What are the treasures
- જગન્નાથ મંદિર અધિનિયમ મુજબ રત્ન ભંડારનું દર 3 વર્ષે ઓડિટ થવું જોઈએ. જોકે એક પછી એક સરકારો તેમના રાજકીય પરિણામો વિશે ડરતી હોવાથી ઓડિટથી દૂર રહી રહી છે કારણ કે આસ્થાને હાનિ પહોંચતા સરકાર સામે અસ્થિરતા ઉભી થઈ શકે છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે (ASI) શ્રી જગન્નાથ મંદિર (Jagannath Temple) પ્રશાસન (SJTA)ને પૂરી, ઓડિશા ખાતેના 12મી સદીના મંદિરના ‘આંતરિક રત્ન ભંડાર‘ ખોલવા માટે અપીલ કરી છે. ASIના અધિક્ષક પુરાતત્વવિદે SJTAના મુખ્ય વહીવટકર્તાને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે રત્ન ભંડાર (તિજોરી)ની આંતરિક ચેમ્બરની સ્થિતિ અને બંધારણ પર જળવાયુ-આબોહવાની (Climate) કોઈપણ સંભવિત અસર જોવા માટે ખોલવી જોઈએ.
ASIએ આ પત્રની નકલ રાજ્યના કાયદા વિભાગ, પુરાતત્વ વિભાગ અને દેશના સાંસ્કૃતિક વારસાના પુરાતત્વીય સંશોધન અને સંરક્ષણ માટે જવાબદાર સંસ્થાના ડિરેક્ટર જનરલને પણ મોકલી છે.
ASIનો આ પત્ર મંદિર સંચાલન સમિતિના અધ્યક્ષ ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેબ દ્વારા ‘રત્ન ભંડાર’ ખોલવાની વિનંતી કર્યા બાદ આવ્યો છે. મંદિર સંચાલન સમિતિએ 6 જુલાઈના રોજ મળેલી બેઠકમાં રત્ન ભંડારનો આંતરિક કક્ષ ખોલવાનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જગન્નાથ મંદિરના રત્ન ભંડારમાં ઓછામાં ઓછા બે મુખ્ય ચેમ્બર (રૂમ) છે.
મંદિરના સૂત્રોના જણાવ્યા અનુસાર,બહારના ભંડારમાં દેવી-દેવતાઓના રોજિંદા વસ્ત્રોના આભૂષણો છે, જ્યારે ‘આંતરિક ભંડાર ગૃહ’માં અન્ય જૂના આભૂષણો છે. ઓરિસ્સા હાઈકોર્ટના નિર્દેશો પર એપ્રિલ, 2018માં ‘રત્ન ભંડાર’ની અંદરની ચેમ્બર ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પરંતુ ચાવીઓ ન મળવાને કારણે તે સફળ થઈ શક્યો ન હતો, તેથી ASI અધિકારીઓ, પૂજારીઓ અને અન્ય લોકોની ટીમે બહારથી જ રત્ન ભંડારનું નિરીક્ષણ કર્યું હતું.” આ અગાઉ ભગવાન જગન્નાથ મંદિરનું ‘રત્ન ભંડાર’ 1978 અને 1982માં ખોલવામાં આવ્યું હતું.
ASI સુપ્રિટેન્ડન્ટ અરુણ મલિકે પત્ર પર કોઈ ટિપ્પણી કરી ન હતી, પરંતુ જગન્નાથ મંદિર વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે મંદિર સંચાલન સમિતિની બેઠક દરમિયાન આ અંગે નિર્ણય લેવામાં આવશે. મંદિરના પ્રબંધક (વિકાસ) અજય કુમાર જેનાએ જણાવ્યું હતું કે પત્ર મંદિર વ્યવસ્થાપન સમિતિ સમક્ષ મૂકવામાં આવશે અને આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે અને કાયદા વિભાગને જાણ કરવામાં આવશે.
મંદિરના અધિકારીઓએ જણાવ્યું હતું કે રત્ન ભંડારનું છેલ્લે 1984માં આંશિક રીતે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જ્યારે તેની સાત ચેમ્બરમાંથી માત્ર ત્રણ જ ખોલવામાં આવી હતી. રત્ન ભંડારની ચકાસણી માર્ચ, 1962માં મંદિરના સંચાલક એલ મિશ્રા દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે ઓગસ્ટ 1964 સુધી ચાલુ રહી હતી. આ તપાસ દરમિયાન 602 વસ્તુઓની તપાસ કરવામાં આવી હતી.
ફરીથી મે 1967માં એક નવી ચકાસણી હાથ ધરવામાં આવી હતી, જેમાંથી માત્ર 433 વસ્તુઓનું પરીક્ષણ કરી શકાયું હતું. 1985માં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે જગન્નાથ મંદિરની અંદરની ચેમ્બરને અમુક સમારકામ માટે ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણ બંધ દરવાજામાંથી માત્ર 2 જ ખોલી શકાયા હતા.
આ પણ વાંચો :-