Malaika, 48, arrives
- 48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે પણ આ વખતે થઇ ગઈ ટ્રોલ.
બૉલીવુડની સુપર ગ્લેમરસ અને મીડિયા વચ્ચે સૌથી વધુ ચર્ચામાં રહેતી મલાઇકા અરોરા (Malaika Arora) વિશે આપણે બધા જાણીએ જ છીએ. મલાઇકા 48 વર્ષની ઉંમરે પણ ઘણી ફિટ છે. વારંવાર તેની ફિટનેસ અને તેની ડેટિંગ લાઈફને (Dating Life) કારણે મલાઇકા ચર્ચા માં રહે છે. અર્જુન કપૂર (Arjun Kapoor) અને મલાઇકા ક્યારે લગ્ન કરશે એ વિશે ઘણી ચર્ચા ચાલતી રહે છે અને લોકો ટેને ટ્રોલ કરતાં રહે છે. પણ આ વખતે મલાઇકા કોઇ બીજા કારણોસર ટ્રોલરના નિશાને આવી છે. ગઇકાલે મિસ ઈન્ડિયા ઈવેન્ટમાં (Miss India event) જજ બનીને પંહોચેલ મલાઇકા તેના પહરેલ ડ્રેસના કારણે હાલ ટ્રોલરનો નિશાનો બની છે.
રવિવારે મુંબઈમાં મિસ ઈન્ડિયા ઇવેંટનું આયોજન થયું હતું જેમાં મલાઇકા અરોડા જજ તરીકે શામેલ થઈ હતી. ઇન્વેન્ટમાં પંહોચતાની સાથે જ બધા કેમેરા તેની તરફ ફરી ગયા અને મલાઇકાના ફોટોસ ખેંચવા માટે ફોટોગ્રાફર્સ મલાઇકાના નામની બૂમો પાડવા લાગ્યા હતા. પણ ઘણા ખરા લોકો હાલ સોશ્યલ મીડિયા પર એમના એ જ ગ્લેમરસ અવતાર અને તેમના ડ્રેસને લઈને મજાક બનાવીને ટેને ટ્રોલ કરી રહ્યા છે.
48 વર્ષની મલાઇકા આજ પણ બોલિવૂડની ઘણી યંગ એક્ટ્રેસને ટક્કર આપે છે. એવામાં મલાઇકાના આઉટફિટને લઈને હંમેશા તે ચર્ચામાં રહે છે. મિસ ઇન્ડિયા ઈવેન્ટમાં મલાઇકા ટ્રાન્સપન્ટ ગાઉન પહેરીને પંહોચી હતી. આ સાથે ન્યુડ મેકઅપ અને ખુલ્લા વાળ એમના લિકને કમ્પ્લીટ કરી રહ્યા હતા. જો કે આ જ ટ્રાન્સપરંટ આઉટફિટને કારણે હાલ મલાઇકા ટ્રોલરના નિશાને આવી છે.
આ આઉટફિટમાં મલાઇકાને જોઈને ઘણા લોકોએ તેના વખાણ કર્યા તો ઘણા-ખરા લોકોએ તેનો મજાક બનાવ્યો છે. ઘણા લોકો સોશ્યલ મીડિયા પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સસ્તી Kendall Jenner કહી રહ્યા છે. તો કોઇ તેની ઉમરને લઈને તેનો મજાક બનાવી રહ્યા છે.
મિસ ઈન્ડિયા વિશે વાત કરીએ તો આપણા દેશને આ વર્ષની મિસ ઈન્ડિયા મળી ગઈ છે. કર્ણાટકની સીની શેટ્ટીએ મિસ ઇન્ડિયાનો સુંદર તાજ તેના નામે કર્યો છે. 31 ફાઇનલિસ્ટને હરાવીને એમને આ અદભૂત તાજ પોતાના નામે કર્યો છે. ત્યાં જ રાજસ્થાનની રૂબલ શેખાવત ફર્સ્ટ રનર અપ બની અને ઉતર પ્રદેશની શીનાતા ચૌહાણ સેંકડ રનર અપ બની છે.
આ વખતે જજ પેનલમાં મલાઇકા અરોડા, નેહા ધૂપિયા, ડિનો મોરિયો, રાહુલ ખન્ના, રોહિત ગાંધી અને શામક ડાબર શામેલ હતા. આ સિવાય બીજા ઘણા બૉલીવુડ સેલિબ્રિટીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ મિસ ઈન્ડિયાનું ફીનાલે મુંબઈ જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં આયોજિત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો –