Tuesday, Apr 29, 2025

ગર્વની જાહેરાત, CM ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગુજરાતમાં પ્રથમવાર યોજાશે નેશનલ ગેમ્સ, દેશના 25 હજાર રમતવીરો ભાગ લેશે

2 Min Read

Proud announcement, CM Bhupendra Patel

  • ભારતીય ઓલિમ્પિક સંઘે કહ્યુ કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયાન ગુજરાતના વિવિધ શહેરોમાં આ ગેમ્સ આયોજિત થશે. પહેલીવાર ગુજરાત આ પ્રકારના ગેમ્સની યજમાની કરશે

ગુજરાત ઓલિમ્પિકની (Gujarat Olympics) તૈયારી તરફ આગળ વધી રહ્યુ છે. તે પહેલા ગુજરાતના આંગણે મોટી સ્પોર્ટસ ઈવેન્ટ (Sports event) યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં 36 મો રાષ્ટ્રીય સ્પોર્ટસ મહોત્સવ (National Sports Festival) યોજાવાની જાહેરાત કકરાઈ છે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ગુજરાતના આંગણે રમાનારી નેશનલ ગેમ્સ 2022 ની ઈવેન્ટ ખાસ બની રહેશે.

ગુજરાત પહેલીવાર આ પ્રકારના નેશનલ લેવલના રમોત્સવની યજમાની કરવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી કે, ગુજરાતમાં પહેલીવાર રાષ્ટ્રીય રમતોત્સવ યોજાશે. 36 મી નેશનલ ગેમ્સ 2022 ઈવેન્ટ ગુજરાતના આંગણે રમાશે. જે સપ્ટેમ્બર-ઓક્ટોબર દરમિયા યોજાશે. અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં તેનું આયોજન કરાશે. જેમાં દેશભરના 25 હજારથી વધુ રમતવીરો ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકની દાવેદારી પહેલા ગુજરાત સરકારનું આ મોટું આયોજન છે. નેશનલ ગેમ્સ 2022 નુ ઓપનિંગ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય તેવી શક્યતા છે.

વિવિધ કારણોથી સ્થગિત થઈ રહેલી નેશનલ ગેમ્સની આખરે જાહેરાત થઈ છે. ભારતીય ઓલિમ્પિક સંઘના મહાસચિવ રાજીવ મહેતા આ માહિતી આપી હતી કે, આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાશે. આ નિર્ણય ગુજરાત ઓલિમ્પિક સંઘ અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી લેવાયો છે. ગુજરાત સરકારે આ ગેમ્સના આયોજન માટે ઈચ્છા વ્યક્ત કરી હતી, જેને સ્વીકારમાં આવી હતી. આગામી થોડા દિવસોમાં આ જાહેરાત કરવામાં આવશે.

છેલ્લે કેરળમાં યોજાઈ હતી ગેમ્સ :

આ અગાઉ નેશનલ ગેમ્સ 2015 માં કેરળમાં છેલ્લા યોજાઈ હતી. ગોવામાં નવેમ્બર 2016 માં નેશનલ ગેમ્સ યોજાનાર હતી, પરંતુ રાજ્ય સરકારની અસમર્થતાને કારણે 2 વાર તેને ટાળવામાં આવી હતી. તેના બાદ તેને 2020 માં યોજવાનો નિર્ણય કરાયો હતો. પરંતુ કોરોના મહામારીને કારણે તે આયોજિત થઈ શક્યુ ન હતું.

આ પણ વાંચો –

Share This Article