HomeNationalArvind Kejriwal Birthday : અન્ના આંદોલનથી ઓળખ મળી, છતાં કેમ અન્નાને એકલા...

Arvind Kejriwal Birthday : અન્ના આંદોલનથી ઓળખ મળી, છતાં કેમ અન્નાને એકલા મુકીને રાજનીતિમાં આવ્યા કેજરીવાલ ?

Date:

Related stories

મેઘરાજાનો મોટો ખતરો! ગુજરાતના 16 જિલ્લા રેડ અલર્ટ પર, આગામી કલાકો ભારે

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ સક્રિય થયો છે. આણંદના બોરસદમાં...

BRICS Summit 2026: PM મોદીએ મૂક્યો મોટો રોડમેપ, UNSC સુધારાથી Global South સુધી શું બદલાશે?

નવી દિલ્હીમાં ચાલી રહેલા 18મા BRICS શિખર સંમેલનમાં વડાપ્રધાન...
spot_img

Arvind Kejriwal Birthday

  • અન્ના આંદોલનથી લાઈમલાઈટમાં આવેલા કેજરીવાલનો આજે જન્મદિવસ. કેજરીવાલ વિશે જાણવા જેવી છે આ વાતો…

અન્ના આંદોલનથી (Anna movement) ચમકનારા દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. કેજરીવાલ 54 વર્ષના થઈ ગયા છે. દિલ્લીના જંતરમંતર મેદાનથી અરવિંદ કેજરીવાલને એક અલગ ઓળખ મળી. એ પહેલાંની તેમની ઓળખ એક સરકારી અધિકારી તરીકેની હતી. ભ્રષ્ટાચાર વિરુદ્ધ (Against corruption) ચલાવવામાં આવેલાં અન્ના હજારેના આંદોલનને અન્ના આંદોલનનું નામ મળ્યું અને એમાંથી જ એક નેતા તરીકે કેજરીવાલને ઓળખ મળી.

સવાલ એ થાય છે કે, જે અન્ના આંદોલનને કારણે કેજરીવાલને જાહેર જીવનમાં એક નેતા તરીકેની ઓળખ મળી એ જ અન્નાને કેજરીવાલ એકલા મુકીને કેમ રાજનીતિમાં આવી ગયાં ? આ સવાલનો જવાબ અને આવી જ કેટલીક રસપ્રદ માહિતી જાણવા માટે જાણો કેજરીવાલના જન્મદિવસ નિમિત્તે તેમની સાથે જોડાયેલી કેટલીક વાતો.

કેજરીવાલનો જન્મ 1968માં હરિયાણાના હિસારમાં થયો હતો. અરવિંદ કેજરીવાલે 1989માં IIT ખડગપુરમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક થયા હતા. કેજરીવાલ 1992માં ઈન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં જોડાયા અને ઈન્કમ ટેક્સ ઓફિસર તરીકે નિયુક્ત થયા.

વર્ષ 2000માં કેજરીવાલે કામમાંથી રજા લીધી અને પારદર્શક અને જવાબદાર વહીવટ સુનિશ્ચિત કરવાના હેતુથી દિલ્લીમાં નાગરિક ચળવળ પરિવર્તનની શરૂઆત કરી હતી. જ્યારે કેજરીવાલે તેમના પદ પર હતા ત્યારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું હતું અને આવકવેરા કચેરીમાં પરિવર્તન અને પારદર્શિતા લાવવા માટે કામ કર્યું હતું.

2006માં કેજરીવાલે સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું અને સમગ્ર સમય માટે ‘પરિવર્તન’ માં કામ કરવાનું શરૂ કર્યું. કેજરીવાલે અન્ય ઘણા સામાજિક કાર્યકરો સાથે મળીને માહિતી અધિકાર અધિનિયમ માટે ઝુંબેશ શરૂ કરી, ત્યારબાદ દિલ્લીમાં માહિતી અધિકાર અધિનિયમ 2001 અને દેશમાં માહિતી અધિકાર અધિનિયમ (RTI એક્ટ 2005) લાગુ કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે અન્નાને રાજકારણ પસંદ નહોંતુ અને કેજરીવાલે કહ્યું કે સિસ્ટમમાં આવ્યાં વિના સિસ્ટમમાં બદલાવ કરવો શક્ય નથી.  અને એ જ કારણસર અન્ના અને કેજરીવાલ વચ્ચે મતભેદ હતો. આખરે કેજરીવાલે અન્નાની વાતના મતભેદને બાજુએ મુકીને પોતે રાજનીતિમાં આવવાનું નક્કી કર્યું.

રાજકીય સૂત્રો જણાવે છે કે બસ ત્યારથી અન્ના પોતાની દુનિયામાં એકલાં અલોપ થઈ ગયાં. અને અન્નાએ રાજનીતિથી પોતે જ કિનારો કરી લીધો.

અરવિંદ કેજરીવાલે 2 ઓક્ટોબર 2012ના રોજ રાજકીય કારકિર્દીની શરૂઆત કરી. કેજરીવાલે સત્તાવાર રીતે 26 નવેમ્બર 2012ના રોજ દિલ્લીના જંતર-મંતર ખાતે આમ આદમી પાર્ટીની રચનાની જાહેરાત કરી હતી. આમ આદમી પાર્ટીએ 2013માં દિલ્લી વિધાનસભામાં પોતાના ઉમેદવારો ઉતાર્યા હતા.

આ ચૂંટણીમાં કેજરીવાલે નવી દિલ્લી સીટ પરથી દિલ્લીના તત્કાલિન મુખ્યમંત્રી શીલા દીક્ષિત સામે ચૂંટણી લડી હતી અને 25, 864 મતોથી પરાજય આપ્યો હતો. 2013ની વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 28 બેઠકો જીતીને રાજ્યના રાજકારણમાં હલચલ મચાવી દીધી હતી.

આ પછી કેજરીવાલે કોંગ્રેસ સાથે મળીને 49 દિવસની સરકાર બનાવી અને 28 ડિસેમ્બર 2013થી 14 ફેબ્રુઆરી 2014 સુધી 49 દિવસ દિલ્લીના મુખ્યમંત્રી રહ્યા. કેજરીવાલે 49 દિવસ બાદ રાજીનામું આપ્યું હતું.

2015માં અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીએ 70માંથી રેકોર્ડ બ્રેક 67 બેઠકો જીતી અને જંગી બહુમતી મેળવી. 14 ફેબ્રુઆરી 2015ના રોજ કેજરીવાલે ફરીથી દિલ્લીના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જે બાદ 2019માં પણ આમ આદમી પાર્ટીએ જીત મેળવી અને કેજરીવાલ ફરીએકવાર મુખ્યમંત્રી બન્યા.

ત્યારબાદ આમ આદમી પાર્ટી અનેક રાજ્યોની ચૂંટણીમાં ઝંપલાવ્યું. જેમાં પંજાબમાં AAPએ સરકાર બનાવી. અને હાલ કેજરીવાલની આપ ગુજરાતમાં પણ સરકાર બનાવવાના પ્રયાસો કરી રહી છે.

આ પણ વાંચો :-

Subscribe

Latest stories

spot_img