Home Blog Page 1348

ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASIનો કેટલો પગાર વધ્યો ? આ રહ્યું સીધું ગણિત

0

How much salary increase

  • ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે, તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.

ગ્રેડ પે (Grade Pay) આંદોલનનો સુખદ અંત આજે આવી ગયો છે. રાજ્ય સરકારે પોલીસ ગ્રે પેડ મામલે રૂ.550 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. જેના કારણે હવે ગુજરાતના પોલીસ કર્મચારીઓનો (police officer) પગાર વધશે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ નિર્ણય લીધો છે. ત્યારબાદ સુરતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) પોલીસકર્મીના પગારમાં કેટલો વધારો કરવામાં આવ્યો છે તેની વિગતવાર માહિતી આપી હતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ગ્રેડ પે મામલે જણાવ્યું હતું કે તમારા સૌ માટે CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા આજે મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. સીએમે મોટું મન રાખી પોલીસ કર્મચારીઓ માટે 550 કરોડથી વધુની ફાઇલ મંજૂર કરી છે.  દેશ આખો આઝાદી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. પોલીસે દેશની અખંડતા જાળવી રાખી છે.

પોલીસ કર્મચારીઓના પગારમાં જાણો કેટલો વધારો કરાયો ?

– પોલીસ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર હવે 4 લાખ 16 હજાર થશે
– અગાઉ પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર હતો.
– હેડ કોન્સ્ટેબલનો વાર્ષિક પગાર 4,96,394 રૂ. કરાયો છે.
– જ્યારે ASIના પગાર વધારી 5,84,094 કરવામાં આવ્યો છે.

અગાઉ આટલો પગાર હતો :

– LRD અને ASIને હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા કરાયો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 3 લાખ 63 હજાર 660 રૂપિયા હતો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 16 હજાર 400 રૂપિયા કર્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 36 હજાર 654 રૂપિયા હતો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 4 લાખ 95 હજાર 394 રૂપિયા થયો.

હવે આટલો પગાર વધ્યો :

– ફિક્સ પગાર LRD અને ASIનો 96 હજાર 150 રૂપિયા પગાર વધ્યો.
– LRD અને ASIનો માસિક પગાર 8 હજાર 12 રૂપિયા વધ્યો.
– પોલીસ કોન્સ્ટેબલનો પગાર 52 હજાર 740 રૂપિયા વધ્યો.
– પોલીસ કોન્સ્ટેબલનો માસિક પગાર 4395 રૂપિયા વધ્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો પગાર 58 હજાર 740 રૂપિયા વધ્યો.
– પોલીસ હેડ કોન્સ્ટેબલનો માસિક પગાર 4895 રૂપિયા વધ્યો.

 LRD અને ASIનો આટલો પગાર વધ્યો :

ફિક્સ પગારમાં LRD અને ASIનો પગાર આટલો વધ્યો.
– 2 લાખ 51 હજાર 100 રૂપિયા પગાર હતો.
– હવે 3 લાખ 47 હજાર 250 રૂપિયા પગાર થયો.
– 20 હજાર 925 રૂપિયા ફિક્સ પગાર મળતો હતો.
– હવે 28 હજાર 937 રૂપિયા દર મહિને પગાર મળશે.
– વાર્ષિક 96150 તો માસિક 8012 રૂપિયા પગાર વધ્યો.

CM ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું ?

ગુજરાત સરકારે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોના કલ્યાણની લાગણી સાથે આ બેઠકો તથા સમિતિની ભલામણોનો સ્વીકાર કરીને પોલીસ વિભાગ માટે વાર્ષિક રૂ. 550 કરોડનું ભંડોળ મંજૂર કરું છું.

પોલીસ વિભાગના કર્મચારીઓની વિવિધ રજૂઆત તથા માંગણીઓને ધ્યાને લઇ ત્વરિત ધોરણે સમિતિની રચના કરી હતી. આ અનુસંધાને મારી તથા ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અનેક બેઠકોનું આયોજન કરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
 

Gujarat Corona Update : ગુજરાતમાં ફરી કોરોનાનાં કેસ વધ્યા, અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત

Gujarat Corona Update

  • ગુજરાતમાં નવા 599 કોરોના કેસો નોંધાયા છે. જ્યારે 737 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી (Covid-19) સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે.

ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના કેસ (coronavirus)માં સ્વતંત્રતા દિવસ પહેલા સામાન્ય વધારો નોંધાયો છે. આજે 14 ઓગસ્ટની સાંજે કોરોના વાયરસની સ્થિતિ અંગે વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 599 કોરોના કેસ (Gujarat Corona Case) નોંધાયા છે.

બીજી તરફ 737 લોકો કોરોનામાંથી સાજા થયા છે. આમ રાજ્યમાં કોરોનામાંથી સાજા થવાનો દર 98.81 ટકા નોંધાયો છે. ત્યાં જ આજે કોરોનાથી એક દર્દીનું મોત નિપજ્યું છે.

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે આજે 14 ઓગસ્ટ 2022 રવિવારના રોજ રાજ્યમાં નવા 599 કોરોના કેસ નોંધાયા છે. બીજી તરફ આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના કેસની સંખ્યા 173 નોંધાઇ છે. રાજ્યભરમાં કોરોના વાયરસના કારણે મોતનો આંકડો 10991 પર પહોંચી ગયો છે. આજે અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત નિપજ્યું છે.

