Home Blog Page 1350

સરકાર કરાવશે ચારધામ યાત્રા : ગુજરાતથી ઉપડશે 75 બસો, સોમનાથમાં તિરંગાને અપાશે સલામી

0

Government will conduct Chardham Yatra

  • શ્રાવણ માસના પાવન અવસરે સોમવારે સોમનાથમાં સિનિયર સિટિઝન્સ આપશે તિરંગાને સલામી.

ગુજરાતના (Gujarat) સિનિયર સિટિઝન (Senior Citizen) ગુજરાતના યાત્રા ધામાના સરળતાથી દર્શન કરી શકે તે અર્થે રાજ્ય સરકારે “શ્રવણ તીર્થ દર્શન યોજના” (Shravan Tirtha Darshan Yojana) અમલમાં મૂકી છે. જે અંતર્ગત યાત્રા કરનાર લોકોને 50% ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા સહાય આપવામાં આવે છે.

પરંતુ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  શ્રવણ તીર્થ દર્શન યાત્રામાં સબસિડી 50 ટકાથી વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 આજે રાતે 75 બસ સોમનાથ જવા ઉપડશે :

જી, હા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે  75 બસના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે.  જે માટે 4000થી વધુ નોંધણી થઇ  છે.  દંપતીમાંથી કોઇ એકની ઉંમર 60 વર્ષ હશે તો તેમને પણ લાભ અપાશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 50 હજાર તિરંગાનું વિતરણ કરાયું છે. જે  75 બસો ઉપડવાની છે તેમાં સવાર તમામ યાત્રાળુઓને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે.  યાત્રાળુઓ સોમનાથ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

સોમનાથ જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવશે યાત્રાળુઓ :

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં પણ સોમવારનો દિવસ પવિત્ર ગણાય છે. ત્યારે 4000થી વધુ સંખ્યામાં 75 જેટલી બસ આજે રાતે સુરતથી સોમનાથ જવા નીકળી જશે.  72 કલાકે બસ પરત આવશે. આવતી કાલે સવારે ચોટીલા, ત્યાર બાદ ગોંડલ સ્વામિનારાયણ અને ખોડલધામમાં પણ દર્શન કરશે ત્યારબાદ જ સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે ધ્વજવંદનમાં ભાગ લેશે.

ત્યારબાદ ભાલકાતીર્થ, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવના દર્શન કરીને યાત્રાળુઓ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સિનિયર સિટિઝનો પરત ફરશે.ઉલ્લેખનીય છે કે  સિંધુ દર્શન, જેમાં ગુજરાત સરકાર 15 હજાર સબસીડી આપે છે. ગુજરાતમાંથી અયોધ્યા જવા-આવવા માટે રાજ્ય સરકાર 5 હજાર સબસીડી આપે છે.

આ પણ વાંચો :-

એવું નથી દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી શાળા પણ ગુજરાતમાં છે, જાણો સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો

0

It’s not like there is a school in Gujarat

  • શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.

આજે દિલ્હીની સ્કૂલોની (Schools in Delhi) વાત રોજ સાંભળવા મળે છે, પરંતુ દિલ્હીની સ્કૂલને ટક્કર મારે તેવી સ્કૂલ ગુજરાતમાં પણ છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના (Jamkandorana Taluka) ગામડાની એક સ્કૂલ જોઈને તમે આશ્ચર્ય થશે. નાના એવા ગામડામાં સંપૂર્ણ સ્માર્ટ સ્કૂલ અને એ પણ સરકારી સ્કૂલ કે જ્યાં અભ્યાસ માટે શહેરમાંથી વિદ્યાર્થીઓ આવે છે.

કેવી છે આ શાળા ? કોણ ચલાવે છે ? શું છે આ શાળામાં…

જામકંડોરણા તાલુકાના ગામડાની એક શાળા છે જેમાં પ્રવેશતા જ સ્વચ્છ મેદાન, મેદાનમાં નાનો બગીચો, મેદાનમાં એક સ્ટેઝ, આ બધું જોઈને અંદર પ્રેવેશો એટલે ક્લાસ રૂમમાં પ્રોજેટર સાથે ટચ બોર્ડ ઉપર અભ્યાસ કરાવતા શિક્ષકો, ક્લાસ રૂમને જોતા એવું લાગે કે કોઈ કોર્પોરેટ અને કોઈ હાઈફાઈ ખાનગી શાળામાં આવી ગયા છો. પણ ના આ તો છે જામકંડોરણાથી 10 કિલોમીટર અંતરિયાળમાં આવેલ દૂધીવાદર ગામની સરકારી પ્રાથમિક શાળા.

