It will be expensive for common
- મોંઘવારીના લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારા બાદ દૂધ-છાશ અને બટરના ભાવ પણ વધ્યા હતા. ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે.
મોંઘવારીના (Inflation) લિસ્ટમાં જીવન જરૂરિયાતી કોઈ વસ્તુ બાકી નથી રહી. શાકભાજી-દૂધથી (Vegetables-Milk) લઈને તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યાં છે. ત્યારે લગભગ તમામ ડેરીએ પોતાની પ્રોડક્ટ્સના ભાવ વધારી દીધા છે. તાજેતરમાં દૂધ-છાશ બાદ અને બટરના ભાવ પણ વધ્યા હતા.
ત્યારે અમૂલે ફરી દૂધના ભાવમાં વધારો કર્યો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટર બે રૂપિયાનો વધારો કર્યો છે જે આગામી 17 ઓગસ્ટથી લાગૂ થશે. ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન),કે જેમના દ્વારા અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરવામાં આવે છે તેમના દ્વારા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત, દિલ્હી એનસીઆર, મુંબઈ, પશ્ચિમ બંગાળ અને અન્ય તમામ બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨થી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો કરવાનો નિર્ણય લીધો છે.
અમદાવાદ અને સૌરાષ્ટ્રના બજારોમાં તારીખ ૧૭ ઓગસ્ટ ૨૦૨૨ થી ૫૦૦ મિલી અમૂલ ગોલ્ડનો ભાવ રૂ. ૩૧, જ્યારે ૫૦૦ મિલી અમૂલ તાઝાનો ભાવ રૂ. ૨૫ અને ૫૦૦ મિલી અમૂલ શક્તિ દૂધનો ભાવ રૂ. ૨૮ પ્રતિ થશે.
અમૂલ દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. ૨ નો વધારો થયેલ છે જે મહતમ વેચાણ કિમતમાં ટકાવારીની દ્રષ્ટિએ ૪% નો વધારો સૂચિત કરે છે જે હજુ પણ સરેરાશ ખાદ્ય ફુગાવા કરતા ઓછો છે.
આ ભાવવધારો એકંદર ઓપરેશન ખર્ચ અને દૂધના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીમાં પશુઓના ખોરાકનો ખર્ચમાં અંદાજીત ૨૦% જેટલો વધારો થયેલ છે.
ઇનપુટ ખર્ચ અને પશુઓના ખોરાકમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને અમૂલ ફેડરેશનના સંલગ્ન દૂધ સંઘો દ્વારા પણ ખેડૂતોના દૂધ સંપાદનના ભાવમાં પાછલા વર્ષની સરખામણીએ ૮-૯% જેટલો વધારો કર્યો છે.
અમૂલ તેની નીતિના ભાગ રૂપે ગ્રાહકો ધ્વારા દૂધ અને દૂધની બનાવટો માટે ચૂકવેલા દરેક રૂપિયાના લગભગ ૮૦ પૈસા દૂધ ઉત્પાદકોને ચૂકવે છે. કિંમતમાં સુધારો દૂધ ઉત્પાદકોને દૂધની લાભદાયી કિંમતો જાળવી રાખવામાં સહાયક બનશે અને તેમને દૂધનું વધુ ઉત્પાદન કરવા પ્રોત્સાહિત કરશે.
આ પણ વાંચો :-