રાજ્યના વિવિધ જિલ્લાઓ અને મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે વાત કરીએ તો અમદાવાદ કોર્પોરેશન 173, મહેસાણા 60, વડોદરા કોર્પોરેશન 51, રાજકોટ કોર્પોરેશન 34, ગાંધીનગર 30, સુરત કોર્પોરેશન 23, વડોદરા 22, ગાંધીનગર કોર્પોરેશન 21, અમરેલી 17, સુરત 17, વલસાડ 17, કચ્છ 14, સાબરકાંઠા 14, પાટણ 11, પોરબંદર 10, ભરૂચ 9, રાજકોટ 9, અરવલ્લી 8, બનાસકાંઠા 8, આણંદ 6, મોરબી 6, નવસારી 6, દેવભૂમિ દ્વારકા 4, જામનગર કોર્પોરેશન 4, અમદાવાદ 3, દાહોદ 3, ગીર સોમનાથ 3, પંચમહાલ 3, તાપી 3, ભાવનગર કોર્પોરેશન 2, જામનગર 2, ખેડા 2, સુરેન્દ્રનગર 2, ભાવનગર 1, છોટા ઉદેપુરમાં 1 કેસ નોંધાયો છે.

રાજ્યમાં કોરોના એક્ટિવ કેસો અંગે વાત કરીએ તો 4066 એક્ટીવ કેસ છે જે પૈકી 22 લોકો વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 4044 સ્ટેબલ છે. રાજયમાં ડિસ્ચાર્જ થયેલા દર્દીઓનો આંકડો 12,60,396 પર પહોંચી ગયો છે.

ત્યાં જ રાજ્યમાં મૃત્યુઆંક 10991 પર પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 74,288 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. ત્યાં જ રાજ્યમાં અત્યાર સુધીમાં 11,99,51,130 લોકોનું રસીકરણ થયું છે.

આ પણ વાંચો :-

લાંબુ-સ્વસ્થ આયુષ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર આટલાં રૂપિયામાં થશે, એ પણ સોમનાથના સાનિધ્યમાં

0

The Mrityunjaya Yajna which

  • સોમનાથમાં ભકતો માત્ર 25 રૂપિયામાં કરી શકે છે મહામૃત્યુંજય યજ્ઞ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા.

આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા (Pilgrimage) અને યજ્ઞને પુણ્ય કર્મ કહેવામાં આવ્યુ છે. લોકો ભગવાનના નામનું સ્મરણ કરવા તીર્થ યાત્રાએ જાય છે, અથવા સંપૂર્ણ તૈયારી સાથે વિવિધ પ્રકારના યજ્ઞોનું આયોજન કરે છે. પરંતુ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં (First Jyotirlinga Somnath) હવે યાત્રા અને યજ્ઞ બંને એક જ જગ્યાએ કરી શકાય છે, તે પણ માત્ર રૂ. 25ના ખર્ચે.

ધાર્મિક વિધિ વિધાન દ્વારા માત્ર 25 રૂપિયામાં રૂપિયામાં યજ્ઞ :

સામાન્ય રીતે જ્યારે કોઈ વ્યક્તિ યજ્ઞ કરવાનું વિચારે છે ત્યારે એક કુશળ પુરોહિત, ઘણી બધી સામગ્રી, અને બીજી ઘણી બધી વ્યવસ્થા કરવાની જરૂર પડે છે. યજ્ઞ જેટલો મોટો તેટલી જ ભક્તોએ વધુ તૈયારીઓ કરવી પડશે.

પરંતુ જરૂરી નથી કે દરેક વ્યક્તિ આ બધી તૈયારીઓ કરવા સક્ષમ હોય, આ વિચારને ધ્યાનમાં રાખીને દેશના વડાપ્રધાન અને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રીઓ માટે મહામૃત્યુંજય યજ્ઞની સેવા માત્ર 25 રૂપિયામાં આપવામાં આવી રહી છે.

શાસ્ત્રો કહે છે કે તીર્થસ્થાનમાં કરવામાં આવતી ભક્તિ અનેક ગણું વધુ પુણ્ય આપે છે. જ્યારે ભાવિકો પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરવા આવે છે, ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ મંદિરની સામે બનાવવામાં આવેલ યજ્ઞશાળામાં મહામૃત્યુંજય યજ્ઞના યજમાન બની શકે છે. સોમનાથ તીર્થના પૂજારીઓ યજ્ઞમાં યજમાનને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે જોડે છે.

યજમાનને તલ વગેરે આહૂતિ દ્રવ્ય પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂરું પાડવામાં આવે છે. સોમનાથ મંદિરની સામે આવેલી યજ્ઞશાળામાં ભક્તો મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં આહુતિ આપે છે. શાસ્ત્રો અનુસાર મહાદેવના સાનિધ્યમાં થઈ રહેલો આ મહામૃત્યુંજય યજ્ઞ ભક્તોને તેઓ રાજવી યજ્ઞ કરી રહ્યા હોય તેવો અનુભવ કરાવે છે.

