કોરોનાએ ‘ડોલો’ના ઉત્પાદકોને કરી દીધા માલામાલ, હવે પડી ITની રેડ

Share this story

Corona has made the producers

  • કોરોના મહામારી દરમિયાન ડોલોની 350 કરોડ ટેબ્લેટ્સ વેચાઈ

આવકવેરા વિભાગે (Income tax department) બેંગાલુરૂ ખાતે ‘ડોલો’ (Bucket) ટેબ્લેટ્સના ઉત્પાદકોના ત્યાં દરોડો પાડ્યો છે. ડોલો ટેબ્લેટ્સના ઉત્પાદક માઈક્રો લેબ્સ (Micro Labs) પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર આઈટી વિભાગે (IT department) છાપો માર્યો છે.

કોરોનાના 20 મહિના દરમિયાન 350 કરોડ ટેબ્લેટ વેચાઈ

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી દરમિયાન ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શનથી શરૂ કરીને લોકોની વાતોમાં અને સોશિયલ મીડિયા પર એમ દરેક જગ્યાએ DOLO-650 ટેબ્લેટ છવાયેલી રહી હતી. કોરોના મહામારીના 20-22 મહિના દરમિયાન એટલે કે, માર્ચ 2020થી ડિસેમ્બર 2021 દરમિયાન ડોલો 650ની 350 કરોડ ગોળીઓ વેચાઈ ગઈ હતી. ડોલો 650ની ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડે કોરોના કાળ દરમિયાન આશરે 600 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી.

ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રિબ્યુટર જીસી સુરાણાએ 1973ના વર્ષમાં આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તેમનો દીકરો દિલીપ સુરાણા આ કંપની ચલાવે છે. કંપનીએ પોતાની પેરાસિટામોલ બ્રાન્ડ ડોલોને 650 મિલિગ્રામ કેટેગરીમાં લોન્ચ કરી છે જ્યારે બાકીની બ્રાન્ડ માત્ર 500 મિલિગ્રામ પેરાસિટામોલ આપે છે.

ઉપરાંત તેના પ્રમોશનમાં FUO એટલે કે ‘Fever of Unknown Origin’ શબ્દનો ઉપયોગ થતો હોવાથી પણ કંપનીને ફાયદો મળ્યો હતો.

આ પણ વાંચો –