Monsoon arrives in Gujarat
- હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે.
ગુજરાતમાં ચારેબાજુ વરસાદી માહોલ (Rainy weather) જામ્યો છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ત્યારે હવામાન વિભાગે (Department of Meteorology) રાજ્યમાં ભારે વરસાદને લઈને એક આગાહી કરી છે. ગુજરાતમાં અનેક શહેરોમાં સામાન્યથી લઇ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદવાદમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, પ્રહાલાદ નગર, એસ જી હાઇવે બાજુ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. બીજી બાજુ પૂર્વના વિસ્તારોમાં પાણી ભરાવવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. શહેરની અનેક સોસાયટીઓમાં પણ પાણી ભરાયા છે.
હવામાન વિભાગના મતે, વલસાડ, દીવ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી છે. અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરતા શહેરીજનોને હાશકારો થયો છે. આગામી 11 અને 12 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ બન્ને દિવસોમાં 12 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
આ સિવાય ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, બનાસકાંઠા આજે ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના તમામ દરિયાકાંઠાએ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન પણ આપી દેવામાં આવ્યું છે. ગુજરાત 182 mm વરસાદ ખાબક્યો છે. ખુશીની વાત એવી છે કે 6 ટકા વરસાદ હાલની સ્થિતિ કરતા વધુ નોંધાયો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં સૌથી વધુ 31 ટકા વરસાદ વરસ્યો છે.
નવસારીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે ધોધમાર વરસાદ :
નવસારી જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદે જન જીવન પ્રભાવિત કર્યુ છે. જેમાં આજે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકમાં જિલ્લામાં સરેરાશ સવા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સવારે 6 વાગ્યાથી આદિવાસી પટ્ટાના તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નવસારી જલાલપોરમાં નહીવત વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે જિલ્લાની મુખ્ય નદીઓ કાવેરી, અંબિકા અને પૂર્ણાંમાં નવા નીર આવ્યા છે. અંબિકા નદીમાં પાણીની આવક થતા ગણદેવીના દેવધા ડેમ ઓવરફ્લો થયો છે.
જેને પગલે ગણદેવી, બીલીમોરા શહેર સહિત આસપાસના ગામડાઓની પીવાના પાણી તેમજ ખેડૂતોને સિંચાઇના પાણીની રાહત થઈ છે. ચીખલી તાલુકામાં સવારે 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 3 ઇંચ, જ્યારે ગણદેવી અને ખેરગામ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ગત રોજ સૌથી વધુ ખેરગામ તાલુકામાં વરસાદ પડ્યો હતો.
આ પણ વાંચો –
- હાર્દિક પંડ્યાએ બોલ અને બેટ દ્વારા કરી કમાલ, ટી20માં આવું કરનાર પ્રથમ ભારતીય બન્યો
- ચાઈનીઝ આઈસ્ક્રીમ શેમાંથી બને છે ? 31 ડિગ્રી તાપમાનમાં પણ ઓગળતું નથી , આવો જાણીએ તેની પાછળનું રહસ્ય