HomeCrimeઅજમેરના હિસ્ટ્રીશીટરે નુપુર શર્માનું માથું વાઢી નાખવાની ધમકી આપી, વીડિયો વાયરલ થતા...

અજમેરના હિસ્ટ્રીશીટરે નુપુર શર્માનું માથું વાઢી નાખવાની ધમકી આપી, વીડિયો વાયરલ થતા હડકંપ

Date:

Related stories

Video : નેપાળમાં એવરેસ્ટ નજીક બે હેલિકોપ્ટર વચ્ચે ભયાનક ટક્કર, ભારતીય નાગરિકનું મોત; અનેક લોકો ઘાયલ

નેપાળના વિશ્વપ્રસિદ્ધ માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં મંગળવાર, 3 નવેમ્બર 2026ના...

અમરેલીમાં સળગેલી તુફાન ગાડીમાંથી બે મજૂરોના મૃતદેહ મળ્યા, હત્યાની આશંકાથી પોલીસ તપાસ તેજ

અમરેલી: અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં એક...

૩ નવેમ્બર ૨૦૨૬નું રાશિફળ: જાણો મંગળવારે મેષથી મીન રાશિ સુધીનો દિવસ કેવો રહેશે

​મેષ (Aries): રાશિ સ્વામી મંગળવારના પ્રભાવથી તમારા સાહસ, પુરુષાર્થ...

ધનતેરસ પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ખરીદદારોને મળી શકે રાહત

ધનતેરસ અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે...
spot_img

Ajmer historian threatens

  • રાજસ્થાનના ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે.

રાજસ્થાનના (Rajasthan) ઉદયપુરમાં દરજી કન્હૈયાલાલની હત્યાનો (Kanhaiyalal murder) મામલો હજુ શાંત નહતો પડ્યો ત્યાં તો વધુ એક વીડિયોએ પ્રશાસનની ઊંઘ ઉડાવી દીધી છે. અજમેર દરગાહના (Ajmer Dargah) હિસ્ટ્રીશીટર સલમાન ચિશ્તિએ (Salman Chishti) ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્માને (Nupur Sharma) મારી નાખવાની ધમકી આપી છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માનું માથું વાઢી નાખનારાને પોતાનું મકાન આપવાની વાત કરી રહ્યો છે.

વીડિયો વાયરલ થયા બાદ પ્રશાસન અલર્ટ મોડમાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સલમાન ચિશ્તિ નુપુર શર્માને ગોળી મારવાની કે મારી નાખવાની વાત કરી રહ્યો છે. આ સાથે જ વીડિયોમાં તે એવું પણ કહેતો જોવા મળી રહ્યો છે કે જે પણ વ્યક્તિ નુપુર શર્માને મારી નાખશે તેને તે ઈનામ તરીકે પૈસા અને પોતાનું મકાન આપશે.

વીડિયો વાયરલ થયા બાદ ASP વિકાસ સાંગવાનનું નિવેદન સામે આવ્યું છે. સાંગવાને કહ્યું કે વોટ્સએપના માધ્યમથી તેને પણ આ વીડિયો મળ્યો છે. તેમણે કહ્યું કે વીડિયો અંગે પોલીસ પ્રશાસનનું વલણ એકદમ કડક છે. વીડિયોમાં સલમાન ચિશ્તિ નશાની હાલતમાં જોવા મળી રહ્યો છે. આ અંગે પોલીસે દરગાહના અધિકારીઓ સાથે પણ વાત કરી છે અને જેમ બને તેમ જલદી વીડિયોને વાયરલ થતો રોકવાના નિર્દેશ આપ્યા છે.

સાંગવાને ન્યૂઝ એજન્સી ANI ને જણાવ્યું કે આરોપી સલમાન ચિશ્તિ દરગાહ પોલીસ મથક વિસ્તારનો રહીશ છે. પોલીસ સલમાનની શોધ કરી રહી છે. તેને જલદી પકડી લેવાશે અને તેના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

Subscribe

Latest stories