ફિલ્મ Kaali ને લઈને વધ્યો વિવાદ : દિલ્હી-UPમાં દાખલ થઈ FIR, ધાર્મિક ભાવનાઓ દુભાવવાનો આરોપ

Share this story

Controversy erupts over film Kaali

  • ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. જેના વિરોધમાં દિલ્હી અને યુપીમાં ફિલ્મના ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.

ફિલ્મ ‘કાલી’ (Kaali)ને લઈને વિવાદ સતત વધી રહ્યો છે. તો વળી ફિલ્મ નિર્માતા લીના મણિમેકલઈનો પણ ભારે વિરોધ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social media) પર તેની ફિલ્મના પોસ્ટરને લઈને વિવાદ રોકાવાનું નામ નથી લેતો. હવે ઉત્તર પ્રદેશમાં (Uttar Pradesh) પણ તેને લઈને ફરિયાદ નોંધાઈ છે.

યુપી પોલીસે હિન્દુ દેવતાઓના અપમાનજનક પોસ્ટરને લઈન ફરિયાદ નોંધી છે. આ ફરિયાદ સોમવારે નોંધાઈ છે. યુપીમાં ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ગુનાહિત ષડયંત્ર, પૂજા સ્થળ પર અપરાધ, અને જાણી જોઈને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાના ઈરાદાથી શાંતિ ભંગ કરવાનો આરોપસર ફરિયાદ નોંધાઈ છે.

આ કલમ અંતર્ગત ફરિયાદ નોંધાઈ :

યુપી પોલીસે ફિલ્મ ડાયરેક્ટર લીના મણિમેકલઈ વિરુદ્ધ ફરિયાદ લખનઉના હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં નોંધી છે. તેમના વિરુદ્ધ કલમ 120 બી, 153 બી, 295, 295 એ, 298, 504, 501 (1) બી, 502 (2) અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. આ ઉપરાંત ડાયરેક્ટર પર આઈટી એક્ટની કલમ 66 અને 67 પણ લગાવામાં આવી છે. તો વળી દિલ્હી પોલીસની IFSOની એકમે પણ કાલી ફિલ્મથી સંબંધિત એક વિવાદાસ્પદ પોસ્ટરના સંબંધમાં આઈપીસીની કલમ 153એ અને 295એ અંતર્ગત ફરિયાદ નોંધી છે.

આપને જણાવી દઈએ કે, ફિલ્મ કાલીના પોસ્ટરને લઈને હાલમાં વિવાદ છંછેડાયેલો છે. એક બાજૂ સોશિયલ મીડિયા પર તેના ડાયરેક્ટર પર ટાર્ગેટ કરવામા આવી રહ્યો છે. લોકોનું કહેવુ છે કે, આ હિન્દુઓની આસ્થા અને ભાવનાને ઠેસ પહોંચાડે છે. ફિલ્મના જાહેર કરવામા આવેલા પોસ્ટરમાં એક મહિલાને કાળી માતાનું રૂપ આપવામાં આવ્યું છે, જેમને સિગારેટ પીતા બતાવ્યા છે, તથા તેમના હાથમાં ત્રિશૂલ પણ આપ્યું છે.

આ પણ વાંચો