મમતાને શર્મસાર કરતી ઘટના ! માતાએ તાજું જન્મેલું બાળક રસ્તા પર ફેંકી દેવાયું

Share this story

An incident that shames Mamat

  • દ્વારકાના સલાયા પંથકમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાયામાં તાજું જન્મેલું બાળક ત્યજેલી હાતલમાં મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારમાં જસરયા ચોકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે.

રાજ્યમાં મમતાને શર્મસાર (Shame on Mamata) કરતી ઘટના સામે આવી છે. રાજ્યમાં વધુ એક નવજાતને ત્યજી દેવાની ઘટના સામે આવી છે. દ્વારકા (Dwarka) પંથકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. આ અંગે પોલીસને જાણ કરાતા સ્થળ પર પહોંચી બાળકને સારવાર માટે હોસ્પિટલ (Hospital) ખસેડાયું છે. ત્યારે પોલીસ દ્વારા બાળકના માતા પિતાની શોધ ખોળ શરૂ કરાઈ છે.

દ્વારકાના સલાયા પંથકમાંથી મમતાને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. સલાયામાં તાજું જન્મેલું બાળક ત્યજેલી હાતલમાં મળી આવ્યું છે. સલાયાના બંદર રોડ વિસ્તારમાં જસરયા ચોકમાંથી તાજું જન્મેલું બાળક રસ્તા પરથી મળી આવ્યું છે. ત્યજેલું બાળક રસ્તા પર પડ્યું હોવાનું પોલીસને જાણવા મળતા તાત્કાલીક સલાયા મરીન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ત્યારબાદ બાળકને એમ્બુલન્સમાં ખંભાળિયા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યું હતું. જોકે, ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા પછી બાળકને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. સલાયા મરીન પોલીસ સ્ટેશનના પી.આઇ.પટેલે તેમના માતા અને પરિવારની શોધ ખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :-