વિધાનસભા ચૂંટણીની તૈયારી : શનિવારે સુરત ખાતે ભાજપની કારોબારી મળશે, સંખ્યાબળ વધારવા આદેશ અપાશે

Share this story

Preparations for Assembly elections

  • ઉદયપુર – અમરાવતી જેવી ઘટનાઓ ગુજરાતમાં ન બને તે અંગે ચર્ચાની સંભાવના. આપના વ્યાપ અંગે મનન થશે, ગરીબલક્ષી યોજનાઓ બાબતે ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી (Assembly elections) આવી રહી છે તે પૂર્વે શનિવારે ગુજરાત ભાજપની કારોબારી બેઠક (BJP executive meeting) સુરતમાં મળવા જઇ રહી છે. આ કારોબારી બેઠકમાં ભાજપ પોતાના કારોબારી સભ્યોને (To executive members) કાર્યકર્તાઓની સંખ્યા વધારવા માટે આદેશ આપશે. ગુજરાતમાં હાલ આમ આદમી પાર્ટી ધીરેધીરે પોતાનો વ્યાપ વધારી રહી છે. ભાજપને કોંગ્રેસ કરતાં વધુ ચિંતા આમ આદમી પાર્ટીને લઇને છે, ત્યારે તેની સામે ભાજપ પોતાના કાર્યકર્તાઓનું બળ વધારવા પ્રયત્ન કરશે.

પાર્ટીએ ગુજરાતમાં 75 લાખ પેજ સમિતિ સભ્યોનું લક્ષ્યાંક સેવ્યું :

ભાજપના નેતાના જણાવ્યા અનુસાર પાર્ટીએ ગુજરાતમાં 75 લાખ પેજ સમિતિ સભ્યોનું લક્ષ્યાંક સેવ્યું છે. અમારી પાર્ટી કેડર બેઝ હોવાથી કાર્યકર્તાઓનું સંખ્યાબળ ખૂબ વધુ હોય તે જરૂરી છે જેથી પાર્ટી અને તેની સરકારના ઉપલા સ્તરે થતાં કામો છેક નીચે સામાન્ય લોકો સુધી પહોંચે. આમ આદમી પાર્ટી જે રીતે પોતાનો પ્રચાર કરી રહી છે અને સામે ગુજરાતની ભાજપ સરકારને પડકાર ફેંકી રહી છે, તે ચિંતાનો વિષય ચોક્કસ છે.

વધુ સમિતિઓ બનાવવા પર અહીં બેઠકમાં ભાર મૂકાશે :

નેતાએ વધુમાં કહ્યું કે છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમયથી પેજ સમિતિ અને પેજ પ્રમુખને લઇને સંગઠનાત્મક કાર્યવાહી થઇ રહી છે, પરંતુ ઘણી જગ્યાએ તેના ધાર્યાં પરિણામ મળ્યાં નથી. ગઇ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં જે જોરથી કામ થયું તે હાલ પેજ સમિતિઓ સક્રિય મોડમાં ન હોવાથી અઘરૂં બની ગયું છે. તેથી તે સમિતિઓને સક્રિય કરવાં અને વધુ સમિતિઓ બનાવવા પર અહીં બેઠકમાં ભાર મૂકાશે.

આ પણ વાંચો –