Home Blog Page 1345

સૌરાષ્ટ્રમાં રુંડો અવસર : મેળાના માણિગરો આજથી મેળો માણશે, વરસાદ નહિ નડે તો જમાવટ થશે

0

A big opportunity in Saurashtra

  • Saurastra Lokmela : બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રભરના મેળાના માણિગરો આજે સાંજથી મેળો માણી શકશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે.

આજે સૌરાષ્ટ્રવાસીઓ (Saurashtra) માટે રુંડો અવસર આવ્યો છે, કારણ કે કોરોનાના બે વર્ષ બાદ લોકમેળા ખુલ્લા મૂકાશે. આજથી પાંચ દિવસ વિવિધ જિલ્લામાં લોકમેળા શરૂ થશે. ત્યારે સૌરાષ્ટ્રના લોકો આ મજા માણવા થનગની રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં આખુ વર્ષ આ લોકમેળાની (Lok Mela) આતુરતાથી રાહ જોવાય છે. તેમના માટે આ તહેવાર દિવાળી કરતા પણ મોટો ગણાય છે. ત્યારે આજે રાજકોટમાં સાંજે 5 વાગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) લોકમેળાને ખુલ્લો મુકશે.

રાજકોટના લોકમેળાને ‘આઝાદી કા અમૃત લોકમેળો’ નામ અપાયું :

આ વિશે રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતા કહ્યું કે, રાજકોટના લોકમેળામાં 56 જેટલી રાઇડ તૈયાર થઈ ગઈ છે. અલગ અલગ સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા છે. 300 થી વધુ ખાણીપીણી, ઘર સુશોભનની વસ્તુઓ, રમકડા સહિતના સ્ટોલ તૈયાર કરવામાં આવ્યા છે. રાજકોટના લોકમેળાને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘આઝાદી કા અમૃત લોકમેળો’ નામ આપવામાં આવ્યું છે.

ત્યારે બે વર્ષ મેળો બંધ રહ્યા બાદ આ વર્ષે 12 થી 15 લાખ લોકો આવી પહોંચશે તેવી શક્યતા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીસીટીવી કેમેરાથી સજ્જ સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો આજે સાંજે ખુલ્લો મૂકાશે. રાજકોટના લોકમેળા માટે 15 જગ્યાઓ પર ફ્રી પાર્કિંગની વ્યવસ્થાઓ કરાઈ છે. રૂપિયા ચાર કરોડનું વીમા કવચ લેવામાં આવ્યું છે.

વરસાદનું વિધ્ન ન આવે તેવી વેપારીઓની પ્રાર્થના :

બે વર્ષ બાદ રાજકોટમાં લોકમેળો યોજાશે. સૌરાષ્ટ્રભરના મેળાના માણિગરો આજે સાંજથી મેળો માણી શકશે. જો વરસાદનું વિઘ્ન નહીં નડે તો કાલે સાંજે લોકમેળો જમાવટ કરશે. જોકે, વરસાદી વાતાવરણને લઈને રાઇડના સંચાલકો અને સ્ટોલ ધારકો ચિંતિત છે.

લોકમેળામાં વેક્સીન લેનારાને પ્રવેશ :

જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કહ્યું કે લોકમેળામાં સ્ટોલ વેચી જે આવક થઈ છે. તેમાંથી 51 લાખ મુખ્યમંત્રી રિલીફ ફંડમાં રૂપિયા આપવામાં આવશે. દિવસમાં બે વખત મિકેનિકલ ટીમ દ્વારા તમામ રાઈડ્સની ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાની દ્રષ્ટિએ લોકમેળામાં 1200 પોલીસનો બંદોબસ્ત રહેશે.

CCTV અને 15 વોચ ટાવર પરથી વીડિગ્રાફીથી નજર રાખવામાં આવશે. રોગચાળો વકર્યો હોવાથી વેક્સીનના બે ડોઝ લીધા હોય તેવા લોકો જ આવે અથવા તો લોકમેળામાં વેક્સીન લઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ છે.

આ પણ વાંચો :-

અમદાવાદની કલ્પતરુ સંસ્થાની ઓફર : તિરંગો જમા કરાવો, અને મફત ચાંદીનો સિક્કો લઈ જાઓ

0

Ahmedabad’s Kalpataru Sanstha Offer

  • સંસ્થાએ ઓફર કરી કે, તિરંગો જમા કરવો અને 50 રૂપિયા જમા કરવો. એટલે તેની સામે 1 કિલો ઓર્ગેનિક ખાંડ અથવા 1 કિલો ઓર્ગેનિક ગોળ સાથે ચાંદીનો સિક્કો આપવામાં આવશે.

હર ઘર તિરંગા (Har ghar tiranga) અભિયાનને દેશભરમાં સારો પ્રતિસાદ મળ્યો હતો. લોકોએ ચારેતરફ તિરંગો લહેરાવીને દેશને ત્રણ રંગોમાં રંગી નાંખ્યો. ત્યારે 15 ઓગસ્ટ બાદ હર ઘર તિરંગા અભિયાનમાં લાવેલા રાષ્ટ્રધ્વજે (The national flag) લોકો અનેકવાર ભૂલી જાય છે. કોઈ તેને કચરામાં ફેંકે છે, તો કોઈ અભરાઈએ ચઢાવી દે છે.

આવામાં તિરંગાનું અપમાન ન થાય તે માટે અમદાવાદમાં કલ્પવૃક્ષ નામની સંસ્થાએ પહેલી શરૂ કરી છે. જેથી તિરંગા સાથે 50 રૂપિયા જમા કરાવનારને 1 કિલો ઓર્ગેનિક ખાંડ અથવા 1 કિલો ઓર્ગેનિક ગોળ સાથે ચાંદીનો સિક્કો અપાય છે.

હર ઘર તિરંગાને લઈ 13 થી 15 ઓગસ્ટ સુઘી દેશના તમામ ઘર, ઓફિસ, વાહનો પર તિરંગો લહેરાયો હતો. પરંતુ હવે તિરંગાનું અપમાન ન થાય તે માટે અમદાવાદની કલ્પવૃક્ષ નામની એક સંસ્થાએ પહેલ કરી છે. સંસ્થાએ લોકોને પોતાના પાસેના તિરંગા આપી જવાની ઓફર આપી છે.

સંસ્થાએ ઓફર કરી કે, તિરંગો જમા કરવો અને 50 રૂપિયા જમા કરવો. એટલે તેની સામે 1 કિલો ઓર્ગેનિક ખાંડ અથવા 1 કિલો ઓર્ગેનિક ગોળ સાથે ચાંદીનો સિક્કો આપવામાં આવશે.

દર 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી પછી અમે જોઈએ છીએ કે તિરંગા રસ્તા અને કચરામાં પડેલા હોય છે. ત્યારે અમને સવાલ થાય છે કે શું આ દેશભક્તિ માત્ર એક જ દિવસની છે. મારું રાષ્ટ્રધ્વજ મારું સ્વાભિમાન હોવુ જોઈએ એ દ્રષ્ટિએ અમે નક્કી કર્યુ કે, આપણા રાષ્ટ્રધ્વજને અમે ભેગા કરીએ. પરંતુ સવાલ એ પણ હતો કે, લોકો અમારી પાસે જૂનો રાષ્ટ્રધ્વજ આપવા કેમ આપે.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

તેથી અમે આ વસ્તુઓ મફત આપવાની ઓફર આપી. અમે દરેક વ્યક્તિ દીઠ જેટલા તિરંગા જમા કરાવે તેટલી ભેટ આપીએ છીએ. હાલ 10 હજાર જેટલા લોકોને ચાંદીના સિક્કા આપીશું, પરંતુ જો તેના બાદ પણ વધુ લોકો આવવાની શરૂઆત થશે તો ખાંડ અને ગોળ આપવાનું ચાલુ રાખીશું.

કલ્પવૃક્ષ સંસ્થા દ્વારા10 હજાર લોકોને આ ઓફર આપી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ જ્યાં જ્યાં કલ્પવૃક્ષ સંસ્થાની બ્રાન્ચ આવેલી છે ત્યાં આ યોજના ચાલુ છે. આ પાછળ સંસ્થાનો ઉદ્દેશ એટલો જ છે કે તિરંગો એ દેશની શાન છે, તેથી તેનું માન જળવાઈ રહે તે જરૂરી છે.

આ પણ વાંચો :-

 

 

 ગુજરાતના આ શહેરમાં દર્દીમાં જોવા મળ્યા મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો, તાત્કાલિક સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

Suspicious symptoms of monkeypox

  • વિશ્વભરમાં મંકીપોક્સ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. એવામાં રાજ્યમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

રાજકોટના ગોંડલની (Gondal) ખાનગી હોસ્પિટલમાં એક દર્દીની અંદર મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેના લીધે બ્લોક હેલ્થ ઓફિસર સહિતનો સ્ટાફ સતર્ક થઇ ગયો છે. આ શંકાસ્પદ દર્દીના (Suspicious patient) સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે. ત્યારે તેના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે શું દર્દીને ખરેખર મંકીપોક્સ થયો છે કે કેમ.

