સોનૂ સૂદે સર્જરી માટે કરી હતી મદદ, છોકરીએ ગોલ્ડ મેડલ જીતીને સોનૂને કર્યુ સમર્પિત

Share this story

Sonu Sood helped for surgery

  • સોનૂ સૂદે હમેશાં ગરીબ લોકોની મદદ કરવા માટે તત્પર હોય છે ત્યારે સૂદે 2 વર્ષ પહેલા સોનૂ સૂદે એક છોકરીની મદદ કરી હતી. જેને હવે ગોલ્ડ મેડલ જીતીને સોનૂ સૂદના ચરણોમાં સમર્પિત કર્યો છે.

બોલિવુડ એક્ટર સોનૂ સૂદ (Bollywood actor Sonu Sood) વર્ક ફ્રન્ટ પર એક્ટિવ રહેવા ઉપરાંત જેટલી થઇ શકે, તેટલી લોકોની મદદ પણ કરે છે. પહેલા લોકડાઉન દરમિયાન સોનૂ સૂદે લોકોની મદદ કરવાની શરૂઆત કરી હતી, જે હજુ સુધી ચાલુ છે, 2 વર્ષ પહેલા સોનૂ સૂદે એક છોકરીની મદદ કરી હતી. જેને હવે ગોલ્ડ મેડલ (Gold medal) જીતીને સોનૂ સૂદના ચરણોમાં સમર્પિત કર્યુ છે. સોનૂ સૂદે આ છોકરીની સોશિયલ મીડિયા (Social media) પર પ્રશંસા કરી છે.

સોનૂ સૂદે સોશિયલ મીડિયા પર કરી પ્રશંસા :

સોનૂ સૂદે લખ્યું કે, ‘જ્યારે તમે જુઓ છો કે, તમારું બીજાના જીવન પર એક સકારાત્મક પ્રભાવ રહ્યો છે, તો આ તમારા જીવન વધુ સાર્થક બનાવે છે, હું અમૃતપાલને 2 વર્ષ પહેલા મળ્યો હતો, જ્યારે તેને ઘૂંટણની સર્જરીની જરૂર હતી. તેના સપનાઓ ખૂબ જ મોટા હતા, પણ પરિસ્થિતિ તેની સાથે ન હતી, તેને ત્યાં સુધી પહોંચાડવામાં મદદ કરવી મારા જીવનના સૌથી મોટા સન્માનોમાંથી એક છે અને તેના હાથોમાં આ મેડલ જોવું તેને હજુ વધારે સાર્થક બનાવી ગયું.’

કોમનવેલ્થ ગેમ્સમાં જશે અમૃતપાલ :

સોનૂ સૂદે લખ્યું કે, ‘ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનમાં અમૃતપાલે પોતાના પ્રતિસ્પર્ધીને એક પણ પોઈન્ટ આપ્યા વગર ગોલ્ડ મેડલ જીતી લીધું અને જલદી જ તે Birmingham માં આયોજિત કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મને વિશ્વાસ છે કે, તે આપણા આને આપણા દેશ માટે ગૌરવ લઈને જ આવશે.’ સોનૂ સૂદની પોસ્ટ પર રિપ્લાય કરતા અમૃતપાલે પોતાનું મેડલ તેમને સમર્પિત કરવાની વાત કહી છે.

છોકરીએ સોનૂ સૂદને સમર્પિત કર્યું મેડલ :

અમૃતપાલે લખ્યું કે, ‘પોતાના સેવિયર સોનૂ સૂદ સરને મળી, જેમને 2 વર્ષ પહેલા મારી મદદ કરી હતી. ઓલ ઈન્ડિયા કરાટે ચેમ્પિયનશીપમાં જીતેલું આ ગોલ્ડ મેડલ તમને ડેડીકેટ કરી રહી છું સર! થેંક્યું સો મચ ખરાબ સમયમાં મારી મદદ કરવા માટે, હું તમારી મદદ વગર આ ન કરી શકી હોત.’ આના પહેલા સોનૂ સૂદ બિહારની એક છોકરીને મદદ કરવાને લઈને ચર્ચામાં રહ્યો હતો.

આ પણ વાંચો –