શું છે મહામૃત્યુંજય યજ્ઞ પાછળની કથા :

શિવના ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. તપસ્યાથી પ્રસન્ન થઈને મહાદેવે ઋષિ મૃકંડુને તેમની ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્તિનું વરદાન આપ્યું હતું, પરંતુ ઋષિ મૃકંડુને કહ્યું હતું કે, પુત્ર તેના માટે જન્મેલા અલ્પજીવી હશે. જ્યારે શિવની કૃપાથી ઋષિ મૃકંડુને પુત્રનો જન્મ થયો ત્યારે જ્યોતિષીઓએ કહ્યું કે, આ બાળકની ઉંમર માત્ર 16 વર્ષ હશે.

આ સાંભળીને ઋષિ મૃકંડુ ચિંતિત થઈ ગયા, ત્યારે તેમના પત્નીએ કહ્યું કે, જો મહાદેવની કૃપા હશે તો તેઓ આ વિધાનને પણ મુલત્વી રાખશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કંડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કંડેય હંમેશા શિવની ભક્તિમાં લીન રેહતા. જ્યારે અંતિમ સમય નજીક આવ્યો, ત્યારે ઋષિ મૃકંડુએ તેમના પુત્ર માર્કંડેયને તેમના ટૂંકા જીવન વિશે જણાવ્યું.

સાથે જ તેમણે કહ્યું કે જો શિવાજી ઈચ્છે તો તે મુલત્વી રાખશે. તેમના પ્રત્યેની માતા-પિતાની ચિંતા દૂર કરવા બાળ માર્કંડેયએ દીર્ઘાયુનું વરદાન મેળવવા માટે શિવજીની ઉપાસના શરૂ કરી, તેમજ આયુષ્યનું વરદાન મેળવવા માટે મહામૃત્યુંજય મંત્ર નું ઉચ્ચારણ શરૂ કર્યું.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।
उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्॥ 

અને શિવ મંદિરમાં બેસીને આ મંત્રના અખંડ જપ કરવાનું શરૂ કર્યું. જ્યારે સમય પૂરો થયો ત્યારે યમદૂત માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, પરંતુ તેમને શિવની તપસ્યામાં લીન જોઈને તેઓ પાછા યમરાજ પાસે આવ્યા અને આખી વાત કહી. પછી યમરાજ પોતે માર્કંડેયના પ્રાણ લેવા આવ્યા, જ્યારે યમરાજે માર્કંડેય પર પોતાનો પાશ છોડ્યો ત્યારે બાળ માર્કંડેય શિવલિંગને ભેટી ગયા. આવી સ્થિતિમાં યમરાજનો પાશ શિવલિંગ પર પડ્યો.

પોતાના ભક્ત પર યમરાજના આક્રમણથી શિવ ખૂબ ગુસ્સે થયા. અને ભગવાન શિવ બાળ માર્કંડેયને યમરાજથી બચાવવા પ્રગટ થયા. યમરાજે તેમને વિધિના વિધાનની યાદ અપાવી, તો શિવજીએ માર્કંડેયને લાંબા આયુષ્યનું વરદાન આપીને વિધિના લેખ બદલી નાખ્યાં. આવી છે મહાદેવના મહામૃત્યુંજય મંત્રની શક્તિ છે, જેનો યજ્ઞ સોમનાથ ખાતે ભક્તો માટે શરૂ કરાયો છે.

સોમનાથ ભૂમિમાં મહામૃત્યુંજય યજ્ઞનું વિશેષ મહત્વ :

મહામૃત્યુંજય યજ્ઞ લાંબા આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય માટે કરવામાં આવે છે. ખાસ કરીને પ્રભાસ ભૂમિ પર સોમનાથ મહાદેવે ચંદ્રદેવનો ક્ષય રોગ પણ મટાડ્યો હતો. શ્રી કૃષ્ણ આ ભૂમિ પર તેમની છેલ્લી લીલા કરીને વૈકુંઠ ગયા હતા, ભગવાન પરશુરામે આ ભૂમિને પોતાના તપોબળથી પુણ્યશાળી બનાવી છે.

આવી સ્થિતિમાં સોમનાથ તીર્થમાં મહામૃત્યુંજય યજ્ઞ કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. જ્યાં ભોલેનાથ ભક્તને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યનું વરદાન આપે છે.

આ પણ વાંચો :-

15 ઓગસ્ટ 2022, રાશિફળ : આ રાશિના જાતકોને મહિનાની શરૂઆતમાં આર્થિક સ્થિતિ રહેશે સારી

August 15, 2022, Horoscope Gujarat Guardian

મેષઃ
નાણાંકીય બાબતોમાં લાભ મળશે. આદ્યાત્મમાં રૂચિ વધશે. કરેલા કાર્યો વિલંબે પુરા થતા જણાય. ભાગ્ય સારું છે. માતૃપક્ષથી લાભ મેળવી શકાશે. સંતાન તરફથી ચિંતા રહેશે. સ્નાયુનો દુઃખાવો પરેશાન કરે. વિદેશ સંબંધી બાબતોથી લાભ મળશે.

વૃષભઃ
કવિતા, સંગીત જેવી બાબતોમાં રસ વધશે. અભિમાન વધશે. સ્ત્રી તથા સંતાન તરફથી લાભ મળશે. નાણાંકીય વ્યવહારોમાં સાવચેતી રાખવી. દેવું કરવાથી દૂર રહેવું. મિત્રોથી લાભ મળશે. નાની મુસાફરીની શક્યતા છે.

મિથુનઃ
દીલમાં અજંપો રહે. આર્થિક બાબતોમાં ફાયદો જણાય. પરિવારમાં સુખ-શાંતિનો અનુભવ થાય. કરેલા કાર્ય ભાગ્યને આધારે સફળ થતા જણાય. જીવનસાથીની તબિયતની ચિંતા રહે. ધંધામાં સંઘર્ષ કરવો પડે.

કર્કઃ
માનસિક ચિંતા હળવી થતી જણાય. આવકનું પ્રમાણ જળવાય. પરિવારમાં સ્નેહ વધે. મિત્રોથી સારા સમાચાર મળે. દામ્પત્ય જીવનમાં સ્નેહ વધે. વિદ્યાર્થી મિત્રો માટે વધુ મહેનત જરૂરી. ખોટા ખર્ચ ટાળવા.

સિંહઃ
ધંધામાંથી આવક વધતાં આનંદની અનુભૂતિ થાય. પરિવારના તમામ સભ્યો સાથે સુમેળ વધે. રોકાણોમાંથી આવક મળવાના યોગ બને. સંતાન તરફથી ચિંતા. નોકરીમાં બઢતી, બદલીના સંજોગો શક્ય બને.

કન્યાઃ
વાણીને કારણે આવક વધતી જણાય. ભાગ્યનો સાથ મળવાથી આનંદ. કાર્ય સફળતા અનુભવાય. મિલકતના પ્રશ્નો હોય તો તેનું નિરાકરણ આવે. નવું વાંચવા, જાણવાનો યોગ બને. આંખની કાળજી જરૂરી.

તુલાઃ
સંઘર્ષ બાદ કાર્ય સફળ થતા જણાય. ખોટું લાગે એવા પ્રસંગો ઉપસ્થિત થતા જણાય. સ્વાસ્થ્ય અંગે અનુકુળતા જણાય. ધાર્મિક આયોજનોમાં સમય પસાર થાય. દિવસ દરમ્યાન મિશ્રફળ અનુભવાય.

વૃશ્ચિકઃ
નવા કાર્ય તથા નવા રોકાણ કરી શકાય. નાના ભાઈ-બહેનની જવાબદારી વધે. આવક તથા ખર્ચનું પ્રમાણ સરભર કરી શકાય. ભાગીદારોથી અસંતોષ રહે. ગળાના રોગોથી સાચવવું.

ધનઃ
દિવસ દરમ્યાન અજંપો રહે. આર્થિક પાસુ મજબૂત બનતું જણાય. કરેલા કાર્યોથી પૂર્ણ સંતોષ ન મળે. અચાનક આરોગ્ય બગડે. પડવા-વાગવા, અગ્નિથી સાચવવું. તમામ બાબતોમાં જીવન સાથીનો સહકાર મળે.

મકરઃ
દિવસ દરમ્યાન આનંદ-ઉત્સાહમાં વધારો થાય. માન-સન્માનમાં વૃદ્ધિ થાય. આવકનો સ્ત્રોત વધતો જણાય. પરિવારના સભ્યોની જવાબદારી ઉઠાવવી પડે. આરોગ્યની કાળજી રાખવી.

કુંભઃ
ગુસ્સામાં વધારો થાય. આવક અંગે ચિંતા રહે. નાના ભાઈ-બહેનને વાઈરલ ઈન્ફેક્શનથી સાચવવું. દેવું કરવાથી દુર રહેવું. પૈસા ફસાઈ જાય. વિદેશના સંબંધોથી લાભ મેળવી શકાય.

મીનઃ
જુના ગુરુ-શિક્ષકોને મળવાના યોગ થાય. વડીલોની આમન્યા જળવાય. આદ્યાત્મિક પ્રગતિ થાય. સંતાનથી પ્રેમ વધારે મળે. સ્ત્રી વર્ગથી લાભ થાય. ડાબાબીટીસ અને વાયુના રોગોથી પરેશાની વધે.

આ પણ વાંચો :-

કાયદાની વાત : શું પિતાના મૃત્યું બાદ પુત્રએ તેમનું દેવું ચૂકવવું જરૂરી છે ? શું કહે છે કાયદો ?

0

Legal matter: Is it necessary

  • સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે.

જ્યારે કોઇપણ વ્યક્તિનું મૃત્યું (Death of a person) થાય છે તો તેમના મોત બાદ પરિવારમાં પ્રોપર્ટીને લઇને ખૂબ વિવાદ થાય છે. ઘણીવાર પ્રોપર્ટી ન હોવાથી તે વ્યક્તિની લોન અને બેંક લોન (Bank loan) પર પણ વિવાદ થાય છે.

જોવા મળે છે જ્યારે પણ પ્રોપર્ટી લેવાની વાત હોય છે તો ઘણા બધા લોકો આગળ આવી જાય છે, પરંતુ જ્યારે લોન ચૂકવવાની હોય છે તો ઘણા લોકો પીછેહઠ કરી દે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આખરે આ જરૂરી છે કે પિતાના દેહાંત બાદ પુત્ર લોન ચૂકવે.

એવામાં આજે અમે તમને તેની સાથે જોડાયેલા નિયમો બતાવવા જઇ રહ્યા છે, જેથી તમે સમજી શકશો કે આખરે પિતાના મોત બાદ પુત્રની દેવૂ ચૂકવવાની જવાબદારી હોય છે અથવા પછી તે દેવૂ ચૂકવ્યા વિના પણ રહી શકે છે. તો આવો જાણીએ આ નિયમો સાથે જોડાયેલી દરેક વાતો..

શું કહે છે કાયદો ?

સંવિધાનના આર્ટિકલ 52 અને 53 કહે છે કે, પિતા અથવા તેમના પણ પિતાના દેવાની ચૂકવણી તે જ વ્યક્તિ કરશે, જે તેમની સંપત્તિના ઉત્તરાધિકારી હશે. જાણકારો કહે છે કે દેવૂ ચૂકવવાની જવાબદારી ઉત્તરાધિકારી કોણ છે અને લોન કયા સ્વરૂપમાં તેના પર નિર્ભર કરે છે. આ સાથે જ તેમાં ઘણા પ્રકારની શરતો જોવા મળે છે અને આ શરતોના આધારે નિર્ણય થાય છે. જેમ કે જે વ્યક્તિનું મૃત્યું થાય છે, તે વ્યક્તિ કો ધન-સંપત્તિ મુકીને ગયો છે કે નહી.

તો બીજી તરફ બાળકોની સંપત્તિ પોતાના દમ પર બનાવવામાં આવી છે તો સ્થિતિ અલગ હોઇ શકે છે. જો પૈતૃક સંપત્તિ છે તો સ્થિતિ અલગ હોય છે. આ સ્થિતિમાં જેટલી સંપત્તિના માલિક હશે, એટલા જ દેવાની જવાબદારી લેશે. જેમ કે માની લો કોઇ પરિવારમાં એક વ્યક્તિ સંપત્તિ ચાર લોકોમાં વહેંચાયેલી છે તો તેના પ્રમાણમાં દેવાની જવાબદારી રહેશે.

આ ઉપરાંત ઘણી વસ્તુઓ પણ જોવામાં આવે છે, જેમ કે બીજી કોઇ જવાબદારી તો નથી ને. પછી ઘણી પરિસ્થિતિઓ અને અન્ય કાયદાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવે છે. આ ઉપરાંત અલગ લોન પર પણ નિર્ભર કરે છે કે કોણ કોને ચૂકવશે ?

હોમલોનની સ્થિતિમાં ઉત્તરાધિકારીને સંપત્તિનો અધિકારી મળે છે, એવામાં તેને જ લોન ચૂકવવી પડશે.

કાર લોનની સ્થિતિમાં કાર વેચીને પૈસા લઇ શકે છે.

પર્સનલ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

બિઝનેસ લોનની સ્થિતિમાં બેક નોમિનીની જવાબદારી હોય છે અને ઇંશ્યોરન્સ છે તો અલગ વાત છે.

ક્રેડિટ કાર્ડમાં પણ સંપત્તિ આધારે સંપત્તિના આધારે પૈસા વસૂલવામાં આવે છે.

આ પણ વાંચો :-

ઓસ્ટ્રેલિયાની ધરતી પર ગુજરાતીઓએ લહેરાવ્યો તિરંગો, કીર્તિદાનના તાલે ગરબે પણ ઝૂમ્યા

Gujarati people hoisted the tricolor

  • ઓસ્ટ્રેલિયાના પર્થમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. ગુજરાતીઓએ ‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લિયે…’ જેવા દેશભક્તિના ગીતો પર ગરબા કર્યાં

જ્યાં જ્યાં વિદેશમાં ભારતીય વસ્યા છે, તેઓએ દિલમાં રાષ્ટ્રભક્તિની (Nationalism) ભાવના હંમેશા જગાવીને રાખી છે. તેમાં પણ ગુજરાતીઓ જ્યાં વસે ત્યાં નવરાત્રિ ભૂલતા નથી. આવામાં ઓસ્ટ્રેલિયાની (Australia) ધરતી પર વસતા ગુજરાતીઓએ એક બાજુ ગરબાની રમઝટ બોલાવી, તો બીજી બાજુ રાષ્ટ્રભક્તિ બતાવી.

ત્યાં રહેતા ગુજરાતીઓએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. દરિયાપારના દેશમાં ગુજરાતીઓએ તિરંગો લહેરાવ્યો. તો સાથે જ લોકગાયક કીર્તિદાન ગઢવીના તાલે ગરબા કર્યાં.

ઓસ્ટ્રેલિયાના પર્થમાં જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીનો નવરાત્રિ ઉત્સવ ઉજવાયો હતો. જ્યાં ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં નવરાત્રિ માણવા અને ગરબાના તાલે રમવા પહોંચી ગયા હતા.

Somnath – તિરંગાની છાયામાં ભવ્ય સોમનાથ મંદિર ..

જોકે, અહીં દાંડિયા રાસની સાથે તિરંગો પણ જોવા મળ્યો. અહીં ગુજરાતીઓએ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો. કીર્તિદાન ગઢવીના સૂર સાથે રાષ્ટ્રપ્રેમમાં સૌ મુગ્ધ બન્યા.

‘દિલ દિયા હૈ, જાન ભી દેંગે, એ વતન તેરે લિયે…’ જેવા દેશભક્તિના ગીતો કાર્યક્રમમાં રેલાયા. તો દેશભક્તિના સૂર સાથે ગુજરાતીઓએ ગરબા લીધા. કીર્તિદાન ગઢવીએ ઓસ્ટ્રેલિયામાં પ્રિ નવરાત્રિ મહોત્સવનો આઝાદીના અમૃત મહોત્સવથી પ્રારંભ કર્યો.