જી હા… સામાન્ય રીતે આપણેને દરેકને સરકારી પ્રાથમિક શાળા એટલે ખુબ જ સામાન્ય અને કે જ્યાં પૂરતી પ્રાથમિક સુવિધા પણ ન હોય તેવી શાળાની છબી સામે આવે ત્યારે જામકંડોરણાની આ પ્રાથમિક શાળાને જોતા જ આ છાપ કંઈક અલગ જ જોવા મળે.

સ્માર્ટ સ્કૂલની સ્માર્ટ ખાસિયતો :

શાળાની વાત કરીએ તો રાજકોટ જિલ્લાની એક માત્ર  સરકારી શાળા છે, જે સંપૂર્ણ રીતે હાઈફાઈ અને Wifi થી સજ્જ અને પુરેપુરી સમાર્ટ છે. અહીં વિદ્યાર્થીઓની અને શિક્ષકોની હાજરીથી લઈને અભ્યાસ સુધી તમામ ગતિવિધિ સ્માર્ટ રીતે કરવામાં આવે છે.અહીંના તમામ ક્લાસ રૂમને ઇન્ટરનેટ, પ્રોજેટર , ટચ બોર્ડ, લેપટોપ અને LED સ્કિનથી સજ્જ કરવામાં આવ્યા છે.

અહીં 1 થી લઈને 8 સુધીના તમામ ધોરણમાં વિદ્યાર્થીને સંપૂર્ણ રીતે આજના ટેક્નોલોજીના યુગમાં એક આધુનિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકો અહીં આવીને વિદ્યાર્થીઓને એક આધુનિક સાથે ગુણવતા સભર શિક્ષણ આપતા જોવા મળે છે. ગામડા ગામમાં આપવામાં આવતા ગુણવતા સભર શિક્ષણને લઈને અહીં શહેરની મોટી ખાનગી શાળા છોડી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે અને એ પણ 1-2 નહીં પરંતુ 80 જેટલા. દુધીવદર તાલુકા શાળાને ખુબ જ આધુનિક અને સમાર્ટ બનાવવા માટે શાળાના પ્રિન્સિપાલ વિજયભાઈ વ્યાસનો મોટો ફાળો છે.

No description available.

સરકારનો જે સહયોગ છે, તે પણ સરાહનીય છે. 2016માં ગુજરાત સરકાર દ્વારા રાજ્યની 30 જેટલી શાળાને આધુનિક બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અને તેનું આ પરિણામ છે. અહીં હવે જામકંડોરણા જેવા શહેરમાંથી પણ ડોક્ટર વકીલ અને ઉચ્ચ અધિકારીના બાળકો અહીં વિદ્યાર્થી તરીકે આવીને મફત શિક્ષણ મેળવા આવે છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

શહેરમાંથી જયારે કોઈ આ શાળાને જોવા માટે આવે ત્યારે ખુબ જ અચંબિત થઈ જાય છે, ત્યારે શાળાને જોયા પછી કોઈ પણ વાલી એક વખત ઈચ્છા કરે કે તેના સંતાનો અહીં આ સરકારી શાળામાં અભ્યાસ કરે,  જામકંડોરણાના અનેક લોકોના સંતાનો અહીં અભ્યાસ કરે છે. અહીં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીના માતા પિતા પણ અહીંની શિક્ષણ પદ્ધતિ અને શિક્ષણથી ખુબ જ સંતુષ્ટ જોવા મળે છે અને એક વખત તો આ શાળાના વખાણ કરતા થાકતા નથી.

ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો  :

દુધીવદરની તાલુકા શાળામાં જે ટચ બોર્ડ સાથે 2 D વિડ્યો સાથે વિધાર્થીઓને વિજ્ઞાન ગણિત અને અન્ય વિષયની સમજ અને અભ્યાસ કરાવવામાં આવે છે તેને લઈને અહીંના વિદ્યાર્થીઓને તો અહીં જ્ઞાન સાથે ગમ્મ્ત થતી હોય તેવું લાગે છે, અને અભ્યાસ કરવાનો આનંદ લેતા જોવા મળે છે.