શું છે આ મંકીપોક્સ વાયરસ ?

આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?

યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.

શું છે તેનું ઝડપથી ફેલાવાનું કારણ ?

વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.

વાયરસ કેવી રીતે ફેલાઇ શકે છે ?

સીડીસી અનુસાર આ રોગ કોઈ સંક્રમિત વ્યક્તિના  શારીરિક પ્રવાહી, ઘા કે પછી શેર કરવામાં આવેલી વસ્તુઓના સંપર્કથી ફેલાય શકે છે.

કેવી રીતે બચી શકાય આ વાયરસથી ?

જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્ધારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી  મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.

આ પણ વાંચો :-

રાજકોટમાં રુવાંટા ઉભો કરી દે તેવો હત્યાનો કિસ્સો, દીકરી સાથે પ્રેમલગ્ન કરનાર યુવકની હત્યા

A shocking murder case in Rajkot

  • આ બનાવની જાણ થતા શાપર-વેરાવળના પોલીસ અને LCB નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઓનર કિલીંગની આ ઘટનાને ધ્યાને લઈ મોડી રાત સુધી કોમ્બીંગ કરી અપહરણનો ભોગ બનેલી અલય ઉર્ફે કુંવરને છેડાવી હતી.

રાજકોટ (Rajkot)માં દિનપ્રતિદિન અસામાજીક તત્વોનો આતંક (Rajkot Crime) વધતો જોવા મળી રહ્યો છે. કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે ચારણ કન્યા સાથે પ્રેમ લગ્ન (love marriage) કરનાર પરપ્રાંતીય યુવાન પિયુષ પર યુવતીના નજીકના સગાઓએ ધોકા પાઈપ વડે હુમલો કરી બેરહેમીથી માર મારી મોત (Murder) ને ઘાટ ઉતારી દીધો હતો અને યુવતીને ઉપાડી ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ઓનર કિલીંગની આ ઘટના અંગે પોલીસે ત્વરીત કાર્યવાહી કરી અપહરણનો ભોગ બનેલી યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપીઓને સકંજામાં લઈ સઘન પુછપરછ હાથ ધરી છે.

પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી મુળ ઉત્તર પ્રદેશના વતની છે. અને રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય અને મજુરી કામ કરતા હોય આ વખતે શાંતિધામમાં રહેતી એક કુંવર નામની યુવતી સાથે ફરિયાદીના પુત્ર મરણજનાર પિયુષની આંખ મળી જતા બન્ને શાપર વેરાવળથી નાશી જઈ રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી હતી. 9 માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યા બાદ યુવતીના સગાસબંધી અને પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોવાથી પોતાની પત્ની કુંવરને સાથે લઈ પોતાના વતન ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો.

ત્રણ દિવસ પહેલા પિયુષ તેની પત્ની કુંવર અને એક પુત્ર સાથે પડવલા ગામે માતા-પિતા અને બહેનો પાસે રાખડી બંધાવવા અને મળવા માટે ઉત્તર પ્રદેશથી આવ્યો હતો. જેની જાણ ચારણના પરિવારજનોને થતા કુંવરની માતા નાથીબેન, ભાઈ કરણ 9 તારીખે મળવા માટે આવ્યા હતા. આ વખતે માતા અને પુત્રએ પ્રેમ લગ્ન કરનાર અલયને મોબાઈલ ફોન ગીફ્ટ આપ્યો હતો.

ત્યાર બાદ બીજા દિવસે તારીખ 10 ઓગસ્ટના દિવસે ફરી વખત અલય ઉર્ફે કુંવરનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ શખ્સો ફરી વખત એક્ટીવા લઈ મળવા માટે આવ્યા હતા. એક કલાક સુધી બહેન પાસે રહ્યા બાદ બન્ને ભાઈઓ જતા રહ્યા હતા.

જોકે ગઈકાલે સવારે ફરિયાદીનો પુત્ર પિયુષ, તેની પત્ની અલય ઓફિસમાં બેઠા હતા ત્યારે સવારના સમયે અલ્ટ્રોકારમાં ચારણના મામા, માસીનો દીકરો સહિતના શખ્સો ધસી આવ્યા હતા અને સીધા જ ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. આ વખતે ફરિયાદી અને તેની પુત્રી આરતી બચાવવા જતા તેમના પર પણ હુમલો કરી ઓફિસની બાર જ તેમને રોકી દેવામાં આવ્યા હતા.