પર્થની ધરતી પર આન બાન શાન સાથે તિરંગો લહેરાવાયો. તો ભારત માતાના જયઘોષ ગુંજી ઉઠ્યા. કીર્તિદાન ગઢવીના સૂર સાથે સૌ વતનપ્રેમ અને દેશપ્રેમમાં તરબોળ થયા.

આ પણ વાંચો :-

ગોઝારો રવિવાર : ભાવનગરમાં આહીર પરિવારને નડ્યો અકસ્માત, પતિ-પત્ની-પુત્રનું ઘટનાસ્થળે મોત

0

Gozaro Sunday

  • એક સાથે પરિવારના ત્રણ સદસ્યોના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો !

ભાવનગરમાં (Bhavnagar) વલ્લભીપુર પાસેથી કારમાં પસાર થઈ રહેલા આહીર પર મોત કાળ બનીને આવ્યુ હતું. કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમાં પરિવારના પતિ, પત્ની અને પુત્રનું ઘટનાસ્થળે કમકમાટીભર્યુ મોત થયુ છે. તો આ અકસ્માતમાં 17 વર્ષનો દીકરો બચી ગયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં (Hospital) ખસેડાયો છે. એક જ પરિવારના ત્રણના મોતથી આહીર પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો છે.

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર રાજકોટ હાઇવે પર મોડી રાતે અંધારામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીનો આહીર પરિવાર ગમખ્વાર અકસ્માતનો ભોગ બન્યો. હતો. 40 વર્ષીય જીલુભાઈ આહીર પોતાના પરિવાર સાથે કારમાં સવાર થઈને સુરતથી અમરેલી વતન તરફ જઈ રહ્યા હતા. કારમાં તેમના પત્ની અને બે પુત્રો સવાર હતા.

ત્યારે રાજકોટ હાઈવે પર કાર ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો જીવલેણ હતો કે પરિવારના ત્રણ સદસ્યોના ઘટના સ્થળે જ મોત થયા હતા. પતિ, પત્ની અને 15 વર્ષના દીકરાનું મોત થયુ હતું, તો 17 વર્ષીય દીકરો શુભમ ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને વધુ સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયો છે.

મૃતકોના નામ :

  • જીલુભાઈ બાબલુભાઈ ભૂવા, ઉંમર 40 વર્ષ
  • ગીતાબેન જીલુભાઇ ભૂવા, ઉંમર 38 વર્ષ
  • શિવમ જીલુભાઈ ભુવા, ઉંમર 15 વર્ષ

ઈજાગ્રસ્ત :

  • શુભમ સમતભાઇ ભૂવા, ઉંમર 17 વર્ષ

સમગ્ર મામલે વલભીપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત કેવી રીતે સર્જાયો હતો તેની તપાસ કરશે. સાથે જ આહીર પરિવારના સ્વજનોને અકસ્માત અંગે જાણ કરાઈ.

આ પણ વાંચો :-

14 ઓગસ્ટ 2022 રાશિફળ : આ 5 રાશિના જાતકો પર માં ખોડલની અસીમ કૃપા રહેશે,ધંધામાં મળશે મોટી સફળતા

14 August 2022 Horoscope Gujarat Guardian

મેષઃ
આખો દિવસ ઉત્સાહ સભર જણાય. આર્થિક બાબતોથી લાભ. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરે. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળે. સંતાન સાથે સ્નેહ રહે. આરોગ્ય સારું. કાર્યક્ષેત્રે પત્નીનો પૂર્ણ સહકાર મળે. ખર્ચનું પ્રમાણ ઓછું રહે.

વૃષભઃ
ગુસ્સાનું પ્રમાણ વિશેષ રહે. આવક અવરોધાય. કાર્યક્ષેત્રે સાનુકુળતા રહે. ધંધાકીય ક્ષેત્રે હરિફોને પરાસ્ત કરી શકશો. સંતાનોની પ્રગતિ થતી જણાય. જીવનસાથી સાથે મતભેદ અનુભવાય. પેટ બગડવાની સમસ્યા સર્જાય.

મિથુનઃ
સાહસિક નિર્ણયો લાભદાયી નીવડે. ધાર્મિક કાર્યોના આયોજનોમાં મહત્ત્વની તક મળે. નોકરી-ધંધામાં વિશ્વાસઘાતથી સાચવવું. સ્વાસ્થ્ય સાનુકુળ રહે. વિદેશના કામકાજમાં સફળતા મળશે. ખર્ચનું પ્રમાણ વધારે રહેશે.

કર્કઃ
મનમાં ચિંતા સતાવ્યા કરે. ખોટા વિચારોનું પ્રમાણ વધે. કાર્યક્ષેત્રે સફળતા મળે. રોકાણોથી આવક વધતી જણાય. સંતાનની ચિંતા રહે. આરોગ્ય સાચવવું. જીવનસાથીનો પ્રેમ મળતો રહે. ભાગ્ય સાથ આપતું જણાય. મિત્રોથી લાભ.

સિંહઃ
આત્મબળમાં વધારો થાય. બેંક બેલેન્સ વધતુ જણાય. પારિવારિક સભ્યો સંબંધી મધુરતા અનુભવાય. લોકોપયોગી કાર્યો કરવાથી માન-સન્માનમાં વૃદ્ધિ થાય. સામાન્ય શરદી-ખાંસીનો ઉપદ્રવ રહે. મિત્રોથી ચિંતા રહે.

