શા માટે દર વર્ષે 7 જુલાઈના રોજ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ ચોકલેટ ડે ? જાણો રોચક કહાની

Share this story

Why is World Chocolate Day

  • મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયામાં સૌથી વધારે ચોકલેટનો વપરાશ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં અંદાજે એક વ્યક્તિ વર્ષે 8.8 કિલો ચોકલેટ ખાય છે. કદાચ એટલા માટે જ  સ્વિત્ઝરલેન્ડ પોતાના શાનદાર ચોકલેટ ઉદ્યોગ માટે દુનિયાભરમાં વખણાય છે.

ચોકલેટ (Chocolate) પ્રેમ લગભગ દરેક ઉંમરના લોકોમાં જોવા મળે છે. મોટાભાગના લોકો પોતાની ખુશી ચોકલેટની સાથે સેલિબ્રેટ કરવાનું પસંદ કરે છે. દર વર્ષે જુલાઈ મહિનામાં ‘વર્લ્ડ ચોકલેટ ડે (World Chocolate Day)’ મનાવવામાં આવે છે. આજના સમયમાં કોઈપણ સેલિબ્રેશન (Celebration) હોય લોકો ચોકલેટ ખાવાનું કે ગિફ્ટ કરવાનું પસંદ કરે છે. એટલુ જ નહીં તહેવારોમાં પણ ચોકલેટનું ચલણ વધી ગયુ છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચોકલેટ ડે પણ ઉજવવામાં આવે છે. પરંતુ શુ તમને ખબર છે કે 7 જુલાઈ એ જ કેમ ચોકલેટ ડે મનાવવામાં આવે છે?

ક્યારે થઈ હતી ચોકલેટ દિવસની શરૂઆત :

જોકે, હજુ સુધી ચોક્કસ માહિતી નથી મળી કે ચોકલેટ દિવસની ઉજવણી કરવાની શરૂઆત ક્યારથી થઈ હતી. પરંતુ કહેવામાં આવે છે કે ચોકલેટની શોધ 16મી સદીમાં કરવામાં આવી. 1550માં 7 જુલાઈના રોજથી યૂરોપમાં ચોકલેટની વર્ષગાંઠ મનાવવાની શરૂઆત થઈ હતી. આ અંગે અલગ અલગ રિપોર્ટ્સમાં અનેક દાવા કરવામાં આવે છે. ચોકલેટમાં એન્ટીઓક્સીડેન્ટ નામનો સ્ત્રોત રહેલો છે. જેને ખાવાથી બ્લડ ફ્લોમાં સુધારો થાય છે અને હાર્ટના રોગો થવાનું જોખમ પણ ઘટે છે. જોકે, આ વાત અંગે એક્સપર્ટ્સનો મત અલગ હોઈ શકે. આજકાલ બજારમાં અનેક પ્રકારની ચોકલેટ જેમકે, હોટ ચોકલેટ, મિલ્ક ચોકલેટ, ચોકલેટ કેક, બ્રાઉની ચોકલેટ જેવી અનેક પ્રોડક્ટ ઉપલબ્ધ છે.

આ દેશમાં સૌથી વધુ ચોકલેટ ખવાય છે :

મીડિયા રિપોર્ટ્સ મુજબ દુનિયામાં સૌથી વધારે ચોકલેટનો વપરાશ સ્વિત્ઝરલેન્ડમાં થાય છે. સ્વિત્ઝરલેન્ડમાં અંદાજે એક વ્યક્તિ વર્ષે 8.8 કિલો ચોકલેટ ખાય છે. કદાચ એટલા માટે જ  સ્વિત્ઝરલેન્ડ પોતાના શાનદાર ચોકલેટ ઉદ્યોગ માટે દુનિયાભરમાં વખણાય છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં 8.1 અને જર્મનીમાં વ્યક્તિદીઠ 7.9 કિલો ચોકલેટનું સેવન કરવામાં આવે છે. તમને જાણીને દુઃખ થશે પરંતુ સૌથી વધુ ચોકલેટ ખવાતા દેશોમાં ભારતનો સમાવેશ ટોપ-10માં પણ નથી. જોકે, ભારતમાં ચોકલેટ ખાવાનું અને ગિફ્ટ કરવાનું ચલણ જે રીતે વધે છે તેને જોતા આગામી કેટલાક વર્ષોમાં ભારત પણ મોસ્ટ ઈટિંગ ચોકલેટ કન્ટ્રીમાં શામેલ થઈ શકે છે.

આ પણ વાંચો –