Sardar Sarovar Dam : ગુજરાતના માથે વધુ એક વિપત્તિના એધાણ, નર્મદા ડેમ હાઈ લેવલ સપાટીથી માત્ર 4 મીટર બાકી

Share this story

Sardar Sarovar Dam: Another disaster

  • મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે.

સરદાર સરોવર ડેમની (Sardar Sarovar Dam) જળસપાટીમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. સરદાર સરોવર ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. ત્યારે ઓમકારેશ્વર ડેમમાંથી (Omkareshwar Dam) પાણી છોડાતા પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે.

આજે રાત્રે ડેમના 23 દરવાજા ખોલીને 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને લઇને સરદાર સરોવર બંધ પુર નિયંત્રણ કચેરીએ વધુ એક ચેતવણી જારી કરતા નર્મદા કિનારાના ગામો અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે પાણીની આવક થતાં સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ડેમની જળ સપાટીમાં વધારો થવાને કારણે આસપાસના ગામો માટે મોટો ચિંતાનો પ્રશ્ન ઉભો થયો છે.

તેથી નર્મદા ડેમની જળ સપાટી એક લેવલથી વધુ ઉપર ના જાય તે માટે સતત ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમમાં 3,90,656 ક્યૂસેક પાણીની આવક નોંધાઈ ચૂકી છે. જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરે પહોંચી છે.

સતત પાણીની આવકના કારણે નર્મદા ડેમના દરવાજા ખોલીને આજે રાત્રે નર્મદા નદીમાં 5.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધ પૂર નિયંત્રણ કચેરી દ્વારા ચેતવણી જારી કરતા જણાવાયું હતું કે, 16 ઓગષ્ટની રાત્રિના 10 વાગે સરદાર સરોવર ડેમના 23 દરવાજા 3.25 મીટર જેટલા ખોલીને જળાશયમાંથી નર્મદામાં 5 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે.

આ ઉપરાંત રિવરબેડ પાવરહાઉસમાં 6 ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરીને 45 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાશે. જેના કારણે નર્મદા નદીમાં કુલ 5.45 લાખ ક્યુસેક પાણી ઉમેરાતા જળ પ્રવાહમાં સારો એવો વધારો થશે. જેને લઇને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્ય અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે નર્મદા ડેમની જળ સપાટી 134.54 મીટરને પાર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળ સપાટી 138.68 મીટર છે. તેથી ડેમ હવે છલકાવાની તૈયારીમાં છે.

નર્મદા ડેમ જળસપાટી લેવલથી માત્ર 4 મીટર દૂર છે. ત્યારે નર્મદા ડેમ છલકાય નહીં તે માટે સતત ડેમમાંથી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો :-