સિદ્ધુ મુસેવાલા કેસમાં મોટી સફળતા, સિંગરને પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારનાર શૂટરની ધરપકડ

Share this story

Big success in Sidhu Musewala

  • દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાને ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી મોટી સફળતા પ્રાપ્ત કરી છે. શૂટર સાથે તેનો વધુ એક સાથી પોલીસના હાથે ઝડપાયો છે.

દિલ્હી પોલીસને (Delhi Police) સિદ્ધુ મુસેવાલાના હત્યા કેસમાં મોટી સફળતા મળી છે. પોલીસે શૂટઆઉટમાં સામેલ અંકિત અને તેના સાથી સચિન ભિવાનીની (Sachin Bhiwani) ધરપકડ કરી છે. આ બંને લોરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને ગોલ્ડી બરારની (Goldie Barar) ગેંગમાં કામ કરતા હતા. પોલીસે તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ અને એક 9mm ની પિસ્તોલ, એક .3mm ની પિસ્તોલ અને ડોંગલ સાથે બે મોબાઈલ સેટ જપ્ત કર્યા છે.

પોલીસના જણાવ્યા અનુસાર, અંકિત સિરસાએ નજીકથી સિદ્ધુ મુસેવાલા પર ગોળી ચલાવી હતી. પ્રિયવ્રત ફૌજીની સાથે અંકિત ગાડીમાં જ હાજર હતો. શરૂઆતમાં અંકિત અને ફૌજી બંને એક સાથે ભાગ્યા હતા. પ્રિયવ્રતની પોલીસે પહેલા જ ધરપકડ કરી લીધી હતી. જ્યારે અન્ય આરોપી સચિન ભિવાની સિદ્ધુ મુસેવાલા મામલે ચાર શૂટરોને આશ્રય આપવા માટે જવાબદાર હતો. પોલીસે જણાવ્યું કે સચિન ભિવાની રાજસ્થાનમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું સંપૂર્ણ કામ સંભળાતો હતો.

પોલીસે આ બંનેની 3 જુલાઈ રાતે 11 વાગીને 5 મિનીટ પર કાશ્મીરી ગેટ પાસેના મહાત્મા ગાંધી માર્ગ પરથી ધરપકડ કરી. તેમની પાસે સેડો પિસ્તોલ ઉપરાંત પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ પણ મળી આવ્યા છે. ત્યારે પોલીસે આ મર્ડર કેસમાં સામેલ ડઝનબંધ આરોપીઓને અત્યાર સુધી કસ્ટડીમાં લીધા છે. ત્યારે ગોળી મારનાર શૂટર્સની ધરપકડ ચાલુ છે. સૂત્રોનું કહેવું છે કે તમામ શૂટર્સ લોરેન્સ બિશ્નોઈના નજીક છે. તેમની ધરપકડ માટે દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં પોલીસના દરોડા ચાલુ છે.

જોકે, થોડા દિવસ પહેલા જ મુસેવાલા મર્ડર કેસને લઇને હરિયાણાના ફતેહાબાદમાં પંજાબ પોલીસે દરોડો પાડ્યો, જ્યાં અન્ય એક શકમંદ દેવેન્દ્ર ઉર્ફે કાલા પકડાયો હતો. તેના પર હત્યાકાંડના બે શકમંદોને આશ્રય આપવાનો આરોપ છે. મદદગારોની પૂછપરછના આધાર પર પોલીસ ગોળી મારનાર શૂટર્સના પુરાવા શોધી રહી છે.

આ પણ વાંચો –