પત્નીને એઇડ્સની બીમારી થતા સાળીના પ્રેમમાં પડ્યો પતિ, બંનેએ મળીને પત્નીને આપ્યું ખૌફનાક

Share this story

Husband falls

  • પત્નીને એઇડ્સ થતાં પતિને સાળી સાથે પ્રેમ થયો. પતિએ પ્રેમમાં આંધળો બનીને નકરવાનું કરી નાખ્યું. પ્રેમમાં આંધળા બનેલા પતિને અંતે જેલની હવા ખાવાનો વારો આવ્યો.

રાજકોટ (Rajkot) જિલ્લાના વિંછીયા ગામમાંથી 44 દિવસ પહેલા મળી આવેલ મહિલાના હાડપિંજરની હત્યાની પહેલી પોલીસએ સુલઝાવી લીધી છે. આ કેસમાં મૃતકના પતિની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ધરપકડ બાદ ચોંકાવનારી માહિતી સામે આવી છે કે પત્નીને એઇડ્સ (AIDS to wife) થયો છે. જેના કારણે પતિ સાળી સાથે પ્રેમસંબંધ (Romance) બંધાયો હતો. જીજા અને સાળી લગ્ન કરવા માંગતા હતા, પરંતુ પત્ની અડચણ બની રહી હતી. જેના કારણે પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાખી અને લાશને ખેતરમાં પથ્થરો નીચે છુપાવી દીધી હતી.

વિંછીયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.એસ.ચુડાસમા, દેવેન્દ્ર અને જગદીશ સહિતની પોલીસ ટીમ પતિને લઈ ઢોકલવા પોહચી હતી જ્યાં પત્નીની દાટેલી લાશને બહાર કાઢીને જોયું તો હાડપિંજર મળી આવ્યું હતું. પોલીસે હાડપિંજરને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપ્યું છે. આ મામલો ચોટીલા પોલીસ સ્ટેશન હેઠળ બન્યો હતો, જેથી ચોટીલા પોલીસે પતિ સામે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

વિંછીયાના છસિયા ગામે ખેતીકામ કરીને જીવન ગુજારતા પરિવારમાં પાંચ પુત્રીઓ અને એક પુત્ર હતો જેમાંથી ત્રીજી પુત્રી રાજુ ઉર્ફે રંજનબેનના લગ્ન આજથી છ વર્ષ પહેલા દાદલી ગામે રહેતા રાજેશ સાથે થયા હતા. રાજેશ દૂધનો ટ્રક ચલાવે છે. દંપતીને 3 વર્ષનો પુત્ર છે. લગભગ એક વર્ષ પહેલા રંજનને એઈડ્સ હોવાનું નિદાન થયું હતું. આ પછી રાજેશને તેની સાળી ઈન્દુ સાથે અનૈતિક સંબંધો હતા. બંને લગ્ન પણ કરવા માંગતા હતા. જેના કારણે રાજેશે રંજનની હત્યા કરી હતી.

આશરે દોઢ માસ પહેલા રાજેશ તેની પત્નીને ફરવા લઈ જવાના બહાને બાઇક પર છસિયા લઈ ગયો હતો. આ દરમિયાન રાજેશએ મોબાઈલ ચાર્જરના કેબલ વડે પત્નીનું ગળું દબાવી દીધું હતું. આ પછી તેના મૃતદેહને ખેતરમાં જ દફનાવી દેવામાં આવ્યો હતો. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે રાજેશએ તેની પત્નીની ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવી હતી.

આ ઘટનામાં મૃતક પરિણીત મહિલાના પરિવારને રાજેશ પર પહેલેથી જ શંકા હતી. એક મહિના સુધી પોલીસ તપાસમાં પણ કંઈ બહાર આવ્યું ન હતું. આ પછી પરિવારના સભ્યો ધરણા પર બેસી ગયા હતા. જ્યારે મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો ત્યારે તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચની મદદ લેવામાં આવી હતી. તપાસમાં રાજેશને તેની સાળી સાથે પ્રેમસંબંધ હોવાની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચે દોઢ મહિના પહેલા રાજેશની સંપૂર્ણ કુંડળી કાઢીને તેની ધરપકડ કરી હતી. કડક પૂછપરછ કરતાં રાજેશે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.

આ પણ વાંચો –