IRCTC પોતાના રોકાણકારોને 75% ડિવિડન્ડ આપશે, 18 ઓગસ્ટ એક્સ-ડિવિડન્ડ ડેટ, જાણો વિગતવાર માહિતી

Share this story

IRCTC to pay 75% dividend

  • સરકારી કંપની IRCTCના રોકાણકારો માટે ખુશખબર આવી રહ્યા છે. કંપનીએ વર્ષ 2022 માટે પ્રતિ શેર 75 ટકા ડિવિડન્ડ આપવાનું નક્કી કર્યું છે. આ માટે 18 ઓગસ્ટને એક્સ ડિવિડન્ડ (Ex dividend) ડેટ અને 19 ઓગસ્ટને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે.

IRCTCના શેરમાં રોકાણ કરવાવાળા લોકો માટે ખુશખબર છે. IRCTCએ વર્ષ 2022 માટે રૂ. 2ની ફેસવૅલ્યુવાળા પ્રેત્યેક શેર ઉપર 75% ડિવિડન્ડ ચુકવવાનું નક્કી કર્યું છે. આ માટે 19 ઓગસ્ટ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. તેનો અર્થ એ છે કે IRCTCના શેર્સ આ અઠવાડીયે 18 ઓગસ્ટથી એકસ-ડિવિડન્ડ બની જશે.

ડિવિડન્ડ ચુકવણી માટે રેકોર્ડ ડેટએ તારીખ હોય છે, જેના આધારે કંપની એ નક્કી કરે છે કે તેને કયા શેરહોલ્ડરોને વળતર ચૂકવવાનું છે. રેકોર્ડ ડેટના દિવસે જે શેરહોલ્ડરોનું નામ કંપનીના મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં દાખલ થશે, તે ડિવિડન્ડનું વળતરનો હક ધરાવે છે. જોકે અહીં એક સમસ્યા છે.

ભારતમાં મોટાભાગના શેર્સના સેટલમેન્ટ માટે T+2 પદ્ધતિ અપનાવવામાં આવે છે. એવામાં જો કોઈ શેરહોલ્ડર ડિવિડન્ડનો લાભ મેળવવા ઈચ્છે છે, તો એના માટે તેને 2 દિવસ પેહલા શેર ખરીદવા જરૂરી છે, કારણકે T + 2ની સાયકલ પ્રમાણે શેર્સ સેટલ થઈને તેના ખાતામાં આવવા માટે અને તેનું મેમ્બર ઓફ રજિસ્ટ્રારમાં નામ દાખલ થવા માટે બે દિવસનો સમય લાગે છે.

તેથી સામાન્ય રીતે રેકોર્ડ ડેટના એક દિવસ પેહલા એક્સ ડિવિડન્ડ ડેટ હોય છે. તે એક એવી તારીખ હોય છે, જયારે શેર્સ તેના ડિવિડન્ડ લાભ વિનાનો હોય છે. તેથી આ દિવસ કે તે પછી શેર ખરીદવા પર ડિવિડન્ડનો લાભ મળતો નથી. તેથી રોકાણકારોએ ડિવિડન્ડનો લાભ લેવા માટે શેરને તેની એક્સ ડિવિડન્ડ ડેટ પેહલા ખરીદવા જોઈએ.

દાખલા તરીકે IRCTCએ ડિવિડન્ડની ચુકવણી માટે તેની રેકોર્ડ ડેટ 19 ઓગસ્ટ, 2022 નક્કી કરી છે, તો તે સંજોગોમાં તેનો એક્સ ડિવિડન્ડ ડેટ એક દિવસ પેહલા એટલે કે 18 ઓગસ્ટ 2022 ગણાશે. IRCTC ના શેર્સનો લાભ લેવા માટે રોકાણકારોએ શેર 18 ઓગસ્ટ પેહલા ખરીદવા પડશે.

ભારત સરકાર હસ્તગત IRCTCના બોર્ડ ઓફ ડિરેકટર્સે 2 મે, 2022ના રોજ રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા તમામ શેર પર 75% એટલે કે 1.50 રૂપિયા પ્રતિ શેર ડિવિડન્ડ આપવાની ભલામણ કરી હતી. કંપનીની વાર્ષિક જેનેરલ મીટિંગ 26 ઓગસ્ટના દિવસે થવાની છે. મીટિંગમાં ડિવિડન્ડની ચુકવણી બાબતે શેરહોલ્ડરોની મંજૂરી લેવામાં આવશે અને તે પછી તેમના ખાતામાં ચુકવણી કરવામાં આવશે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. Gujarat Guardian તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચો :-