ચીની મોબાઈલ કંપની VIVO પર EDની મોટી કાર્યવાહી, દેશભરમાં 44 સ્થળો પર દરોડા

Share this story

ED’s major operation

  • મોટી કાર્યવાહી કરતા EDએ ચાઈનીઝ મોબાઈલ ફોન બનાવતી કંપની Vivo અને તેની સાથે જોડાયેલી અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા છે. મંગળવારે EDની ટીમે દેશભરમાં Vivoના 44 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા.

એક મોટી કાર્યવાહીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ચાઈનીઝ મોબાઈલ ફોન બનાવતી કંપની Vivo અને તેની સાથે સંકળાયેલી અન્ય કંપનીઓ પર દરોડા પાડ્યા છે. મંગળવારે EDની ટીમે દેશભરમાં Vivoના 44 સ્થળો પર એક સાથે દરોડા પાડ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર પ્રદેશ (Uttar Pradesh), બિહાર, મધ્યપ્રદેશ સહિત દક્ષિણ ભારતના (South India) ઘણા રાજ્યોમાં ED દ્વારા અચાનક આ કાર્યવાહી કરવામાં આવી છે.

વાસ્તવમાં, વિવો અને તેની સંબંધિત કંપનીઓ અથવા ફર્મ્સ પર મની લોન્ડરિંગના મામલામાં ED દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કેસમાં તપાસ એજન્સી સીબીઆઈ પહેલાથી જ તપાસ કરી રહી છે. સૂત્રોએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે દરોડા હજુ ચાલુ છે અને જરૂરી દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે. આ કિસ્સામાં કંપની પાસેથી નોંધપાત્ર વસૂલાત કરવામાં આવી છે.

થોડા સમય પહેલા, આ જ કેસમાં એસજીએસટી વિભાગે ગુરુગ્રામમાં એચએસબીસી બેંકના વીવોના ખાતાને એટેચ કરીને લગભગ રૂ. 220 કરોડની વસૂલાત કરી હતી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ દરોડા કરોડોની કરચોરીના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સના આધારે પાડવામાં આવ્યા છે. જેમાં કંપનીએ મળેલી આવક કરતા ઓછી આવક દર્શાવી હોવાનો આક્ષેપ કરાયો છે.

તમને જણાવી દઈએ કે ચીનની મોબાઈલ કંપનીઓ ભારતમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ અને EDના રડાર પર છે. અગાઉ તપાસ એજન્સીએ Xiaomiની સંપત્તિ જપ્ત કરી હતી. જોકે બાદમાં કર્ણાટક હાઈકોર્ટે તેના પર સ્ટે મુકી દીધો હતો. હાલમાં વિવોના 44 સ્થળો પર EDના દરોડા ચાલુ છે.

આ પણ વાંચો –