Vadodara millionaire father
- દીકરીના પિતા એટલા આહત થયા હતા કે તેમણે આ અંગે વડાપ્રધાન કાર્યાલયમાં અરજી આપી હતી. વડાપ્રધાન કાર્યાલયથી પણ અમને યોગ્ય ન્યાય મળે એ દિશામાં કાર્યવાહી થશે એવો પ્રત્યુત્તર મળ્યો હતો.
શહેરનો (Vadodara) હચમચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધર્મી (christian) દસમું પાસ યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં (MS University) એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ 2019માં ફસાવી હતી. તેણે અંગત પળોનો (Personal moments) વીડિયો બનાવીને યુવતીને શરીર પર બ્લેડના 500 જેટલા ઘા મારવા મજબૂર કરી હતી. જે બાદ આ યુવક યુવતીને સપ્ટેમ્બર 2019માં ભગાડી પણ ગયો હતો. તેણે આણંદ (Anand) જઇને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા.
પરિવારે દીકરીને પાછી લાવવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસ કર્મીઓ પણ યુવાન સાથે મળેલા હોવાના જણાયું હતુ. આ સાથએ પોલીસકર્મીઓએ લાંચ પણ માંગી હતી. હાલ આ યુવતી અમેરિકામાં સેટલ થઇ છે. ત્યારે પરિવારે અન્ય લોકો સાથે આવો અમાનુષી અત્યાચાર ન થાય તે માટે સામે આવ્યા છે. હવે, આ અંગે યુવતીના ચેટિંગના આધીરે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે સેલ્વિનની અટકાયત કરી છે.
કરોડપતિ પિતાની હૈયાવરાળ :
શહેરના કરોડપતિ બિલ્ડર પિતાએ આ અત્યાચાર અંગે પોતાનો અવાજ ઊંચો કર્યો છે. તેમણે મીડિયામાં સામે આવીને પોતાની આપવીતી જણાવતા રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારી દીકરી 2019માં એમ.એસ યુનિવર્સિટીમાં LLBમાં ભણતી હતી. એ સમયે 10મું ફેઇલ વિધર્મી યુવક સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનને મારી દીકરીને ફસાવીને જણાવ્યું હતુ કે, તે પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝ, પેટ્રોલ પંપ છે.
‘બ્લેડના ઘા ફોટામાં ગણતો’
તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, સેલ્વિને મારી દીકરીને ખોટી વાતો કરીને ફસાવી હતી. થોડી મુલાકાતો કરીને તે મારી દીકરીને હોટલમાં લઇ ગયો હતો અને ત્યાં જ અંગતપળોની ક્લિપો બનાવી હતી. મારી દીકરીની અંગતપળોની ક્લિપિંગ ઉતારીને તેને બ્લેકમેઇલ કરતો હતો. આ ક્લિપિંગ અમારી પાસે આવી પરંતુ તે અંગેનું હું બાપ તરીકે વર્ણન નથી કરી શકતો. એ સેલ્વિન મારી દીકરીને ધમકાવતો હતો કે, તારા શરીર પર 40 બ્લેડના ઘા મારીને મોકલ નહીં તો આ ક્લિપ વાયરલ કરી દઇશ. તો મારી દીકરી તે પણ કરતી અને ફોટા પાડીને મોકલતી. ત્યારે આ યુવાન કહેતો કે આ 40 નહીં 38 છે તો હવે બીજા 80 બ્લેડના ઘા મારીને મોકલ. મારી દીકરી તેને આજીજી કરતી કે હું હવે આ રીતે મરી જઇશ.
‘ભગાડીને લગ્ન કરી લીધા હતા’ :
પિતાએ આપવીતી જણાવતા કહ્યુ કે, સેલ્વિન પ્રિયંકાને સપ્ટેમ્બર 2019માં ભગાડી ગયો અને આણંદ લઇ જઇ લગ્ન કરી લીધા હતા. સેલ્વિન જ્યારે અમારી દીકરીને ભગાડી ગયો ત્યારે અમે ઘરમાં એક શુભ પ્રસંગ લઇને બેઠા હતા, જેથી અમે તેની સામે તાત્કાલિક ફરિયાદ પણ કરી શક્યા ન હતા. પ્રસંગ પૂર્ણ થયા બાદ અને સેલ્વિન-પ્રિયંકાના લવ-મેરેજના થોડા મહિના બાદ અમને તેમના પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે, પ્રિયંકા સાથે મારઝૂડ થાય છે અને માંસાહાર કરવા દબાણ કરવામાં આવે છે તેમજ મજૂરની જેમ કામ કરાવવામાં આવે છે. જે દીકરીને અમે આખી જિંદગી હાથ પણ અડાવ્યો ન હતો તેની આવી હાલત અમારાથી ન જોઇ શકાઇ અને અમે સી ટીમનો (She team) સંપર્ક કર્યો હતો.
પોલીસકર્મીઓ પણ યુવાનને અમારી વાતો કરતા હતા’ :
તેમણે વધુમાં જણાવ્યું કે, જે બાદ છાણી પોલીસ સ્ટેશનથી SHE ટીમ આવી હતી. આ ટીમમાં નોયલ સોલંકી નામનો પોલીસકર્મી પણ હતો. નોયલે અમારી સાથે વાતચીત કર્યા બાદ દૂર જઇને સામેના યુવક સાથે ફોન પર વાત કરી હતી. એ પછી નોયલે અમારી સાથે ચર્ચા દરમિયાન મને પૂછ્યું કે, તમારી દીકરીને તમારે ઘરે પાછી લાવીને તમે શું કરવા માગો છો? સી ટીમમાં મહિલાઓ પણ હતી પરંતુ બધી વાતચીત આ વ્યક્તિ જ કર્યો હતો. નોયલે તે રાત્રે અમારી સાથે વાત કરી અને ચર્ચા દરમિયાન તેણે હાથના ઇશારાથી પાંચ હજાર પણ માગ્યા. હું આ ઈશારો સમજી જતાં પોલીસ જીપની પાસે જઇ તેને આપ્યા અને તેણે રૂપિયા ગાડીમાં મૂકવા ઇશારો કર્યો.
મેં રૂપિયા ગાડીની સીટ પર મૂક્યા હતા. ગાડીમાં આ રૂપિયા મૂક્યા એના CCTV પણ અમારી પાસે છે. જે જેતે વખતે અમે પોલીસ કમિશ્નરને પણ આપ્યા હતા. નોયલની કામગીરી પર શંકા ઊપજી જેથી અમે SHE ટીમના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો. તેમણે મારી દીકરીનું કાઉન્સેલિંગ કરાવ્યું. આખરે દીકરી અમારા ઘરે પરત આવી હતી અને સેલ્વિને ગુજારેલા અત્યાચારની વાત કરી. એ અંગે તેની વિરુદ્ધ સપ્ટેમ્બર 2021માં છાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
યુવાનની અટકાયત :
છાણી પોલીસે આ અંગે સેલ્વિન પાઉલ પરમાર, તેના પિતા પાઉલ પરમાર અને બહેન શ્વેતા પરમાર (તમામના રહે. માંગલ્ય સોસાયટી, છાણી કેનાલ પાસે, છાણી) સામે ગુનો નોંધી સેલ્વિનની અટકાયત કરી છે.
આ પણ વાંચો –