લાલુ પ્રસાદ યાદવને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઇ જવાશે, AIIMS માં દાખલ કરવામાં આવશે

Share this story

Lalu Prasad Yadav

  • પટનામાં રાબડી દેવીના ઘરમાં પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પગ અને કમરમાં પણ ઈજાઓ થઈ હતી. તેઓ કિડનીની બીમારી સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે.

રાષ્ટ્રીય જનતા દળ (RJD) ના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ (Lalu Prasad Yadav) હાલમાં અસ્વસ્થ અને બીમાર છે. લાલુ યાદવને સારવાર માટે દિલ્હી એરલિફ્ટ (Lalu Yadav Hospitalized)કરવામાં આવશે. તેમને દિલ્હીમાં એઇમ્સમાં (AIIMS)ભરતી કરાવવાની તૈયારી છે. બતાવવામાં આવી રહ્યું છે કે આરજેડી ચીફને એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લઇ જવામાં આવશે. પહેલા પણ લાલુ પ્રસાદ યાદવની એઇમ્સમાં સારવાર ચાલી રહી હતી. એઇમ્સના ડોક્ટર તેમની કિડનીની સારવાર કરી રહ્યા છે. હાલ તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

પટનામાં રાબડી દેવીના ઘર (Rabri Devi House)માં પડી જવાને કારણે તેમના ખભામાં ફ્રેક્ચર થયું હતું. તેમને પગ અને કમરમાં પણ ઈજાઓ થઈ હતી. તેઓ કિડનીની બીમારી સહિત અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ પીડાઈ રહ્યા છે. ગત સવારે અચાનક તેમની તબિયત બગડતાં તેમને પટનાની હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેની પ્રથમ તસવીર સામે આવી છે, જેમાં તે ગંભીર હાલતમાં જોવા મળી રહ્યાં છે. આ તસવીર તેમની પુત્રી રોહિણી આચાર્ય (Rohini Acharya)એ ટ્વીટ કરી હતી.

દીકરી રોહિણીએ હોસ્પિટલમાંથી તસવીર ટ્વિટ કરી :

લાલુ પ્રસાદ યાદવની પુત્રી રોહિણી આચાર્યએ મંગળવારે તેમના ટ્વિટમાં હોસ્પિટલમાં દાખલ પિતાની તસવીર પોસ્ટ કરી હતી. તેમના માટે લખ્યું કે તેમણે તમામ અડચણોને પાર કરી છે, તેમની શક્તિ કરોડો લોકોના આશીર્વાદ છે. તસવીરની વાત કરીએ તો એવું માનવામાં આવે છે કે આ હોસ્પિટલના ICUમાં લાલુની હાલની જ તસવીર છે.

પડી જવાથી ખભાનું હાડકું તૂટી ગયું, શરીરમાં ઈજા :

લાલુ યાદવ પટનામાં રવિવારે તેમની પત્ની રાબડી દેવીના સરકારી નિવાસ સ્થાને પડ્યા હતા. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જેમાં તેમના ખભાનું હાડકું પણ તૂટી ગયું હતું. સાથે જ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ થઈ છે. રવિવારે મોડી રાત્રે તેમની તબિયત અચાનક લથડતા તેમને પટનાની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેજસ્વી યાદવ જાતે ડ્રાઈવ કરી લઈ ગયા :

પુત્ર તેજસ્વી યાદવે પોતે કાર ચલાવી અને લાલુ યાદવને હોસ્પિટલ લઈ ગયા હતા. દીકરી મીસા ભારતી તરત જ દિલ્હીથી પટના પહોંચી હતી. પિતાની હાલત જાણવા પુત્રી રોહિણીએ વીડિયો કોલ પણ કર્યો હતો. આ પછી તેણે લાલુની હોસ્પિટલની તસવીર પોસ્ટ કરી છે.

આ પણ વાંચો –