હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ દ્વારા કરી કમાલ, ટી20માં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો

Share this story

Hardik Pandya became

  • હાર્દિક પંડ્યાએ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમ્યા બાદ 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ પણ લીધી હતી.

ભારતીય ક્રિકેટ ટીમના (Indian cricket team) સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ (All-rounder Hardik Pandya) સાઉથમ્પટનમાં રમાયેલી ઈંગ્લેન્ડ (England) સામેની ત્રણ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં બેટ અને બોલ બંને વડે ધૂમ મચાવી હતી. આ જ મેચમાં તેણે T20 ઈન્ટરનેશનલમાં તેની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. તે ભારત માટે T20 આંતરરાષ્ટ્રીય મેચમાં (International match) ચાર વિકેટ અને 50 રન બનાવનાર પ્રથમ ભારતીય અને વિશ્વનો 5મો ખેલાડી બન્યો. તેણે 4 ઓવરમાં 33 રન આપીને ચાર વિકેટ લીધી હતી. હાર્દિકે પણ 33 બોલમાં 51 રનની ઇનિંગ રમી હતી જેમાં 6 ફોર અને 1 સિક્સ સામેલ હતી.

બોલિંગમાં પંડ્યાએ 6 બોલમાં ઈંગ્લેન્ડની ત્રણ મોટી વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાએ આવતાની સાથે જ કમાલ કરી હતી અને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ બીજા બોલ પર ડેવિડ મલાન (14 બોલમાં 21 રન) ક્લીન બોલ્ડ થયો હતો. આ પછી તે જ ઓવરના છેલ્લા બોલ પર તેણે ખતરનાક લિયામ લિવિંગસ્ટોનને ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન મોકલી દીધો. આગામી ઓવરના પ્રથમ બોલ પર જ જેસન રોય (16 બોલમાં 4 રન)ને હર્ષલ પટેલના હાથે કેચ કરાવીને હાર્દિકે ત્રીજી સફળતા મેળવી હતી. ત્રીજી ઓવરમાં હાર્દિકે સેમ કુરનને આઉટ કરીને તેની ચોથી વિકેટ લીધી હતી.

બ્રેક બાદ હાર્દિકનું પુનરાગમન :

હાર્દિક પંડ્યા ગયા વર્ષે સતત તેની પીઠની સમસ્યા સામે ઝઝૂમી રહ્યો હતો. T20 વર્લ્ડ કપ 2021માં ખરાબ પ્રદર્શન બાદ તેણે અનિશ્ચિત સમય માટે વિરામ લેવાનું અને તેની ફિટનેસ પર ધ્યાન આપવાનું નક્કી કર્યું. આ પછી, તે IPL 2022 માં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન તરીકે પાછો ફર્યો અને તેની ટીમને શાનદાર ઓલરાઉન્ડ પ્રદર્શન અને કેપ્ટનશીપથી વિજયી બનાવ્યો. ત્યારબાદ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝમાં પણ તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રહ્યું.

પરિણામે તેને આયરલેન્ડ શ્રેણીમાં પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ મળી જેમાં ભારતે જબરદસ્ત રમત બતાવી અને શ્રેણી 2-0થી જીતી લીધી. પંડ્યાએ IPL 2022ની 15 મેચોની 15 ઇનિંગ્સમાં 487 રન બનાવ્યા હતા. તેના નામે 4 અડધી સદી હતી. આ સિવાય હાર્દિકે 8 વિકેટ પણ લીધી હતી. આ પછી, તેણે દક્ષિણ આફ્રિકા શ્રેણીની 4 ઇનિંગ્સમાં 117 રન (31, 9, 31, 46) બનાવ્યા. પછી તેની બેટિંગ આયર્લેન્ડ સામે બહુ આવી ન હતી, તેમ છતાં તેણે બંને મેચમાં લગભગ 200ના સ્ટ્રાઈક રેટથી ઝડપી ઈનિંગ્સ રમી હતી.

આ પણ વાંચો –