Father-daughter duo make
પિતા-પુત્રીની જોડીએ IAFમાં ઇતિહાસ રચ્યો છે. દેશના ઇતિહાસમાં પહેલી વાર એક પિતા અને દીકરીએ ફાઇટર પ્લેનની એક સાથે ઉડાન ભરી છે. આ કોઇ ફિલ્મનું દર્શ્ય નથી પણ સૈનાનું જીવતું જાગતું ઉદાહરણ છે. અનન્યાના પિતા એર કોમોડોર સંજય શર્મા 1989માં IAF ના ફાઇટર સ્ટ્રીમમાં (Fighter stream) નિયુક્ત થયા હતા. તેમની પાસે મિગ-21 સ્ક્વૉડ્રન તેમજ ફ્રન્ટલાઇન ફાઇટર સ્ટેશનના (Frontline fighter station) કમાન્ડિંગ સાથે ફાઇટર ઓપરેશન્સનો બહોળો અનુભવ હતો.
એરફોર્સના ફાઈટર પાઈલટ સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યાએ 30 મેના રોજ કર્ણાટકના બિદર એરબેઝ પર આ પરાક્રમ કર્યું છે. બંનેએ પોતપોતાના વિમાનોમાં ઉડાન ભરી અને આકાશમાં અનોખી રચના કરી. આ ફ્લાઈટ ત્યારે ચર્ચામાં આવી જ્યારે મંગળવારે તેની તસવીરો સામે આવી.
નાની અનન્યા જેમ જેમ મોટી થઇ રહી હતી તેમ, તેણે પોતાના પિતા અને ભારતીય વાયુસેના (IAF)માં ફાઇટર પાઇલટને તેમના સાથી સ્ક્વૉડ્રન પાઇલટ્સ સાથે આ ખૂબ જ ગાઢ સંબંધ થઇ ગયો. IAF માં ઉછર્યા પછી, એવો કોઇ બીજો વ્યવસાય નહોતો કે જેમાં તે જવાની કલ્પના પણ કરી શકે. અનન્યાએ 2016માં IAF ની પ્રથમ મહિલા ફાઇટર પાઇલટ તરીકે પ્રવેશ કર્યો આજે તેનું જીવનભરનું સપનું હવે સાકાર થયું છે. ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશનમાં બી ટેકનો અભ્યાસ પૂરો કર્યા પછી, તેણીને IAFની ફ્લાઇંગ શાખા માટે તાલીમ માટે પસંદ કરવામાં આવી હતી. તેને ડિસેમ્બર 2021 માં ફાઇટર પાઇલટ તરીકે નિયુક્ત કરવામાં આવી હતી.

પિતા-પુત્રીની જોડીએ 30 મે 2022ના રોજ એરફોર્સ સ્ટેશન, બિદર ખાતે હોક-132 એરક્રાફ્ટની સમાન ફોર્મેશનમાં ઉડાન ભરીને ઇતિહાસ રચ્યો હતો, જ્યાં ફ્લાઇંગ ઓફિસર અનન્યા શર્મા IAFના ઝડપી અને વધુ શ્રેષ્ઠ ફાઇટર એરક્રાફ્ટમાં સ્નાતક થાય તે પહેલાં તેની તાલીમ લઇ રહી છે. IAFમાં અગાઉ એવો કોઇ દાખલો નથી કે જ્યાં પિતા અને તેની પુત્રી મિશન માટે સમાન ફાઇટર ફોર્મેશનનો હિસ્સો બન્યા હોય. આ એવું મિશન હતું જ્યાં એર કોમોડોર સંજય અને ફ્લાઇંગ ઓફિસર અનન્યા માત્ર પિતા અને પુત્રી કરતાં કંઇક વિશેષ સ્થિતિમાં હતા. તેઓ એવા કમાન્ડર હતા, જેમને સાથી વિંગમેનની જેમ એકબીજામાં પૂરો વિશ્વાસ હતો.

એરફોર્સના ફાઈટર પાઈલટ સંજય શર્મા અને તેમની પુત્રી અનન્યાએ 30 મેના રોજ કર્ણાટકના બિદર એરબેઝ પર આ પરાક્રમ કર્યું હતું. ફાઈટર પાઈલટ પિતા-પુત્રીએ એકસાથે ઉડાન ભરીને ઈન્ડિયન એરફોર્સ (IAF)ના ઈતિહાસમાં પોતાનું નામ બનાવ્યું. એર કમાન્ડર સંજય શર્મા અને તેમની પુત્રી ફ્લાઈંગ ઓફિસર અનન્યા એરફોર્સમાં પ્રથમ પિતા-પુત્રીની જોડી બની છે જેણે એકસાથે ફાઈટર એરક્રાફ્ટ ઉડાડ્યું છે. શર્માએ તેમની પુત્રી સાથેની ટ્રેનીંગને તેમના જીવનનો “સૌથી મહત્ત્વનો દિવસ” ગણાવ્યો હતો.
આ પણ વાંચો –