કહેવાય છે કે શિક્ષક કયારેય સાધારણ નથી હોતા તે ખૂબ જ સચોટ રીતે અહીં જોઈ શકાય છે. જો સરકાર અને શિક્ષકો ઈચ્છે તો ખુબ જ ખરાબ હાલતમાં રહેલ સરકારી શાળાઓને ઉચ્ચ કક્ષાની અને દુનિયાને ટક્કર આપે તેવી બનાવી શકે છે.

આ પણ વાંચો :-

‘પત્નીની મજાક ઉડાવતાં પહેલાં સુરત કોર્ટનો ચૂકાદો વાંચી લેજો’ નહીંતર પસ્તાશો

0

Read the Surat Court

  • આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે.

સામાન્ય રીતે રાજ્યમાં અવાર નવાર પત્ની પર માનસિક તેમજ શારિરીક (Mental as well as physical) ત્રાસ ગુજારવામાં આવતો હોવાના કિસ્સા પ્રકાશમાં આવે છે. ત્યારે પત્નીઓ ના છૂટકે પોલીસના શરણે જાય છે અને ન્યાય માટે કોર્ટના દ્વાર ખખડાવે છે. પરંતુ જોકે પતિ પત્ની વચ્ચે નાની મોટી રક જક અને હસી મજાક થતી હોય છે. ત્યારે આવી જ એ ઘટનામાં સુરતની કોર્ટે (Court of Surat) ચોંકાવનારો ચૂકાદો સંભળાવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં રહેતા રેખાબેનના (નામ બદલ્યું) લગ્ન ચાર મહિના પહેલાં રામજીભાઇ (નામ બદલ્યું) સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા સમય બાદ રામજીભાઇના પરિવારજનો દ્વારા છીણી છીણી બાબતે તેમજ કરિયાવરમાં ઓછી વસ્તુઓ લાવી હોવાની કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત મહેશભાઇના પરિવારજનોએ શ્રીમંતના પ્રસંગ દરમિયાન પણ ઝઘડો કર્યો છે.

કોમનવેલ્થ ગેમમાં શાનદાર પ્રદર્શન કરી દેશ માટે મેડલ જીતનાર ખેલાડીઓનું વતન પરત ફરતાંની સાથે જ કરાયું જોરદાર સ્વાગત ..

આ ઉપરાંત રામજીભાઇ અને તેમના પરિવારજનો રેખાને નાની નાની બાબતોમાં હેરાન-પરેશાન કરીને તેણીની હાંસી ઉડાવતા હતા અને ગરીમા પણ જાળવતા ન હતા. આખરે કંટાળીએ રેખાબેને વકીલ દ્વારા સુરતની ફેમિલી કોર્ટમાં દાખલ કરીને ભરણપોષણ માંગ્યું હતું.

આ અનુસંધાને કોર્ટે આ બાબતની ગંભીરતાપૂર્વક નોંધ લેતાં ચૂકાદો આપતાં કહ્યું હતું કે પત્નીની હાંસી ઉડાવે તે પણ હિંસા જ ગણાય. સ્ત્રીની ગરીમાનું અપમાન, માનભંગ કે સન્માન તોડે તો તેને પણ જાતિય હિંસા જ કહેવાય છે. જેથી સુરતની કોર્ટે પત્નીની હાંસી ઉડાવનારને 7 હજાર ભરણપોષણનો આદેશ કર્યો હતો.

આ પણ વાંચો :-

ના હોય… મહિલાએ દીપડાને બાંધી રાખડી!! ચૂપચાપ સંબંધ નિભાવવા ઉભો રહ્યો, જુઓ વીડિયો

0

No… the woman tied up the panther

  • એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. આ કિસ્સો રાજસ્થાનના રાજસમંજ જિલ્લાનો છે.

રક્ષાબંધનના (Rakshabandhan) તહેવારની ઘણા રાજ્યોમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ત્યારે આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથ પર રાખડી બાંધે છે. એવામાં રાજસ્થાનના (Rajasthan) રાજસમંદ જિલ્લામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

ત્યાં એક મહિલાએ એક દીપડાને રાખડી બાંધી. સંબંધની સુંદરતા તો જુઓ દીપડાએ આ મહિલાને સહેજ પણ ઈજા પહોંચાડી ન હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

મહિલાએ દીપડાને બાંધી રાખડી :

તમને જણાવી દઈએ કે રાજસમંદ જિલ્લાના ખેડા ગામની રહેવાસી મહિલા લીલા તેના પતિ સાથે પીયર જઈ રહી હતી. તે દરમિયાન રસ્તામાં તેને એક ઇજાગ્રસ્ત દીપડો રસ્તાની સાઈડમાં ચાલતો જોવા મળ્યો હતો. એવામાં તેણે ગાડી રોકી દીપડાના પગ પર રાખડી બાંધી. મહિલાએ તેનો વીડિયો પણ બનાવ્યો જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઇજાગ્રસ્ત દીપડાનું મોત :

ફીમેલ દીપડી ઇજાગ્રસ્ત થઈ હતી. જે શહેર તરફ જઈ રહ્યો હતો. મહિલા દ્વારા રાખડી બાધ્યા બાદ ત્યાં હાજર કેટલાક લોકોએ તેની સૂચના વન વિભાગને આપી હતી. ત્યારબાદ ડોક્ટરે દીપડીની સારવાર કરી પરંતુ તે દરમિયાન તેનું મોત થઈ ગયું.

આ પણ વાંચો :-

રાજુ શ્રીવાસ્તવનું બ્રેન હજી પણ રિસ્પોન નથી કરી રહ્યું, પરિવારે સ્ટેટમેન્ટ જાહેર કર્યું

Raju Srivastava’s brain

  • રાજુ શ્રીવાસ્તને હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે.

રાજુ શ્રીવાસ્તને (Raju Srivast) હાર્ટ અટેક આવ્યા પછી તેમને એઈમ્સમાં (AIIMS) દાખલ કરવામાં આવ્યા છે. તેમને ICUમાં રાખવામાં આવ્યા છે. રાજુ શ્રીવાસ્તવના મેનેજરે જણાવ્યું હતું કે કોમેડિયનનું બ્રેન (The Comedian’s Brain) હજી પણ રિસ્પોન્સ નથી કરી રહ્યું. તેઓ બેભાવ અવસ્થામાં છે. હવે રાજુ શ્રીવાસ્તવના (Raju Srivastava) પરિવારે તેમના સ્વાસ્થ્યની જાણકારી આપતા એક નિવેદન જાહેર કર્યું છે.

રાજુ શ્રીવાસ્તના પરિવારે જાણકારી આપતા કહ્યું કે, કોમેડિયનની તબિયત સ્થિર છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા નિવેદનમાં લખ્યું છે, રાજુ શ્રીવાસ્તવની તબિયત સ્થિર છે. તેઓ જલ્દી સાજા થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે. ડૉક્ટરની આખી ટીમ જવાબદારીની સાથે તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છે.

છેલ્લાં 10 વર્ષમાં 3 વાર થઇ એન્જિયોપ્લાસ્ટી :

છેલ્લાં 10 વર્ષમાં રાજુ શ્રીવાસ્તવે ત્રણ વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી છે. 10 વર્ષ પહેલાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં પહેલીવાર એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી. આ બાદ 7 વર્ષ પહેલાં મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં જ ફરી એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. આ પછી બુધવારે ત્રીજી વખત ડોક્ટરોએ રાજુ શ્રીવાસ્તવ પર એન્જિયોપ્લાસ્ટી કરી છે. આમ છતાં પણ હજુ બ્રેઈન રિસ્પોન્સ નથી કરી રહ્યું.

3 દિવસ અગત્યના :

AIIMSના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સંદીપ સેઠે શુક્રવારે, રાજુની પત્ની શિખાને કહ્યું હતું કે આગામી 3 દિવસ મહત્વપૂર્ણ છે. ત્યાર બાદ એક દિવસ વીતી ગયો છે. શુક્રવારે સાંજે તેમના સ્વાસ્થ્ય વિશે સારા સમાચાર આવ્યા કે તેમના ખભામાં પણ હલચલ શરૂ થઈ ગઈ છે.

તેના માટે આગામી 48 કલાક નિર્ણાયક છે. હાલમાં તે વેન્ટિલેટર સપોર્ટ પર છે અને બેભાન છે. જોકે ડોકટરોએ ઓક્સિજન સપોર્ટ 50% થી ઘટાડીને 40% કર્યો છે.

આ પણ વાંચો :-

દર્શકોનો ગુસ્સો જોઈ કરીના કપૂરે લીધો યુટર્ન, હવે કહ્યું પ્લીઝ આવું ના કરશો…

Seeing the anger of the audience

  • કરીના કપૂર ખાને હવે ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા’ને લઈને ખુલાસો કર્યો છે. તેમણે લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવાની અપીલ કરી છે. જ્યારે આ પહેલા અભિનેત્રીએ કંઈક બીજું કહ્યું હતું.

કરીના કપૂર (Kareena Kapoor) અને આમિર ખાનની (Aamir Khan) સૌથી મોટી ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ લોકોના નિશાના પર છે. ફિલ્મની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એક એવો ગ્રુપ છે જે સતત તેના બહિષ્કારની (Boycott) માંગ કરી રહ્યું છે અને બીજી બાજુ એવા લોકો છે જે તેને સારી ફિલ્મ તરીકે જોવાનું કહી રહ્યા છે. પરંતુ આમિર અને કરીના તેની વચ્ચે ફસાઈ ગયા છે.

આ પહેલા આમિર ખાને લોકોને ફિલ્મનો બહિષ્કાર ન કરવા અને જોવા જવાની અપીલ કરી હતી. હવે કરીનાએ પણ આવું જ કંઈક કહ્યું છે અને લોકોને તેનો બહિષ્કાર ન કરવા કહ્યું છે. કરીના કપૂર ખાને પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચડ્ઢા‘ને બોયકોટ કરનાર લોકોને અપીલ કરી છે અને તેમના જુના સ્ટેટમેન્ટની પાછળના ઈરાદા વિશે વાત કરી છે. આમિર ખાનની ફિલ્મ ગુરૂવારે રિલીઝ થઈ. તેમાં ક્રીટિક્સ અને દર્શકોના રિએક્શન મળ્યા છે.

કરીનાએ કરી સ્પષ્ટતા :

ફિલ્મની રિલીઝ પહેલા કરીના કપૂર ખાને બોલીવુડમાં ચાલી રહેલા બહિષ્કાર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. તેણે કહ્યું કે દરેકનો અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ તેને લાગે છે કે એક સારી ફિલ્મ દરેક વસ્તુને વટાવી શકે છે. તેના શબ્દો પર લોકોના રિએક્શનને યાદ કરીને તાજેતરના એક ઇન્ટરવ્યુમાં અભિનેત્રીને એવા દાવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું કે તે દર્શકો માટે અપમાનજનક હોઈ શકે છે.

આ લોકો 1% જેટલા પણ નથી :

જ્યારે આરજે સિદ્ધાર્થ કન્નને કરીનાને પૂછ્યું કે શું લોકો તેના વિચારોને હળવાશથી લઈ રહ્યા છે?’ ત્યારે તેણે જવાબ આપ્યો, ‘મને લાગે છે કે તે ફક્ત કેટલાક લોકો છે જે ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ ખરેખર મને લાગે છે કે ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે ઘણો અલગ છે. તે ફક્ત એવા લોકોનું જૂથ છે જે કદાચ તમારા સોશિયલ મીડિયા પર છે, જે કદાચ 1% જેટલા છે.’

સારી ફિલ્મને બૉયકોટ કેમ કરવી ?

તેણે આગળ કહ્યું, ‘પણ વાત એ છે કે તેઓએ આ ફિલ્મનો બહિષ્કાર ન કરવો જોઈએ. આ ખૂબ જ સુંદર ફિલ્મ છે અને હું ઈચ્છું છું કે લોકો મને અને આમિર ખાનને સ્ક્રીન પર જુએ. ત્રણ વર્ષ થઈ ગયા, અમે ખૂબ રાહ જોઈ. તેથી પ્લીઝ આ ફિલ્મને બોયકોટ ન કરશો, કારણ કે તે સારી ફિલ્મને બોયકોટ કરવા સમાન છે. લોકોએ આના પર કેટલી મહેનત કરી છે? આ ફિલ્મ પર અઢી વર્ષથી 250 લોકોએ કામ કર્યું છે.

લાલ સિંહ ચઢ્ઢા‘નું પરફોર્મન્સ  :

દરમિયાન લાલ સિંહ ચડ્ઢાએ બોક્સ ઓફિસ પર નિરાશાજનક કલેક્શન કર્યું હતું. તેણે તેના પહેલા દિવસે માત્ર 10 થી 11 કરોડની કમાણી કરી છે. કથિત રીતે લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ ઉત્તર પ્રદેશ સહિત ભારતના ભાગોમાં પણ ફિલ્મ વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે.