કન્યાઃ
કવિતા, સાહિત્ય પ્રત્યે વિશેષ અભિરૂચી વધે. સ્વભાવે સ્પષ્ટ વક્તા, કાર્ય કુશળ બનશો. ભાગ્યોદયની નવી-નવી તક મળે. જીવનસાથીની પ્રગતિથી આનંદ થાય. શાંતિ અને સ્વસ્થતા જળવાઈ રહેશે.

તુલાઃ
દિવસ દરમ્યાન સંઘર્ષનો અનુભવ કરવો પડશે. આર્થિક પાસુ મજબૂત બનશે. કૌટુંબિક ચિંતા મનમાં સતાવ્યા કરશે. સંતાનો તરફથી આનંદ જણાશે. સરકારી કામકાજમાં સાવચેત રહેવું. ભાગ્યનો સાથ મળશે.

વૃશ્ચિકઃ
નાણાંકીય બાબતોમાં અસંતોષ રહે. પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ જળવાય. વિદેશી બાબતોથી લાભ મળતો જણાય. સંતાન સંબંધી ચિંતાનો અનુભવ થાય. માન-સન્માન મળશે.

ધનઃ
ધાર્મિક કાર્યોમાં મન પરોવાય. નાણાંકીય બાબતોમાં અનુકુળતા રહે. પરિવારમાં પરસ્પર પ્રેમ જળવાય. સંતાન જીદ વધારે કરે. આરોગ્ય જળવાશે. જીવનસાથીની ચિંતા રહે. ભાગ્ય હાથતાળી આપતું જણાય.

મકરઃ
પરોપકારની ભવના પેદા થાય. નાણાંકીય વ્યવહારોમાં સફળતા. લાંબા સમયથી વિખુટા પડેલા સ્વજનનો મિલાપ થાય. પેટમાં એસીડીટી રહે. સંતાનનું આરોગ્ય સાચવવું. ભાગીદારો, સહકાર્યકર્તાઓ સાથે સુમેળ જળવાશે.

કુંભઃ
ભુલથી ચીજવસ્તુ ખોવાઈ જાય, ફૂડ પોઈઝનીંગ કે દવાના રીએક્શનથી સાચવવું. ઝેરી જંતુ, કુતરુ કરડવાના બનાવ બને. વિદેશી બાબતોથી લાભ મળે. એકંદરે દિવસ દરમ્યાન મિશ્રફળનો અનુભવ થાય.

મીનઃ
સીધો-સરળ સ્વભાવ રહે. પરિવારના સભ્યો સાથે મોજશોખમાં ખર્ચ થાય. રોકાણ કરવામાં વિશેષ કાળજી રાખવી. સંતાનની પ્રગતિ અનુભવાય. હાડકા, આંખની કાળજી જરૂરી. બહેનોએ ગર્ભાશયના રોગોથી સાચવવું.

આ પણ વાંચો :-

પોલીસે ખેત-મજૂર બની ફિલ્મી સ્ટાઇલમાં પાર પાડ્યું ઓપરેશન ‘કિડનેપિંગ’

The police carried out the

  • બનાસકાંઠા જિલ્લાના ડીસામાં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું.

બનાસકાંઠા (banaskantha) જિલ્લાના ડીસા (deesa)માં બે દિવસ અગાઉ યુવકને વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ત્રણ શખ્સોએ યુવકનું અપહરણ (kidnapping) કર્યું હતું. તે બાદ આરોપીઓએ યુવકના પરિવાર પાસે ખંડણી માંગતા પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસ (deesa police)ને કરી હતી. પોલીસે ઓપરેશન પાર પાડી  ગણતરીના સમયમાં જ અપહરણકર્તાઓની (the kidnapper) ચૂંગાલમાંથી યુવકને સહીસલામત છોડાવી 3 આરોપીઓને દબોચી લીધા હતા.

બનાસકાંઠા જિલ્લાના ડીસામાં રહેતા પ્રકાશભાઈ અમરતભાઈ આલ અને ઢૂવા ગામે રહેતા ઈશ્વર પુંજાભાઈ ભાંગરા વચ્ચે પૈસાની લેતી-દેતીના સંબંધ હતા.  ઈશ્વર, પ્રકાશ પાસેથી પૈસા માંગતો હતો. તેથી તેણે ઉઘરાણીના પૈસા લેવા  રણજીત કાંતુભા વાઘેલા અને વિક્રમસિંહ દાડમસિહ વાઘેલાને ટીપ આપી પ્રકાશનું અપહરણ કરવા કાવતરું ઘડ્યું હતું.

કાવતરા મુજબ પ્રકાશને આ બંને શખ્સોએ વ્યાજે પૈસા આપવાની લાલચ આપી ડીસાના ચૌધરી પેટ્રોલ પંપ નજીક બોલાવ્યો હતો. પ્રકાશ પેટ્રોલ પંપ નજીક પહોંચતાં બન્ને શખ્સ રીક્ષા લઇને પ્રકાશ પાસે પહોંચ્યા અને રીક્ષામાં બેસાડી તેનું અપહરણ કર્યું હતું.

