ટ્રક ડ્રાઈવરમાંથી બન્યો દારૂનો સપ્લાયર: 40થી વધુ ગુનાઓમાં આરોપી નાગદાન ગઢવીએ કર્યા ચોંકાવનારા ખુલાસા

Share this story

Truck driver turns into liquor supplier

  • ગુજરાતમાં પોલીસના ચોપડે વોન્ટેડ અને નામચીન બુટલેગર નાગદાન ગઢવીની હરિયાણાથી ધરપકડ કર્યા બાદ નાગદાન ગઢવીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

ગુજરાતના (Gujarat) અનેક વિસ્તારોમાં વિદેશી દારૂના (Foreign liquor) વેપલામાં સંડોવાયેલ અને વિવિધ પોલીસ સ્ટેશનોના ચોપડે વોન્ટેડ બુટલેગર (Wanted bootlegger) નાગદાન પ્રભુદાન ટાપરીયા (ગઢવી) ની હરિયાણાના ગુરૂગ્રામ (Gurugram) ખાતેથી સ્ટેટ મોનિટરીંગ સેલે (State Monitoring Cell) ધરપકડ કરી લીધી છે. ત્યારે હવે નાગદાન ગઢવીની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.

નાગદાન ગઢવીએ હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી :

નાગદાન ગઢવી કે જેને હરિયાણામાં દારૂની નકલી ફેક્ટરી બનાવી હતી. નાગદાન ગઢવીએ પોતે ત્રણ મહિનાથી હરિયાણામાં રહેતો હોવાની પણ કબૂલાત કરી હતી. વઢવાણમાં ટ્રક ડ્રાઇવરની નોકરી કરતા કરતા નાગદાન દારૂનો સપ્લાયર બન્યો હતો.

નાગદાન વર્ષ 2017થી ફરાર હતો અને તે છેલ્લા 3 મહિનાથી હરિયાણામાં રહેતો હતો. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલે નાગદાન ગઢવીની હરિયાણાના ગુરુગ્રામ ખાતે વૈભવી ફ્લેટમાંથી ધરપકડ કરી લીધી છે. મહત્વનું છે કે, નાગદાન વિરુદ્ધ દારૂની હેરાફેરીના 40થી વધુ ગુનાઓ નોંધાયા છે.

નાગદાન ગઢવી હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો :

નાગદાન ગઢવી હરિયાણાથી ગુજરાતમાં દારૂનું નેટવર્ક સંભાળતો. જણાવી દઇએ કે, બાતમીના આધારે સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે ગુરૂગ્રામ ખાતે સેકટર 104ના પુરી એમરલ્ડ બેય.ફલેટમાંથી નાગદાન ગઢવીને ઝડપી પાડયો હતો. સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધીક્ષક નિર્લિપ્ત રાય અને ટીમને બાતમી મળી હતી કે, ‘નાગદાન ગઢવી હરિયાણાના ગુરૂગ્રામ ખાતે છે.’

આ પણ વાંચો :