Sunday, Jul 13, 2025

ગુજરાતમાં હિમાચલ પ્રદેશ જેવાં દ્રશ્યો ! અરવલ્લીમાં પહાડો પરથી ભેખડો ધસી પડતાં વાહનોમાં નુકસાન, શામળાજીમાં 20 કિમી સુધી ચક્કાજામ

1 Min Read

Scenes like Himachal Pradesh in Gujarat

  • અરવલ્લીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ, નદીઓમાં પૂરની સ્થિતિ, તો ભૂસ્ખલન થતા શામળાજી નેશનલ હાઇવે થયો બ્લોક.

ગુજરાતમાં (Gujarat) વરસાદી માહોલ જામ્યો છે તેમાં પણ ખાસ ઉત્તર ગુજરાતમાં (North Gujarat) તો મેઘરાજા ધડબડાટી બોલાવી રહ્યા છે. બનાસકાંઠા, પાલનપુર સહિત ભારે વરસાદ નોંધાયો છે. ત્યારે ગુજરાતમાં આ વખતે હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) જોવા મળતા હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગુજરાતના ઘણા જિલ્લાઓ ડુંગરાળ (Hilly) છે. ત્યારે ભારે વરસાદને કારણે ભેખડ ધસી પડવાની ઘટના બની.

અરવલ્લીમાં ભૂસ્ખલન :

વાત છે અરવલ્લીની. અરવલ્લીની ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયું હોવાનું સામે આવ્યું છે. મસમોટી ભેખડો ધસી પડતા શામળાજી નેશનલ હાઇવે પર 20 કિલોમીટરનો ટ્રાફિકજામ થયો છે. ચટ્ટાનો પડતા અનેક વાહનોને નુકસાન થયું છે.

આવી ઘટના મોટા ભાગે હિમાચલમાં જોવા મળે છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી ત્યા અવારનવાર ભૂસ્ખલન થતું રહે છે પરંતુ ગુજરાતના અરવલ્લીમાં વરસાદી સિઝનમાં આવી પહેલીવાર ઘટના બની.

નેશનલ હાઇવે બ્લોક થતા વાહનવ્યવહાર ખોરવાયો છે. વાહનોની મસમોટી લાઇનો જોવા મળી રહી છે. ચક્કજામ ટ્રાફિકને કારણે વાહનચાલકો પરેશાન થયા હતા.

આ પણ વાંચો :-

 

Share This Article