તેને રીક્ષામાં જ દબોચી દાંતીવાડા ડેમ નજીકની અવાવરું જગ્યાએ લઈ ગયા હતા અને ત્યાં તેને માર માર્યો હતો. તે બાદ પ્રકાશને છરીની અણીએ રીક્ષામાંથી નીચે ઉતારી કારમાં બેસાડીને નાની ભાખરની પ્રાથમિક શાળામાં લઇ ગયા અને ત્યાં લઇ ગયા બાદ પ્રકાશ પાસે તેના પિતાને ફોન કરાવી એક લાખ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.

અપહરણકર્તાઓની ધમકીથી ગભરાયેલા પ્રકાશના પરિવારે સમગ્ર મામલાની જાણ ડીસા દક્ષિણ પોલીસને કરતા પોલીસે પ્લાનિંગ તૈયાર કર્યું અને પ્રકાશના પિતા પાસે અપહરણકારોને ફોન કરાવી પૈસા લેવા ડીસાના કાંટ પાંજરાપોળ આગળ બોલાવ્યા હતા.

જોકે, પોલીસે અલગ-અલગ ટીમો બનાવી પાંજરાપોળ આસપાસ ખેડૂત અને મજૂરોના વેશમાં ગોઠવાઈ ગઈ તો એક પોલીસકર્મી જ  રીક્ષાચાલકનો વેસ ધારણ કરી પ્રકાશના પિતાને અપહરણકારો પાસે ઉતારવા પહોંચ્યા અને જેવા બે  આરોપીઓ પૈસા લેવા પ્રકાશના પિતા પાસે પહોંચતા જ પોલીસે તેમને દબોચી લીધા અને પૂછપરછ હાથ ધરી હતી.

આમ, પોલીસે નાની ભાખરની પ્રાથમિક શાળામાં ગોંધી રાખેલા પ્રકાશને મુક્ત કરાવી ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, અપહરણ માટે ઈશ્વર નામના આરોપીએ ટીપ આપી હોવાનું સામે આવતાં જ પોલીસે ઇશ્વરને પણ  દબોચી લીધો હતો અને ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :-

સરકાર કરાવશે ચારધામ યાત્રા : ગુજરાતથી ઉપડશે 75 બસો, સોમનાથમાં તિરંગાને અપાશે સલામી

0

Government will conduct Chardham Yatra

  • શ્રાવણ માસના પાવન અવસરે સોમવારે સોમનાથમાં સિનિયર સિટિઝન્સ આપશે તિરંગાને સલામી.

ગુજરાતના (Gujarat) સિનિયર સિટિઝન (Senior Citizen) ગુજરાતના યાત્રા ધામાના સરળતાથી દર્શન કરી શકે તે અર્થે રાજ્ય સરકારે “શ્રવણ તીર્થ દર્શન યોજના” (Shravan Tirtha Darshan Yojana) અમલમાં મૂકી છે. જે અંતર્ગત યાત્રા કરનાર લોકોને 50% ટ્રાવેલ્સ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Govt) દ્વારા સહાય આપવામાં આવે છે.

પરંતુ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યુ છે. તેથી આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત  શ્રવણ તીર્થ દર્શન યાત્રામાં સબસિડી 50 ટકાથી વધારીને 75 ટકા કરવાની જાહેરાત કરવામાં આવી છે.

 આજે રાતે 75 બસ સોમનાથ જવા ઉપડશે :

જી, હા કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે  75 બસના માધ્યમથી સિનિયર સિટીઝનને ચારધામ યાત્રા કરાવાશે.  જે માટે 4000થી વધુ નોંધણી થઇ  છે.  દંપતીમાંથી કોઇ એકની ઉંમર 60 વર્ષ હશે તો તેમને પણ લાભ અપાશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 50 હજાર તિરંગાનું વિતરણ કરાયું છે. જે  75 બસો ઉપડવાની છે તેમાં સવાર તમામ યાત્રાળુઓને રાષ્ટ્રધ્વજ આપવામાં આવશે.  યાત્રાળુઓ સોમનાથ ખાતે રાષ્ટ્રધ્વજને સલામી આપશે.

સોમનાથ જઇને રાષ્ટ્રધ્વજ ફરકાવશે યાત્રાળુઓ :

હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. તેમાં પણ સોમવારનો દિવસ પવિત્ર ગણાય છે. ત્યારે 4000થી વધુ સંખ્યામાં 75 જેટલી બસ આજે રાતે સુરતથી સોમનાથ જવા નીકળી જશે.  72 કલાકે બસ પરત આવશે. આવતી કાલે સવારે ચોટીલા, ત્યાર બાદ ગોંડલ સ્વામિનારાયણ અને ખોડલધામમાં પણ દર્શન કરશે ત્યારબાદ જ સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે ધ્વજવંદનમાં ભાગ લેશે.

ત્યારબાદ ભાલકાતીર્થ, વડતાલ સ્વામિનારાયણ મંદિર અને નર્મદા કાંઠે આવેલા નીલકંઠ મહાદેવના દર્શન કરીને યાત્રાળુઓ 167 સુરત પશ્ચિમ વિધાનસભાના સિનિયર સિટિઝનો પરત ફરશે.ઉલ્લેખનીય છે કે  સિંધુ દર્શન, જેમાં ગુજરાત સરકાર 15 હજાર સબસીડી આપે છે. ગુજરાતમાંથી અયોધ્યા જવા-આવવા માટે રાજ્ય સરકાર 5 હજાર સબસીડી આપે છે.

આ પણ વાંચો :-