AAPએ ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. પાર્ટીએ 117 સભ્યોની વિધાનસભામાં 92 બેઠકો જીતીને જંગી જીત નોંધાવી હતી. AAPએ ભગવંત માનને રાજ્યના સીએમ બનાવ્યા. પાર્ટીએ તેમના નેતૃત્વમાં ચૂંટણી લડી હતી.

નાયબ મુખ્યમંત્રી કેબિનેટ મંત્રીના દરજ્જા સમાન છે :

નાયબ મુખ્યમંત્રી પદ બંધારણીય નથી. તે રાજ્યના કેબિનેટ મંત્રીના પદની સમકક્ષ છે. નાયબ મુખ્યમંત્રીને ભથ્થાં મળે છે જે કેબિનેટ મંત્રીને મળવા પાત્ર છે. અવિભાજિત પંજાબમાં નાયબ મંત્રીઓ, રાજ્ય મંત્રીઓ અને કેબિનેટ મંત્રીઓ હતા. 1966 માં, હરિયાણાને પંજાબમાંથી અલગ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યું છે.

ડેપ્યુટી સીએમને સામાન્ય રીતે અન્ય કેબિનેટ મંત્રી તરીકે એક કે બે પોર્ટફોલિયો મળે છે. એવું કહેવાય છે કે ડેપ્યુટી સીએમનું વાસ્તવિક મહત્વ તેમને ફાળવવામાં આવેલા પોર્ટફોલિયો પર આધારિત છે. તેમજ ડેપ્યુટી સીએમ પાસે કોઈ ચોક્કસ નાણાકીય સત્તા હોતી નથી. ડેપ્યુટી સીએમ પાસે અન્ય કેબિનેટ મંત્રીઓ જેટલી જ નાણાકીય સત્તા હોય છે.

પંજાબના ઈતિહાસમાં એક વખત બે નાયબ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2021માં, સુખજિંદર સિંહ રંધાવા અને ઓમ પ્રકાશ સોનીને ચરણજીત સિંહ ચન્ની હેઠળ પંજાબના નાયબ મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો –

ગુજરાતમાં ચોમાસું જામ્યું, અમદાવાદમાં ધોધમાર, જાણો હવામાન વિભાગે શું કરી મોટી આગાહી ?

0

Monsoon arrives in Gujarat

  • હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે.

ગુજરાતમાં ચારેબાજુ વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે (Department of Meteorology) રાજ્યમાં ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.

હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત 182 mm વરસાદ ખાબક્યો છે. ખુશીની વાત એવી છે કે 6 ટકા વરસાદ હાલની સ્થિતિ કરતા વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો છે.

નવસારીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ :

નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જલાલપોરમાં નહીવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણાંમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીની આવક થતા ગણદેવીના દેવધા ડેમ ઓવરફ્લો થયો છે.

જેને પગલે ગણદેવી, બીલીમોરા શહેર સહિત આસપાસના ગામડાઓની પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇના પાણીની રાહત થઈ છે. ચીખલી તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 3 ઇંચ, જ્યારે ગણદેવી અને ખેરગામ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગત રોજ સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.

આ પણ વાંચો –