Wednesday, Mar 19, 2025

BMC ચૂંટણી પહેલા ઉદ્ધવને સૌથી મોટો ઝટકો, શિંદેનું જુથ થયું મજબૂત 

2 Min Read

The biggest tweak to Uddhav

  • શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ તેમને વધુ એક ઝટકો આપ્યો છે.

મહારાષ્ટ્રના (Maharashtra) પૂર્વ મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ (Shiv Sena) ઉદ્ધવ ઠાકરેની (Uddhav Thackeray) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. પાર્ટીના બળવાખોર ધારાસભ્ય અને મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde) તેમને વધુ એક ઝટકો આપ્યો છે. થાણેના 66 કોર્પોરેટર શિંદે જૂથમાં જોડાયા છે. આગામી મ્યુનિસિપલ ચૂંટણી પહેલા 66 કોર્પોરેટરોનું શિંદેને સમર્થન શિવસેના માટે મોટો આંચકો તરીકે જોવામાં આવે છે.

છેલ્લા કેટલાક દાયકાઓથી થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના સત્તા પર છે. થાણેને એકનાથ શિંદેનો ગઢ માનવામાં આવે છે. મેયર નરેશ મ્સ્કે કોર્પોરેટરો સાથે એકનાથ શિંદેને મળ્યા હતા.

ઉદ્ધવ ઠાકરેને સાંસદો પણ આપશે તમાચો !

શિવસેનાના બળવાખોર ધારાસભ્યએ દાવો કર્યો હતો કે 18માંથી 12 સાંસદો ટૂંક સમયમાં એકનાથ શિંદે જૂથમાં જોડાશે. ધારાસભ્ય ગુલાબ રાવ પાટીલે કહ્યું કે શિંદે જૂથ પાર્ટીનું ગૌરવ પુનઃસ્થાપિત કરશે. પાટીલ અગાઉની ઉદ્ધવ ઠાકરે સરકારમાં મંત્રી હતા.

“અમારા (બળવાખોર જૂથ) પાસે 55માંથી 40 ધારાસભ્યો છે અને 18માંથી 12 સાંસદો અમારી સાથે આવી રહ્યા છે. ત્યારે કોનો પક્ષ હતો? હું વ્યક્તિગત રીતે ચાર સાંસદોને મળ્યો છું. અમારી સાથે 22 પૂર્વ ધારાસભ્યો પણ છે.

BMCની ચૂંટણી આ વર્ષે યોજાશે :

તમને જણાવી દઈએ કે BMCની ચૂંટણી થોડા દિવસોમાં યોજાવાની છે. મતદારો પોતપોતાના વોર્ડમાંથી કોર્પોરેટરોને ચૂંટશે જે કોર્પોરેશનના મેયર અને ડેપ્યુટી મેયરને ચૂંટવા માટે મતદાન કરશે. ચૂંટણીની તૈયારીઓ પહેલેથી જ ચાલી રહી છે અને મહારાષ્ટ્ર રાજ્ય ચૂંટણી પંચ (SEC) ટૂંક સમયમાં તારીખોની જાહેરાત કરે તેવી શક્યતા છે.

BMCની ચૂંટણી સામાન્ય રીતે એપ્રિલ-મેમાં યોજાતી હોય છે, પરંતુ આ વખતે OBC અનામતના મુદ્દાને કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. SEC હવે ચોમાસા પછી ચૂંટણી કરાવી શકે છે.

આ પણ વાંચો –

Share This Article