જ્યાં નીચે મગરોના ટોળા ફરે છે એ વડોદરાનો ફેમસ કાલાઘોડા બ્રિજ ગમે ત્યારે તૂટવાની સ્થિતિમાં આવ્યો !

Share this story

Vadodara’s famous Kalaghoda

  • જૂના નવા વડોદરાને જોડતો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ વડોદરાના નાગરિકો માટે અવરજવરનું મુખ્ય માધ્યમ છે. ત્યારે 60 વર્ષ જૂનો બ્રિજ હવે જૂનો થવા આવ્યો છે, છતા તંત્ર તેના રીપેરીંગના કામને ધ્યાનમાં નથી લઈ રહ્યું.

વડોદરાની (Vadodara) મધ્યમાં આવેલો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ (Vishwamitri Bridge) જર્જરિત હાલતમાં થઈ ગયો છે. બ્રિજની બંને બાજુની રેલિંગો તૂટી પડી છે, જેના કારણે ગમે ત્યારે હોનારત સર્જાય તેવી સ્થિતિ ઊભી થઈ છે. બ્રિજની હાલત એવી છે કે ગમે ત્યારે મોટી દુર્ઘટના (Big tragedy) સર્જાઈ શકે છે. આવામાં શુ તંત્ર આ દુર્ઘટનાની રાહ જોઈને બેસ્યુ છે તેવા નાગરિકો સવાલ કરી રહ્યાં છે.

જૂના નવા વડોદરાને જોડતો ઐતિહાસિક કાલાઘોડા વિશ્વામિત્રી બ્રિજ વડોદરાના નાગરિકો માટે અવરજવરનું મુખ્ય માધ્યમ છે. આ બ્રિજ 60 વર્ષ જૂનો બ્રિજ હોવાનું માનવામાં આવે છે. જોકે આ બ્રિજની બંને સાઈડની ફૂટપાથની રેલિંગો જર્જરિત થઈ ગઈ છે. આ ઉપરાંત બ્રિજના મેન સ્લેબ પણ સડી ગયા છે. આરસીસીના પોપડા કરવાના કારણે સ્લેબના સળિયાઓ પણ કટાઈ ગયા છે.

બ્રિજથી કાલાઘોડા સર્કલ તરફ નીચેના ભાગે સતી આશરા માતાનું મંદિર પણ આવેલું છે, જ્યાં હજારો લોકો દર્શન માટે આવે છે. ત્યારે લોકો માટે આ બ્રિજ જોખમી બની ગયો છે. બ્રિજના સળિયા અને રેલિંગો ગમે ત્યારે તૂટી પડે એવી હાલતમાં છે. સ્માર્ટ સિટીમાં અનેક નવા બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ વડોદરાના મધ્યમાં આવેલો કાલાઘોડા સર્કલ બ્રિજ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં કોર્પોરેશનને તેના રીપેરીંગ માટેની કોઈ દરકાર લીધી નથી.

સ્થાનિકોનુ કહેવુ છે કે, વિશ્વામિત્રી નદી પર બનેલો કાલાઘોડા બ્રિજ ઐતિહાસિક તો છે જ સાથે સાથે હજારો લોકો આ બ્રિજનો ઉપયોગ કરે છે. હજારો વાહન ચાલકોની અવરજવર થાય છે. આ બ્રિજના નીચેના ભાગે નદીમાં મગરોના બાસ્કેટ હોવાનું પણ માનવામાં આવે છે. જો કોઈ દુર્ઘટના બને તો મગરોના હુમલા પણ થઈ શકે છે.

કોર્પોરેશન તંત્રએ આ અગાઉ બ્રિજના રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી. પરંતુ મગર પ્રેમીઓએ આ કામગીરી અટકાવી હતી. જો કે ત્યારબાદ જે તે વખતના ટેન્ડરની કામગીરી અધૂરી રહી તેના કારણે રીપેરીંગનું કામ થઈ શક્યું નથી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જણાવી રહ્યા છે કે ફરી ટેન્ડર પાડીને વહેલી તકે બ્રિજનું રીપેરીંગ કામ કરવામાં આવશે.

આ પણ વાંચો –