પિયુષને બેરહેમીથી માર માર્યા બાદ આરોપીઓ અલય ઉર્ફે કુંવરનું અલ્ટો કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા પિયુષને 108 મારફત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવની જાણ થતા શાપર-વેરાવળના પોલીસ અને LCB નો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઓનર કિલીંગની આ ઘટનાને ધ્યાને લઈ મોડી રાત સુધી કોમ્બીંગ કરી અપહરણનો ભોગ બનેલી અલય ઉર્ફે કુંવરને છેડાવી હતી. અને આરોપી વિહળ આલા માલાણી, રાદેવ જેહળ માલાણી અને સિનો વિભાભાઈ વાલાની અટકાયત કરી વિશેષ તપાસ હાથ ધરી હતી.

પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લેતા પોતે આચરેલા ગુનાહિત કૃત્યના કારણે અફસોસ પણ થઈ રહ્યો હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

હાલ તો પોલીસ આરોપીઓના રિમાન્ડ મેળવી સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્ટ કરવાની કામગીરી કરશે. હત્યાના બનાવથી 3 પરીવાર વિખેરાયા છે. એક પરીવારે પોતાનો દિકરો ગુમાવ્યો, મૃતકની પત્નીએ પોતાનો પતિ ગુમાવ્યો અને હત્યા કરનાર લોકો જેલમાં જવાથી તેમનો પરીવાર પણ નોધારો બન્યો છે.

આ પણ વાંચો :-

Sardar Sarovar Dam : ગુજરાતના માથે વધુ એક વિપત્તિના એધાણ, નર્મદા ડેમ હાઈ લેવલ સપાટીથી માત્ર 4 મીટર બાકી

0

Sardar Sarovar Dam: Another disaster

  • મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી (Omkareshwar Dam) પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.

આજે રાત્રે ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાને કારણે આસપાસના ગામો માટે મોટો ચિંતાનો પ્રશ્ન ઉભો થયો છે.

તેથી નર્મદા ડેમની જળ સપાટી એક લેવલથી વધુ ઉપર ના જાય તે માટે સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે.

સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને આજે રાત્રે નર્મદા નદીમાં 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી દ્વારા ચેતવણી જારી કરતા જણાવાયું હતું કે, 16 ઓગષ્ટની રાત્રિના 10 વાગે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.

આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. જેના કારણે નર્મદા નદીમાં કુલ 5.45 લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે.

નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 4 મીટર દૂર છે. ત્યારે નર્મદા ડેમ છલકાય નહીં તે માટે સતત ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-

સાવધાન ! રાજ્યમાં આજે કોરોના કેસમાં બમણો વધારો, દરરોજ વધી રહ્યો છે મૃત્યુઆંક

Corona cases have doubled

  • રાજ્યમાં હાલ 3,480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,694 દર્દીઓ માત આપી ચુક્યા છે.

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં (Corona case) વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 400 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 425 કેસ નોંધાયા છે.

જ્યારે કોરોના સંક્રમણથી 663 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.86 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,694 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,994 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 145 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 15, અમરેલીમાં 14, સુરતમાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 12, વલસાડમાં 12, ગાંધીનગરમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, નવસારીમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 8, પોરબંદરમાં 7, પાટણમાં 6, અમદાવાદમાં 5, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 4, સુરેન્દ્રનગરમાં 4, તાપીમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 3, આણંદમાં 2, અરવલ્લીમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ખેડામાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 72,306 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 430 ને રસીનો પ્રથમ અને 799 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 17 ને રસીનો પ્રથમ અને 413 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જ્યારે 7,599 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 34 ને રસીનો પ્રથમ અને 594 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 62,420 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,00,82,411 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-

IRCTC પોતાના રોકાણકારોને 75% ડિવિડન્ડ આપશે, 18 ઓગસ્ટ એક્સ-ડિવિડન્ડ ડેટ, જાણો વિગતવાર માહિતી

0

IRCTC to pay 75% dividend

  • સરકારી કંપની IRCTCના રોકાણકારો માટે ખુશખબર આવી રહ્યા છે. કંપનીએ વર્ષ 2022 માટે પ્રતિ શેર 75 ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ માટે 18 ઓગસ્ટને એક્સ ડિવિડન્ડ (Ex dividend) ડેટ અને 19 ઓગસ્ટને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

IRCTCના શેરમાં રોકાણ કરવાવાળા લોકો માટે ખુશખબર છે. IRCTCએ વર્ષ 2022 માટે રૂ. 2ની ફેસવૅલ્યુવાળા પ્રેત્યેક શેર ઉપર 75% ડિવિડન્ડ ચુકવવાનું નક્કી કર્યું છે. આ માટે 19 ઓગસ્ટ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે IRCTCના શેર્સ આ અઠવાડીયે 18 ઓગસ્ટથી એકસ-ડિવિડન્ડ બની જશે.

