બાલટાલ અને પહલગામમાં યાત્રા પર હંગામી રોક, ખરાબ હવામાનના કારણે યાત્રીઓને રોક્યા

Share this story

Temporary ban on travel

  • જમ્મુ અને કાશ્મીર સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે.

જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) સ્થિત પવિત્ર અમરનાથ ગુફામાં (Amarnath Cave) બાબા બર્ફાનીના દર્શન પર હંગામી ધોરણ રોક લગાવી દેવામાં આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, ખરાબ હવામાનના કારણે આ રોક લગાવામાં આવી છે. પ્રશાસને જણાવ્યું છે કે, ખરાબ હવામાનના (Bad weather) કારણએ બાલટાલ અને પહલગામમાં (Pahalgam) હંગામી ધોરણે યાત્રા પર રોક લગાવામાં આવી છે. કહેવાયુ છે કે, હવામાન સાફ થયા બાદ જવાની મંજૂરી આપવામાં આવશે. કશ્મીર ઘાટીમાં આગામી 24થી 36 કલાક સુધી વરસાદનું એલર્ટ છે. ઘાટીમાં મોડી રાતે ભારે વરસાદ પડ્યો હતો.

આપને જણાવી દઈએ કે, જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં અમરનાથ યાત્રા 2022ના પ્રથમ ચાર દિવસમાં કુલ 40,233 યાત્રીઓએ પવિત્ર ગુફા મંદિરના દર્શન કર્યા હતા. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, 30 જૂનને યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં કુલ 40,223 તીર્થયાત્રીઓએ ગુફા મંદિરના દર્શન કર્યા છે.

6300 યાત્રીઓનો છઠ્ઠો જથ્થો રવાના થયો :

આ અગાઉ કડક સુરક્ષાની વચ્ચે 6300થી વધારે યાત્રીઓનો છઠ્ઠો જથ્થો દક્ષિણ કશ્મીરમાં 3880 મીટર ઉંચાઈ પર આવેલા પવિત્ર અમરનાથ ગુફા દર્શન માટે મંગળવારે રવાના થયો હતો. અધિકારીઓએ આ પ્રકારની જાણકારી આપી છે. સુરક્ષામાં કેન્દ્રીય ફોર્સના કુલ 239 વાહનોમાં કુલ 6351 તીર્થયાત્રી અહીં ભગવતી નગર યાત્રી નિવાસીથી રવાના થયા હતા. તેમાં 4864 પુરુષો, 1284 મહિલાઓ, 56 બાળકો, 127 સાધુ, 19 સાધવીઓ અને એક ટ્રાંસજેંડર છે.

આ પણ વાંચો –