BSF raid in Harami Nala
- Kutch BSF : દરિયો તોફાની હોવા છતાં બોર્ડર એન્ડ સિક્યોરિટી ફોર્સે દિલધકડ કાર્યવાહી કરીને હરામી નાળામાંથી પાકિસ્તાનની 10 બોટ ઝડપી પાડી.
બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા (Harami Nala) વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ (BSF arrest 4 pakistani fishermen) કરી છે. બીએસએફના ખાસ અમ્બુશ દળ તરફથી પિલર નંબર 1165 અને 1166 પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય અન્ય વસ્તુઓ મળી નથી. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર (Two Pakistani fishermen) ઝડપાયા હતા. એવી માહિતી મળી છે કે ભારે વરસાદની આગાહી હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી.
કચ્છમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાણી પહોંચ્યાના 24 કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડા બાદ કેનાલના પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા.
પોરબંદરના દરિયામાં કોસ્ટગાર્ડનું દિલધડક રેસ્ક્યૂ :
ભારતીય કોસ્ટગાર્ડ (Indian Coastguard) દ્વારા દીલધડક રેસ્કયૂ ઓપરેશન (Rescue operation) હાથ ધરવામા આવ્યું હતું. ભારતીય કોસ્ટગાર્ડના મેરીટાઈમ રેસ્ક્યૂ કોર્ડીનેશન સેન્ટરને માહિતી મળી હતી કે યુએઈના ખોર ફક્કનથી કારવાર તરફ જતા ગ્લોબલ કીંગ 1 નામના કાર્ગો જહાજમાં પાણી ભરાઈ રહ્યુ છે. જેના પગલે પોરબંદરના (Porbandar) દરિયાથી 195 કિલોમીટર દૂરથી પસાર થતા કાર્ગો જહાજની મદદ માટે ભારતીય કોસ્ટગાર્ડ તૈયાર થઈ ગચું હતું.
આ પણ વાંચો –