ગુજરાતમાં હજી 48 કલાક ભારે ! ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Share this story

Heavy 48 hours in Gujarat

  • રાજ્યમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં 8.68 ઇંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં (Gujarat Monsoon) છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ (rainfall forecast) વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના 24 કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી 48 કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની (Heavy Rain) આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

રાજ્યમાં બે દિવસ ભારે :

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં 48 કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આ સાથે અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસશે.

24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ :

રાજ્યમાં 24 કલાકમાં 221 તાલુકામાં વરસાદ વરસ્યો છે. ત્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં 8.68 ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં 8.16 ઇંચ, તાપીના ડોલવણ અને બારડોલીમાં 6.88 ઇંચ વરસાદ, તાપીના સોનગઢ, માંડવીમાં 5.88 ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં 130 એમએમ, વાલોડમાં 121 એમએમ, નવસારીમાં 111 એમએમ, સુરતના ઉમરપાડામાં 106 અને મેધરજમાં 96 એમએમ વરસાદ નોંધાયો છે.

નર્મદા નદીની સપાટી :

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક ડેમની સપાટી હાલ સ્થિત જોવા મળી રહી છે. ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી 17 ફૂટે વહી રહી છે. હાલ નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેલો છે.

ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની ભયજનક સપાટી 24 ફૂટ છે. પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના 40 ગામ અને ભરૂચ-અંકલેશ્વરના નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયો છે. ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના 40 મકાનના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે.

આ પણ વાંચો :-