ડિવિડન્ડ ચુકવણી માટે રેકોર્ડ ડેટએ તારીખ હોય છે, જેના આધારે કંપની એ નક્કી કરે છે કે તેને કયા શેરહોલ્ડરોને વળતર ચૂકવવાનું છે. રેકોર્ડ ડેટના દિવસે જે શેરહોલ્ડરોનું નામ કંપનીના મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં દાખલ થશે, તે ડિવિડન્ડનું વળતરનો હક ધરાવે છે. જોકે અહીં એક સમસ્યા છે.

ભારતમાં મોટાભાગના શેર્સના સેટલમેન્ટ માટે T+2 પદ્ધતિ અપનાવવામાં આવે છે. એવામાં જો કોઈ શેરહોલ્ડર ડિવિડન્ડનો લાભ મેળવવા ઈચ્છે છે, તો એના માટે તેને 2 દિવસ પેહલા શેર ખરીદવા જરૂરી છે, કારણકે T + 2ની સાયકલ પ્રમાણે શેર્સ સેટલ થઈને તેના ખાતામાં આવવા માટે અને તેનું મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં નામ દાખલ થવા માટે બે દિવસનો સમય લાગે છે.

તેથી સામાન્ય રીતે રેકોર્ડ ડેટના એક દિવસ પેહલા એક્સ ડિવિડન્ડ ડેટ હોય છે. તે એક એવી તારીખ હોય છે, જયારે શેર્સ તેના ડિવિડન્ડ લાભ વિનાનો હોય છે. તેથી આ દિવસ કે તે પછી શેર ખરીદવા પર ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેથી રોકાણકારોએ ડિવિડન્ડનો લાભ લેવા માટે શેરને તેની એક્સ ડિવિડન્ડ ડેટ પેહલા ખરીદવા જોઈએ.

દાખલા તરીકે IRCTCએ ડિવિડન્ડની ચુકવણી માટે તેની રેકોર્ડ ડેટ 19 ઓગસ્ટ, 2022 નક્કી કરી છે, તો તે સંજોગોમાં તેનો એક્સ ડિવિડન્ડ ડેટ એક દિવસ પેહલા એટલે કે 18 ઓગસ્ટ 2022 ગણાશે. IRCTC ના શેર્સનો લાભ લેવા માટે રોકાણકારોએ શેર 18 ઓગસ્ટ પેહલા ખરીદવા પડશે.

ભારત સરકાર હસ્તગત IRCTCના બોર્ડ ઓફ ડિરેકટર્સે 2 મે, 2022ના રોજ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા તમામ શેર પર 75% એટલે કે 1.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી. કંપનીની વાર્ષિક જેનેરલ મીટિંગ 26 ઓગસ્ટના દિવસે થવાની છે. મીટિંગમાં ડિવિડન્ડની ચુકવણી બાબતે શેરહોલ્ડરોની મંજૂરી લેવામાં આવશે અને તે પછી તેમના ખાતામાં ચુકવણી કરવામાં આવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujarat Guardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-

17 ઓગસ્ટ 2022, આજનું રાશિફળ : આ 7 રાશિના જાતકો માટે ગણેશજીની કૃપાથી અટકેલું કાર્ય થશે પૂર્ણ

17 August 2022, Today’s Horoscope Gujarat Guardian

મેષઃ
બપોર સુધી પ્રસન‍્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું`ની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

BIG BREAKING : સામાન્ય જનતાને હવે દૂધ પીવું પણ મોંઘુ પડશે! અમુલે ફરી વધાર્યા ભાવ – જાણો નવા ભાવ –

0

It will be expensive for common

  • મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારા બાદ દૂધ-છાશ અને બટરના ભાવ પણ વધ્યા હતા. ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે.

મોંઘવારીના (Inflation) લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી (Vegetables-Milk) લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે. તાજેતરમાં દૂધ-છાશ બાદ અને બટરના ભાવ પણ વધ્યા હતા.

ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન),કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. ૩૧, જ્યારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. ૨૮ પ્રતિ થશે.

અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૪% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.

આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે.

ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ ૮-૯% જેટલો વધારો કર્યો છે.

અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો ધ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.

આ પણ વાંચો :-

ફ્રી રાશન લેનારાઓ માટે મોટા સમાચાર, જો 3 મહિના સુધી આ કામ નહીં થાય તો રદ્દ થઈ જશે કાર્ડ

0

Big news for free ration takers

  • તાજેતરમાં એવા સમાચાર હતા કે યુપી સરકારે રાશન કાર્ડ રદ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રેશનકાર્ડની યાદીમાંથી અયોગ્ય વ્યક્તિનું નામ કપાશે.

જો તમારી પાસે રાશન કાર્ડ (Ration card) છે અને તમે સરકારની મફત રાશન યોજનાનો (Ration scheme) લાભ લઈ રહ્યા છો. તો આ સમાચાર તમારા કામના છે. જો તમારી પાસે રાશન કાર્ડ હોવા છતાં તમે તેના પર રાશન નથી લેતા તો પણ આ સમાચાર તમારાથી સંબંધિત છે.

તાજેતરમાં એવા સમાચાર હતા કે યુપી સરકારે રેશન કાર્ડ રદ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. સરકાર દ્વારા જારી કરાયેલા આદેશ અનુસાર રાશન કાર્ડની યાદીમાંથી અયોગ્ય લોકોના નામ કપાશે અને માત્ર જરૂરિયાતમંદોને જ મફત રાશનનો લાભ મળશે.

જ્યારે રદ કરવામાં આવે ત્યારે કાર્ડ બનાવવું સરળ નથી :

પરંતુ આવો અમે તમને રેશન કાર્ડ સંબંધિત એક વધુ મહત્વપૂર્ણ નિયમ જણાવીએ. કદાચ તમને આ વાતની જાણ નથી. નિયમો અનુસાર જો કોઈ રેશનકાર્ડ ધારક ત્રણ મહિના સુધી સરકારી અનાજ નહીં લે તો તેનું રેશનકાર્ડ રદ કરવામાં આવશે. એકવાર રેશનકાર્ડ રદ થઈ ગયા પછી તેને બનાવવું તમારા માટે સરળ રહેશે નહીં. તેથી જો તમારી પાસે રાશન કાર્ડ છે, તો તમારે તેના પર દર મહિને સરકારી રાશન લેવું જ જોઈએ.

રેશનકાર્ડ બનાવવાનો ધ્યેય હાંસલ કરવામાં આવ્યો છે :

યુપીના અલગ-અલગ જિલ્લાઓમાં એવા રેશનકાર્ડ ધારકોની ઓળખ કરવામાં આવી રહી છે. જેઓ છેલ્લા ત્રણ મહિના કે તેથી વધુ સમયથી કાર્ડ દ્વારા રાશન નથી લઈ રહ્યા. તમને જણાવી દઈએ કે 2011ની વસ્તી ગણતરી મુજબ રાશન કાર્ડ બનાવવાનો લક્ષ્યાંક પૂર્ણ થઈ ગયો છે.

Hirakud Dam – વાદળો કે પાણી ? ડેમના 34 દરવાજા ખોલ્યા બાદ જોવા મળ્યા આ દ્રશ્યો…..

આવી સ્થિતિમાં નવા રેશનકાર્ડ જારી કરવામાં આવતા નથી. દરરોજ હજારો લોકો રેશનકાર્ડ બનાવવા માટે બ્લોક અને જિલ્લા મુખ્યાલયના ચક્કર લગાવી રહ્યા છે.

રેશન કાર્ડ પર દર મહિને બે વાર રાશન મળે છે :

નવા રેશનકાર્ડ બનાવવા અને જૂના રેશનકાર્ડ રદ કરવા માટે આ નિયમ અમલમાં લાવવામાં આવી રહ્યો છે. જે કાર્ડ ધારકોએ ત્રણ મહિનાથી રાશન લીધું નથી તેમની ચકાસણી કર્યા બાદ પુરવઠા વિભાગ કાર્ડ રદ કરશે. આ સાથે તેમની જગ્યાએ પાત્રતા ધરાવતા લોકોના કાર્ડ બનાવવામાં આવશે.

Ration card તમને જણાવી દઈએ કે કાર્ડ ધારકોને દર મહિને બે વાર રાશન મળે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા મિશન અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ એક વ્યક્તિને પાંચ કિલો રાશન આપવામાં આવે છે.

આ પણ વાંચો :-