July 10, 2022, Today’s horoscope Gujarat Guardian
મેષઃ
ધારેલી આવક અટકતી જણાય. મોજશોખમાં ખર્ચનું પ્રમાણ વધે. માતાની તબિયત સાચવવી. અગત્યના નાણઆંકીય રોકાણો મુલતવી રાખવા. ભાગ્ય સારું છે. નોકરી-ધંધામાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.
વૃષભઃ
આવક જળવાય. ધંધામાં ભાગીદારો સાથે આનંદ વર્તાય. જીવનસાથી સાથે પ્રેમ વધે. પ્રેમીપાત્રનું મિલન શક્ય બને.રોમાંસનો અનુભવ થાય. અપચન, પેટની તકલીફો રહે. મિત્રોનો સાથ મળતો જણાય.
મિથુનઃ
આવકનું પ્રમાણ ઘટતું જણાય. નાના ભાઈ-બહેનોથી ચિંતા રહે. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. નવા રોકાણોનું આયોજન યોગ્ય રીતે કરી શકાય. આરોગ્યની કાળજી રાખવી જરૂરી. દામ્પત્ય ક્ષેત્રે આનંદ.
કર્કઃ
આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કાર્યક્ષેત્રે સફળતા મળે. જુના રોકાણો ફળદાયી નીવડે તથા નવા રોકાણો ફાયદાકારક સાબિત થતા જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. સ્નાયુના દુઃખાવા, જ્ઞાનતંતુની સમસ્યાથી સાચવવું.
સિંહઃ
વિચારોમાં નકારાત્મકતા ટાળવી. આવક જળવાય. નાણાંકીય બાબતો અંગે શુભ દિવસ. નવા રોકાણો ફાયદાકારક નીવડતા જણાય. માતૃપક્ષ તરફથી લાભ. કાર્યક્ષેત્રે સફળતા.
કન્યાઃ
આવક વધતી જણાય. પરિવારના સભ્યોની ચિંતા દૂર થતી જણાય. પરિવારમાં સ્નેહનું વાતાવરણ પેદા થાય. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. અગત્યના કાર્યની શરૂઆત કરી શકો. આરોગ્ય જળવાય. ધંધામાં વિવાદ ટાળવો.
તુલાઃ
માન સન્માનમાં વધારો થતો જણાય. સ્ત્રી શણગાર તથા આઈસ્ક્રીમ, ઠંડાપીણાના વ્યાપારમાં વિશેષ લાભ. આવકનું પ્રમાણ વધે. પરિવારના સભ્યોની પ્રગતિ શક્ય બને. કાર્યક્ષેત્રે સફળતા અનુભવાય. સ્વાસ્થ્ય સારું રહેશે.
વૃશ્ચિકઃ
સંગીત પ્રત્યેનો પ્રેમ તથા વિજાતિય વ્યક્તિ તરફનું આકર્ષણ વધે. ઉન, વાળ, ધાતુને લગતા ધંધા અને શિક્ષક, જ્યોતિષિ, મેનેજર જેવા વ્યવસાયમાં વિશેષ લાભ. પેટના રોગોથી સાવધાની જરૂરી. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે.
ધનઃ
સેવાકીય પ્રવૃત્તિને કારણે યશ-પ્રતિષ્ઠા વધતી જણાય. આવક મર્યાદીત રહે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવતું જણાય. ભાગ્યનો સાથ મળે છે. ધાર્મિક યાત્રા-પ્રવાસ શક્ય બને. માનસિક રોગોની કાળજી રાખવી.
મકરઃ
મિત્રોથી લાભ. જુના મિત્રોની મુલાકાત થાય. નવી મિત્રતા શુભ ફળદાયી નીવડે. લક્ષ્મીની વખતસર હેરફેર શક્ય બને. સંતાન સુખમાં વૃદ્ધિ થાય. વિદ્યાર્થીમિત્રો માટે શુભ. હાડકાંના રોગોથી સાચવવું.
કુંભઃ
નકારાત્મક વિચારો ત્યાગવા. નાણાંકીય બાબતો અંગે મધ્યમ દિવસ. નવી નોકરી કે ધંધાની શરૂઆત શક્ય બને. હાલના નોકરી-ધંધામાં આનંદ વર્તાય. માતા-પિતાનું આરોગ્ય જળવાય. પત્નિ સાથે વાદ-વિવાદ ટાળવો.
મીનઃ
આત્મવિશ્વાસમાં વધારો થાય. ભાગ્યના બળે ઓછી મહેનતે વધુ કામ કરી શકાય. આવક જળવાય. પરિવારમાં આનંદ-ઉત્સાહ વધે. પ્રિન્ટીંગ, સ્ટેશનરી, એક્ષપોર્ટ-ઈમ્પોર્ટના ધંધામાં લાભ. આંખની કાળજી રાખવી.
આ પણ વાંચો –