HDFCના કરોડો ગ્રાહકોને આંચકો ! બેંકે આજથી આ નવો નિયમ લાગુ કર્યો 

Share this story

Shock to millions of HDFC customers

  • HDFC બેંકે ફરી એકવાર MCLRના દરમાં વધારો કર્યો છે. છેલ્લા એક મહિનામાં આ બીજી વખત છે જ્યારે બેંક દ્વારા વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો છે. તેનાથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન મોંઘી થશે.

ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકના કરોડો ગ્રાહકો માટે ખરાબ સમાચાર છે. વધતી મોંઘવારી (Rising inflation) વચ્ચે આ સમાચારને મધ્યમ અને નીચલા વર્ગના લોકો માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે. વાસ્તવમાં, HDFC બેંકે વિવિધ મુદતની તમામ પ્રકારની લોન માટે MCLR વધાર્યો છે. બેંક દ્વારા તેમાં 20 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. બેંક દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદ જે ગ્રાહકોએ HDFC પાસેથી હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન (Personal loan) લીધી છે, તેમના EMI બોજમાં વધુ વધારો થશે.

આજથી નવા દરો અમલી :

બેંક દ્વારા નવા દરો 7 જુલાઈથી તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એક રાતના MCLRનો દર 20 બેસિસ પોઈન્ટ વધારીને 7.70 ટકા કરવામાં આવ્યો છે. એ જ રીતે, એક મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.75 ટકા, 3-મહિનાના સમયગાળા માટે MCLRનો દર 7.80 ટકા અને છ મહિના માટે MCLRનો દર 7.90 ટકા પર પહોંચી ગયો છે. એ જ રીતે, એક વર્ષનો MCLR વધારીને 8.05 ટકા કરવામાં આવ્યો છે.

ગયા મહિને 35 બેસિસ પોઈન્ટ વધાર્યા હતા :

તમને જણાવી દઈએ કે HDFC બેંકે ગયા મહિને જ દરોમાં 35 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. જેનો અમલ 7 જૂનથી કરવામાં આવ્યો હતો. HDFC દ્વારા એક મહિનામાં બીજી વખત દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આરબીઆઈ દ્વારા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં વધારા બાદ વિવિધ બેંકોની લોન મોંઘી થઈ ગઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસે 8 જૂને રેપો રેટમાં 50 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો. આના થોડા દિવસો પહેલા અચાનક તેમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો હતો. તે મુજબ છેલ્લા એક મહિના દરમિયાન તેમાં 90 પૈસાનો વધારો થયો છે.

બેંકનું નેટવર્ક બમણું થશે :

અગાઉ 22 જૂને બેંક દ્વારા દેશભરમાં હાલની શાખાઓને બમણી કરવાની યોજના જાહેર કરવામાં આવી હતી. બેંક દ્વારા કહેવામાં આવ્યું હતું કે દર વર્ષે લગભગ 1,500 થી 2,000 શાખાઓ ખોલવામાં આવશે. આ સાથે આગામી ત્રણથી પાંચ વર્ષમાં બેંકનું નેટવર્ક બમણું થશે. હાલમાં દેશમાં બેંકની 6,000થી વધુ શાખાઓ છે. બેંક અધિકારી વતી જણાવવામાં આવ્યું હતું કે વસ્તીના હિસાબે બેંકની શાખાઓની સંખ્યા ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશો કરતા ઓછી છે.

આ પણ વાંચો –