રજાઓમાં પણ કોઈ Laal Singh Chaddha જોવા નથી જતું, 5 દિવસ પછી કમાણીનો આંકડો ચોંકાવનારો

Share this story

No one goes to watch Laal Singh

  • બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.

વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો (South movies) ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં (Rakshabandhan) મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી.

એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ (Lal Singh Chadha) અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું પણ હાલ બંને ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ બતાવી શકી નથી.

બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ  ‘લાલ સિંહ ચઢ્ઢા’  :

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત, આ ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહમાં 50 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. આટલું જ નહીં, આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા‘ આ વર્ષે રિલીઝ થયેલી વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતા પણ ઓછી કમાણી કરી છે.

પાંચમા દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી ?

15 ઓગસ્ટના ખાસ પ્રસંગ અને રજાના કારણે મેકર્સ એવું વિચારતા હતા કે લાલ સિંહ ચઢ્ઢાની કમાણીમાં વધારો થશે પણ કોઈ ફાયદો થયો નથી. હાલ જ ફિલ્મની પાંચમા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલ સિંહ ચઢ્ઢાએ રિલીઝના પાંચમા દિવસે એટલે કે 15 ઓગસ્ટે માત્ર 8 કરોડની કમાણી કરી હતી. આ આંકડા સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.

ફિલ્મે કયા દિવસે કેટલી કમાણી કરી ?

લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું ઓપનિંગ 11.50 કરોડના કલેક્શન સાથે થયું હતું. ફિલ્મનો બીજા દિવસનો બિઝનેસ સૌથી નબળો રહ્યો હતો, રિલીઝના બીજા દિવસે આમિરની ફિલ્મે માત્ર 6.50 થી 7 કરોડની જ કમાણી કરી હતી. આ કલેક્શન જોઈને મેકર્સની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યા હતા.

પરંતુ વીકએન્ડના કલેક્શનમાં થોડો વધારો થતાં ફરી ઉમ્મીદ બંધાઈ હતી. શનિવારે ફિલ્મે 8.50 કરોડનું કલેક્શન કર્યું હતું અને રવિવારે ફિલ્મે 10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

આ પણ વાંચો :-