આ પણ વાંચો :-

પાકિસ્તાન ! હિન્દુ છોકરી કરીનાએ કોર્ટ સમક્ષ હૈવાનિયતનો અસલી ચહેરો ઉજાગર કર્યો, અપહરણ કરી બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા

Pakistan ! Hindu girl Kareena exposes true face

  • પાકિસ્તાનમાં અલ્પસંખ્યક હિન્દુ પરિવારો સાથે ભારે હૈવાનિયત આચરવામાં આવી રહી છે. ખાસ કરીને સગીર વયની દિકરીઓના અપહરણ કરીને તેમના સાથે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવામાં આવે છે.

પાકિસ્તાનના (Pakistan) દક્ષિણી સિંધ પ્રાંતમાં છ જૂને ઘરેથી અપહરણ કરાયેલી હિન્દુ કિશોરી કરીના (Hindu Kishori Kareena) કુમારીએ શુક્રવારે કોર્ટને પોતાના પર થયેલી હેવાનિયત વિશે જણાવ્યું હતું. તેણે બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન (Conversion) કરાવી જૂન મહિનામાં મુસ્લિમ ખલીલ સાથે લગ્ન કરાવી દીધા. પાકિસ્તાનમાં અલ્પસંખ્યક મહિલાઓ સાથે આવી હૈવાનિયત (Animal) હવે તો ત્યાં સામાન્ય બાબત થઈ ચુકી છે.

સિંધના ગ્રામિણ વિસ્તારમાં બેનઝીર શહીદાબાદમાં આવેલા ઘરેથી અપહરણ કરાયેલા કરીનાના પિતા સુંદર મલે તેને શોધવા માટે ઓફિસરો પાસે મદદ માગી. છોકરીને શોધ કરી તેને નવાબશાહની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. તેમણે વીડિયોના માધ્યમથી આપેલા નિવેદનમાં કોર્ટ પાસેથી અપીલ કરી હતી કે, તેને તેના પિતા માટે મોકલવામાં આવે. તેને હાલમાં મહિલા કેન્દ્રમાં મોકલી દેવામાં આવી છે.

કરીનાના પિતા સુંદર મલે કોર્ટને કહ્યું કે, અમે લાચાર અને ગરીબ છીએ. અમારી પાસે કોર્ટ સુધી આવવા માટે બસના ભાડાના રૂપિયા પણ નથી. મારી દિકરીએ કોર્ટને સચ્ચાઈ જણાવી છે. તેને ઘરે મોકલી કોર્ટ અપહરણ કરી હેવાનિયત આચરનારા લોકો અને મારી છોકરીને વેચી દેનારા લોકોને સજા આપવી જોઈએ.

કરીનાના પિતાના વકીલ દિલીપ કુમાર મગલાનીએ કહ્યું કે, ધર્મ પરિવર્તન કરાવાના કારણે ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોમાં હિન્દુ છોકરીઓે અને તેમના પરિવાર ખતરામાં છે. આપણે કોશિશ કરી શકીએ, પણ મોટા ભાગની અપહરણ કરાયેલ છોકરીએ સગીરવયની છે.

અપહરણકર્તાઓ કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરી બાદમાં પોલીસ પણ મદદ નથી કરતી. આ છોકરીઓના માતા-પિતા પાસે પોતાની દિકરીની સાચી ઉંમર સાબિત કરવા માટે કોઈ પુરતા પ્રમાણપત્ર પણ હોતા નથી. પોલીસ પણ તેનો લાભ ઉઠાવે છે. માતા-પિતાને દિકરીને મળવા પણ દેવાતી નથી.

માર્ચમાં અપહરણ થયેલી ત્રણ હિન્દુ છોકરીઓનો કોઈ પત્તો નથી :

આ વર્ષે માર્ચમાં ત્રણ હિન્દુ છોકરીઓ સતરાન ઓડ, કવીતા ભીલ અને અનીતા ભીલનું અપહરણ કરીને બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યું. આઠ દિવસની અંદર તેમના મુસ્લિમ વ્યક્તિઓ સાથે લગ્ન કરાવ્યા. ત્યાર બાદથી તેમનો કોઈ પત્તો નથી. રોહરીમાં 21 માર્ચે પૂજા કુમારીનું ઘરની બહાર ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.

એક પાકિસ્તાની વ્યક્તિ તેની સાથે લગ્ન કરવા માગતો હતો. થોડા દિવસ પહેલા આ વ્યક્તિએ બે સાથીઓની પૂજા પર ગોળી ચલાવી દીધી હતી. પૂજાના પરિવારના લોકોએ ફરિયાદ નોંધાવી હતી, પણ આરોપીઓની ઉંચી પહોંચના કારણે સમાધાન કરાવી લીધું.

આ પણ વાંચો :-

હવે જાતે જ જોઈ શકાશે લાઇટબિલ, સૌરાષ્ટ્રમાં લાગશે 56 લાખ સ્માર્ટ મીટર, PGVCL એ બનાવી નાખ્યો પ્લાન

0

Now you can see the light bill

  • માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે, વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ.

સૌરાષ્ટ્રમાં PGVCLના સ્માર્ટ મીટરને (Smart meter) લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હવે સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેનો સીધો ફાયદો એ થશે કે, સ્માર્ટ મીટરમાં વીજગ્રાહકો (Consumers) પોતે જ રીડિંગ જોઈ શકશે. માહિતી મુજબ PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે. જોકે વર્ષ 2025 સુધીમાં ટાર્ગેટ પૂરો કરવા અત્યારથી જ કવાયત શરૂ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે :

PGVCL દ્વારા સૌરાષ્ટ્રમાં 56 લાખ સ્માર્ટ મીટર લગાવામાં આવશે. જેમાં PGVCL દ્વારા પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર આવરી લેવાશે. આ સ્માર્ટ મીટર મોબાઈલ એપથી કામ કરશે. આ સાથે હવે સ્માર્ટ મીટરમાં વિજગ્રહકો પોતે જ રીડિંગ જોઈ શકશે.

2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવા ટાર્ગેટ :

સૌરાષ્ટ્રમાં PGVCL દ્વારા 56 લાખ સ્માર્ટ મીટર લગાવવાની કવાયત અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે. આ તરફ હવે 2025 સુધીમાં પ્રોજેકટ પૂરો કરવાનો ટાર્ગેટ છે. જેને લઈ પ્રથમ તબક્કામાં 23 લાખ મીટર લગાવવામાં આવશે.

આ પણ વાંચો :-

ચાકુથી થયેલ હુમલા બાદ લેખક સલમાન રશ્દીની હાલત નાજુક, વેન્ટિલેટર પર રખાયા, એક આંખ ગુમાવવાનો ખતરો

Author Salman Rushdie critically ill

  • ભારતમાં જન્મેલ લેખક અને બૂકર પ્રાઇઝ વિજેતા Salman Rushdie પર New York માં ચાકુથી હુમલો થયા બાદ હાલ તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર છે. સંદિગ્ધ હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે.

ભારતીય લેખક (Indian writer) અને બૂકર પ્રાઇઝ વિજેતા (Booker Prize Winner) સલમાન રશ્દી પર અમેરિકામાં હુમલો કરવામાં આવ્યો હતો. ગઈકાલે થયેલ હુમલામાં (Attacks) એક કાર્યક્રમમાં જ્યારે લેખ ભાષણ આપી રહ્યા હતા ત્યારે જ એક વ્યક્તિએ આવીને ચાકુનાં ઘા કર્યા હતા અને લેખક ત્યાં જ પડી ગયા હતા. બાદમાં તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

હાલ સ્થિતિ નાજુક  :

હાલ તેઓની સ્થિતિ નાજુક છે. હોસ્પિટલમાં તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સર્જરી બાદ તેઓને એક આંખ પણ ગુમાવવી પડે તેવી સ્થિતિ છે. સલમાન રશ્દીનાં એજન્ટ Andrew Wylie એ કહ્યું હતું કે લેખક હાલ બોલી શકે એવી સ્થિતિમાં પણ નથી.

સંદિગ્ધની હુમલાખોરની ધરપકડ  :

ન્યુયોર્ક પોલીસનાં જણાવ્યા અનુસાર હુમલાનાં સંદિગ્ધ આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. તેનું નામ હાદી મેટર છે જે ન્યુ જર્સીમાં રહે છે. પોલીસે કહ્યું હતું આવી ઘટના લગભગ 150 વર્ષનાં ઇતિહાસમાં ક્યારેય નથી બની. અમે એફબીઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સૂલીવાને કહ્યું હતું કે, ”લેખક સલમાન રશ્દી પરનો હુમલો આઘાતજનક છે, તેઓની ઝડપી રિકવરી માટે અમે પ્રાર્થના કરીએ છીએ, તેમની મદદ આવનાર લોકોનાં અને ઉમદા નગરિકોનાં અમે આભારી છીએ”

શુક્રવારની સવારે લેક્ચર આપતા પહેલા CHQ 2022 કાર્યક્રમ માટે મંચ પર જતી વખતે લેખક પર જીવલેણ હુમલો કર્યો હતો. આપને જણાવી દઈએ કે, સલમાન રશ્દીની બુક દ સૈટેનિક વર્સિઝ (The Satanic Verses) ઈરાનમાં 1988થી બેન છે, કારણ કે કેટલાય મુસ્લિમો તેને ઈશનિંદા માને છે.

