અમરનાથમાં વાદળ ફાટતાં જામનગરના 20 શ્રદ્ધાળુઓ ફસાયા, સુરતના 85 સહી સલામત

Share this story

20 devotees of Jamnagar trapped

  • અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે.

અમરનાથ ગુફા (Amarnath Cave) નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે. ત્યારે આ યાત્રામાં જામનગરના (Jamnagar) યાત્રિકો પણ ફસાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભગવાન અમરનાથની યાત્રામાં સેંકડો ગુજરાતી ભાવિકો શુક્રવારે સવારે બાબા બર્ફાનીના (Baba Barfani) દર્શન માટે નીકળ્યા હતા. પરંતુ રસ્તામાં વાદળ ફાટતા તમામ યાત્રિકોને સંગમ ઘાટી પાસે રોકી દેવામાં આવ્યા હતા. જેના કારણે યાત્રિકોને ફરજિયાત અધવચ્ચે જ રાત્રિ રોકાણ કરવાની ફરજ પડી હતી.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે, અમરનાથ યાત્રામાં વાદળ ફાટતાની ઘટનામાં જામનગરના 20 યાત્રિકો ફસાયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ હાલ તેઓ સહી સલામત છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના યાત્રિકોનો પણ સમાવેશ થાય છે. જેમણે હાલ સંગમ ઘાટી પાસે જ રોકી દેવામાં આવ્યા હતા અને સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી અહીંથી આગળ વધવા દેતા ન હતા. આથી રાત્રી રોકાણ સંગમ તીર્થ ખાતે જ કરાયું છે. સુરત જિલ્લા માટે પણ રાહતના સમાચાર મળી રહ્યા છે.

સુરત જિલ્લામાંથી અમરનાથ યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ પણ સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે. 85 જેટલા લોકો અલગ અલગ વિસ્તારમાંથી યાત્રાએ ગયા હતા. જેમાં શહેર અને જિલ્લામાંથી કુલ 4 જેટલી બસ શ્રીનગર પહોંચી હતી. પરંતુ ગતરોજ વાદળ ફાટવાની ઘટના બાદ અમરનાથ ગયેલા લોકોના પરિવારજનો ચિંતિત બન્યા હતા.

નોંધનીય છે કે, અમરનાથ ગુફા નજીક વાદળ ફાટવાની ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે..જ્યારે 40થી વધુ યાત્રી ગુમ છે જેમને શોધવા માટે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે..શુક્રવારે અમરનાથ ગુફાથી 2 કિલોમીટર દૂર વાદળ ફાટ્યું હતું..જેથી યાત્રીકોના ટેન્ટ વચ્ચેથી ધમસમસતો પાણીનો પ્રવાહ પસાર થયો હતો..જો કે આ ઘટના બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે.અને અત્યાર સુધી 3500થી વધુ યાત્રીકોને સુરક્ષીત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

સેના દ્વારા હેલિકોપ્ટરથી સતત રેસ્ક્યૂની કામગીરી ચાલી રહી છે..સાથે યાત્રીકોના પરિવારજનો હેરાના ના થાય તેના માટે હેલ્પલાઈન પણ શરૂ કરવામાં આવી છે..મહત્વનું છે કે અમરનાથ ગુફા તરફ જવાના બંને રસ્તા કાચા છે. અને રસ્તાઓ એટલા સાંકડા છે કે ઘોડા પણ એક-એક કરીને મોકલવામાં આવે છે. ગુફાની આજુબાજુ અસ્થાયી ટેન્ટ લગાડવામાં આવ્યા છે. જે લોકો ભવનની પાસે રોકાય છે, તેમને આ અસ્થાયી કેમ્પમાં ઉતારો આપવામાં આવે છે. શુક્રવારે જ્યારે વાદળ ફાટ્યું ત્યારે અનેક અસ્થાયી કેમ્પ પણ વહી ગયા હતા.

આ પણ વાંચો –