સાવધાન ! રાજ્યમાં આજે કોરોના કેસમાં બમણો વધારો, દરરોજ વધી રહ્યો છે મૃત્યુઆંક

Share this story

Corona cases have doubled

  • રાજ્યમાં હાલ 3,480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,694 દર્દીઓ માત આપી ચુક્યા છે.

રાજ્યમાં દરરોજ કોરોના કેસમાં (Corona case) વધઘટ જોવા મળી રહી છે. હાલ પણ રાજ્યમાં કોરોનાના કેસ 400 થી વધુ આવી રહ્યા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 425 કેસ નોંધાયા છે.

જ્યારે કોરોના સંક્રમણથી 663 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે એક દર્દીનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ 98.86 ટકા થઈ ગયો છે.

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 3,480 એક્ટિવ કેસ છે. જેમાંથી 20 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 3,460 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,51,694 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે. અમદાવાદમાં કોરોનાના કારણે એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોના વાયરસને કારણે કુલ 10,994 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

જોકે, જિલ્લા અને કોર્પોરેશન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 145 કેસ સામે આવ્યા છે. રાજકોટ કોર્પોરેશનમાં 47, વડોદરા કોર્પોરેશનમાં 43, સુરત કોર્પોરેશનમાં 15, અમરેલીમાં 14, સુરતમાં 14, મહેસાણામાં 13, કચ્છમાં 12, વલસાડમાં 12, ગાંધીનગરમાં 11, ગાંધીનગર કોર્પોરેશનમાં 10, નવસારીમાં 10, જામનગર કોર્પોરેશનમાં 9, રાજકોટમાં 8, વડોદરામાં 8, પોરબંદરમાં 7, પાટણમાં 6, અમદાવાદમાં 5, બનાસકાંઠામાં 5, ભરૂચમાં 4, સુરેન્દ્રનગરમાં 4, તાપીમાં 4, પંચમહાલમાં 3, સાબરકાંઠામાં 3, આણંદમાં 2, અરવલ્લીમાં 2, ભાવનગર કોર્પોરેશનમાં 2, ખેડામાં 2, મોરબીમાં 2, ગીર સોમનાથમાં 1, જામનગરમાં 1 અને જૂનાગઢમાં 1 કેસ નોંધાયો છે.

જો રસીકરણની વાત કરવામાં આવે તો રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ 72,306 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 18 વર્ષથી વધારેની ઉંમરના 430 ને રસીનો પ્રથમ અને 799 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. 15-17 વર્ષના લોકો પૈકી 17 ને રસીનો પ્રથમ અને 413 ને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.

જ્યારે 7,599 લોકોને પ્રીકોર્શન ડોઝ આપવામાં આવ્યો છે. 12-14 વર્ષના લોકો પૈકી 34 ને રસીનો પ્રથમ અને 594 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-59 વર્ષના લોકોને 62,420 પ્રીકોશન ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 12,00,82,411 રસીના ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો :-