સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો

Share this story

Sourav Ganguly celebrates

આજે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ત્યારે તે પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. એક દિવસ પહેલાં જ સૌરવ ગાંગુલીએ સચિન તેંડુલકર અને જય શાહ સહિત અન્ય મિત્રો સાથે પાર્ટી કરી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) ભૂતપૂર્વ કેપ્ટન અને હાલમાં BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) 8 જૂલાઈ 2022ના રોજ પોતાનો 50મો જન્મ દિવસ ઉજવશે. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલાથી જ ઈંગ્લેન્ડમાં (England) પાર્ટી શરૂ થઈ ગઈ હતી. સૌરવ ગાંગુલી આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં હાજર છે અને ભારત-ઈંગ્લેન્ડ (India-England) શ્રેણી ઉપર નજીકથી નજર રાખી રહ્યા છે. આ દરમિયાન તે પોતાના BCCIના સાથીદારો તથા પોતાના સાથી ક્રિકેટર તથા મિત્ર સચિન તેંડુલકર (Sachin Tendulkar) સાથે જન્મ દિવસની ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

IPLના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજીવ શુક્લાએ આ પાર્ટીની એક તસવીર ટ્વિટર ઉપર શેર કરી છે. આ પાર્ટીમાં સૌરવ ગાંગુલીની સાથે સચિન તેંડુલકર અને રાજીવ શુક્લા ઉપરાંત BCCIના સચિવ જય શાહ અને ખજાનચી અરુણ ધૂમલ સહિત અનેક સભ્યો જોવા મળ્યા હતા. શુક્લાએ પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, સૌરવ ગાંગુલીના 50મા જન્મ દિવસની ઊજવણી. તેમને સ્વસ્થ અને સુખી જીવનની શુભેચ્છા. ઉલ્લેખનીય છે કે, સૌરવ ગાંગુલી ઓક્ટોબર 2019થી BCCIના અધ્યક્ષ પદનો હવાલો સંભાળી રહ્યા છે.

 સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરની અતૂટ જોડી :

સૌરવ ગાંગુલી અને સચિન તેંડુલકરે એકસાથે અનેક ક્રિકેટ મેચો રમી છે. બંનેની જોડી ઓપનિંગમાં પણ ખૂબ જ  સફળ સાબિત થઈ હતી. આ બંનેની જોડીએ ભારત માટે 136 ઈનિંગ્સમાં 21 સદી અને 23 અડધી સદી ફટકારી છે. આ જોડીએ એકસાથે 49થી વધુની એવરેજથી ઓપનિંગમાં 6,609 રન બનાવ્યા હતા. એટલું જ નહીં, સચિન અને ગાંગુલીની જોડીએ ODI ક્રિકેટમાં સૌથી વધુ વખત 150થી વધુ રનોની ભાગીદારીનો વર્લ્ડ રોકોર્ડ પોતાના નામે કરેલો છે.

Image

સૌરવ ગાંગુલીની કરિયર ઉપર એક નજર :

સૌરવ ગાંગુલીએ 1992થી 2008 સુધી ભારતીય ક્રિકેટમાં સેવા આપી હતી. હાલમાં તેઓ ભારતીય ક્રિકેટ ક્રન્ટોલ બોર્ડના પ્રમુખ છે. તેમણે ભારત માટે 18,585 આંતરરાષ્ટ્રીય રન બનાવેલા છે. તેમના નામે 113 ટેસ્ટ મેચોમાં 7,212 અને 311 વન-ડે મેચોમાં 11,363 રન નોંધાયેલા છે. IPLમાં પણ તેમણે જોરદાર પ્રદર્શન કર્યું હતું. IPLની પ્રારંભિક સીઝનમાં તેઓ KKR માટે અને બાદમાં પુણે વોરિયર્સ માટે રમતા જોવા મળ્યા હતા. તેમના નામે IPLની 59 મેચોમાં 1,349 રન નોંધાયેલા છે. તેઓ ઘણી વખત બેટિંગ સિવાય પોતાની બોલિંગથી પણ વિરોધી ટીમને હરાવી દેતા હતા. તેમના નામે 32 ટેસ્ટ મેચ, 100 વન-ડે મેચ અને 10 IPL વિકેટ પણ નોંધાયેલી છે.

આ પણ વાંચો –