સૈટેનિક વર્સિઝ લખવા માટે રશ્દીને ઈરાન દ્વારા જાનથી મારી નાખવાની ધમકી પણ મળી ચુકી હતી. ત્યારે આવા સમયે ધમકી મળ્યાના 33 વર્ષ બાદ શુક્રવારે સલમાન રશ્દીને ન્યૂયોર્કમાં એક મંચ પર ચાકૂના ઘા મારવામાં આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે, દ સટેનિક વર્સિઝ અને મિડનાઈડ ચિલ્ડ્રન જેવી બુક લખીને ચર્ચામાં આવ્યા. તેમણે પોતાની બીજી નવલકથા મિડનાઈડ ચિલ્ડ્રનથી ખ્યાતી મેળવી, જેને 1981માં બુકર પુરસ્કાર મળ્યું હતું. તેમની મોટા ભાગની પ્રારંભિક નવલકથાઓ ભારતીય ઉપ મહાદ્વિપ પર આધારિત હતી. આપને જણાવી દઈએ કે, સટેનિક વર્સિઝ માટે તેમને તેમને ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા અયાતુલ્લા રુહોલ્લા ખોમૈનીના ફતવાનો પણ સામનો કરવો પડ્યો હતો.

પાવાગઢના ઈતિહાસમાં પહેલીવાર નિજ મંદિરમાં લહેરાયો તિરંગો, આરતી બાદ કરાયું રાષ્ટ્રગાન

0

For the first time in the history

  • પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું.

હાલ આખું દેશ દેશભક્તિના (Country Patriotism) રંગમાં રંગાયુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં દરેક લોકો સામેલ થયા છે. આ અભિયાનમાં જોડાઈને ભારતની દરેક ઓફિસ, દરેક ઘર, વાહનો પર પણ તિરંગા લહેરાઈ રહ્યાં છે. ભારતીયો શાન અને ઉત્સાહથી તિરંગો લહેરાવી રહ્યાં છે. તો પછી મંદિરો અને ધર્મ સંસ્થાનો (Institute of Religion) કેમ તેમાંથી બાકાત રહે.

ધર્મ સંસ્થાનો પણ રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલા જોવા મળ્યાં. આજથી હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ ઇતિહાસમાં પ્રથમ વખત મંદિર પરિસરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો.

પાવાગઢ ખાતે આ નજારો ખાસ બની રહ્યો. જ્યાં ધર્મ ભક્તિ અને રાષ્ટ્ર ભક્તિનો સમન્વય જોવા મળ્યો. પાવાગઢ મંદિરમાં ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી. મંદિરના ઈતિહાસમાં પ્રથમ વખત કાલિકા માતાની મંદિરમાં આરતી બાદ  રાષ્ટ્રગાન કરાયુ હતું. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મંદિર ટ્રસ્ટીઓ અને ઉપસ્થિત માઈ ભક્તોએ રાષ્ટ્રગાન કર્યું હતું.

નિજ મંદિરનું ગર્ભ ગૃહ રાષ્ટ્ર ભક્તિથી ગુંજી ઉઠ્યુ હતું. માતાજીના ગર્ભ ગૃહમાં જ પહેલા આરતી કરાઈ હતી, અને બાદમાં રાષ્ટ્રગાન કરાયુ હતું. નિજ મંદિરમાં પહેલીવાર રાષ્ટ્રધ્વજ લહેરાવાયો હતો. ભક્તોમાં પણ રાષ્ટ્રભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ ક્ષણે ભારતને વિશ્વગુરુ બનાવવા માઇ ભક્તો દ્વારા પ્રાર્થના કરાઈ હતી. પાવાગઢ નિજ મંદિરમાં દેશભક્તિનો રંગ જોવા મળ્યો. મંદિર ટ્રસ્ટીઓ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી આ ઐતિહાસિક ક્ષણને વધાવી હતી. મા મહાકાળીના સાંનિધ્યમાં દેશભક્તિનું વાતાવરણ સર્જાયું.

આ પણ વાંચો :-