ગુજરાતના આ શહેરમાં દર્દીમાં જોવા મળ્યા મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો, તાત્કાલિક સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા

Share this story

Suspicious symptoms of monkeypox

  • વિશ્વભરમાં મંકીપોક્સ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. એવામાં રાજ્યમાં મંકીપોક્સનો શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.

રાજકોટના ગોંડલની (Gondal) ખાનગી હોસ્પિટલમાં એક દર્દીની અંદર મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેના લીધે બ્લોક હેલ્થ ઓફિસર સહિતનો સ્ટાફ સતર્ક થઇ ગયો છે. આ શંકાસ્પદ દર્દીના (Suspicious patient) સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે. ત્યારે તેના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે શું દર્દીને ખરેખર મંકીપોક્સ થયો છે કે કેમ.

શું છે આ મંકીપોક્સ વાયરસ ?

આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.

શું છે મંકીપોક્સ રોગના લક્ષણો ?

યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.

શું છે તેનું ઝડપથી ફેલાવાનું કારણ ?

વાયરસના ઝડપથી ફેલાવાનું કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે કોવિડ ગાઈડલાઈન્સ હટ્યા પછી લોકો બેદરકારીથી આમ-તેમ ફરી રહ્યા છે.

વાયરસ કેવી રીતે ફેલાઇ શકે છે ?

સીડીસી અનુસાર આ રોગ કોઈ સંક્રમિત વ્યક્તિના  શારીરિક પ્રવાહી, ઘા કે પછી શેર કરવામાં આવેલી વસ્તુઓના સંપર્કથી ફેલાય શકે છે.

કેવી રીતે બચી શકાય આ વાયરસથી ?

જો કોઈ વ્યક્તિમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે તો તેના સંપર્કમાં ન આવો. સાથે જ તેના દ્ધારા ઉપયોગમાં લેવાયેલ કોઈ પણ વસ્તુ ન વાપરવી જોઈએ. આ ઉપરાંત આ પ્રકારના કોઈ પણ કેસની જાણકારી  મળે તો તરત જ સ્વાસ્થ્ય વિભાગનો સંપર્ક કરો.

આ પણ વાંચો :-