Home Blog Page 1337

બોમ્બથી ઉડાવાની ધમકી આપતા મુંબઈ પોલીસના વલસાડમાં ધામા, 2 આરોપીની ધરપકડ

0

Mumbai police shelter

  • વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી.

મુંબઈના (Mumbai) અંધેરીમાં ખાનગી સેવન સ્ટાર હોટલના (Seven star hotel) રીસેપ્શન અને મેનેજરને ફોન કરી ખંડણી માગવામાં આવી હતી અને બોમ્બથી ઉડાવાની ધમકી પણ આપવામાં આવી છે. જેને લઈ મહારાષ્ટ્ર પોલીસે (Maharashtra Police) વલસાડ એસ.ઓ.જી પોલીસની મદદથી સંયુક્ત ઓપરેશન હાથ ધરી વાપીના છીરી ખાતેથી બે ઇસમોની પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે.

વલસાડ જિલ્લા SOG પોલીસ તેમજ ડુંગરા પોલીસની મદદ લઇ મહારાષ્ટ્ર પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા છે. બંને આરોપી વાપીના રહેવાસી અને બંનેને મોબાઈલ લોકેશનથી મહારાષ્ટ્ર પોલીસે ટ્રેક કરી વલસાડ જિલ્લા DSP ને જાણ કરી હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.

તો બીજી તરફ મહારાષ્ટ્રના દરિયા કિનારેથી ઘાતક હથિયારો સાથેની બીનવારસી બોટ મળ્યા બાદ સમગ્ર દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. ત્યારે મહારાષ્ટ્રને અડીને આવેલા જ વલસાડ જિલ્લામાં દરિયા કિનારા વિસ્તારમાં પોલીસ એલર્ટ મોડ પર છે.

Rajkot : જન્માષ્ટમી ના પર્વ ની ઉજવણી નિમિતે ફાયરિંગ નો વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ | Gujarat Guardian

વલસાડ જિલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. આથી જિલ્લાના દરિયા કિનારે મરીન પોલીસ સહિત જે તે પોલીસ સ્ટેશન વિસ્તારની ટીમો દ્વારા દરિયાઈ પટ્ટીના ગામોમાં અને વિસ્તારોમાં સધન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આ સાથે જ પોલીસ દ્વારા માછીમારોને મલી અને જરૂરી સૂચન કરવામાં આવી રહ્યા છે અને દરિયામાં થતી કોઈપણ શંકાસ્પદ હીલચાલ પોલીસ સુધી પહોંચવા પહોંચાડવા માટે માછીમારોને જણાવવામાં આવી રહ્યું છે. આમ વલસાડ જિલ્લાના 70 કિલોમીટરના દરિયા કિનારા પર પોલીસ બાજ નજર રાખી રહી છે.

જિલ્લાના દરિયા કિનારામાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે. જો કે અગાઉ પણ વલસાડનો દરિયા કિનારો આરડીએક્સ લેન્ડિંગ પ્રકરણે બદનામ થઈ ચૂક્યો છે. ત્યારે હવે કોઈ આવી ગતિવિધિઓ ન થાય તે માટે પોલીસ એલર્ટ છે.

આ પણ વાંચો :-

વકીલોની રેલી બાદ દબાણમાં આવી ગયેલી પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો, લાજપોર જેલ ભેગો થયો…

0

Pressured after the lawyers

  • વકીલ મેહુલ બોધરા ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

વકીલ મેહુલ બોધરા (Mehul Bodhra) ઉપર થયેલા હુમલાના બીજા જ દિવસે પોલીસે સાજન ભરવાડની ધરપકડ કરી લીધી હતી. સાજન ભરવાડને ચુસ્ત પોલીસ બંદોબસ્ત (Police deployment) સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં સાજનની ઉપર ટપલીદાવ રમાઈ ગયો હતો. કોર્ટમાં પોલીસે સાજન ભરવાડના સાત દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટમાં સરકારી વકીલ (Public Prosecutor) અને સાજન ભરવાડના વકીલની દલીલો બાદ કોર્ટે સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ આપ્યા હતા.

આજે ગુરુવારે સાજન ભરવાડના પાંચ દિવસના રિમાન્ડ પુરા થતાં તેને કોર્ટમાં રજુ કરવાનો હતો. રિમાન્ડના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યાંની આસપાસ સાજનને ફરીવાર કોર્ટમાં રજૂ કરવામાં આવવાનો હતો. જો કે બુધવારની વકીલો ની રેલી બાદ માહોલ ગરમાયો હતો.

સ્થિતિ વણસે એવી ભિતીને જોતા અગમચેતીના પગલાં રૂપે પોલીસે સાજન ભરવાડને વહેલી સવારે જ કોર્ટમાં રજુ કરી દીધો હતો. પોલીસે વધુ રિમાન્ડ નહીં માંગતા કોર્ટે તેને જ્યૂડિશ્યિલ કસ્ટડીમાં મોકલી આપવા હુકમ કર્યો હતો. સાજન ભરવાડને લાજપોર જેલ ભેગો કરી દેવાયો હતો.

આ અગાઉ વકીલ ઉપર થયેલા હુમલાને લઇને બુધવારે સુરત જિલ્લા વકીલ મંડળે વિશાળ રેલી કાઢી હતી. કોર્ટથી રેલી સ્વરૂપે વકીલો કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. કલેક્ટર કચેરીમાં સાજન ભરવાડ હાય હાય, વકીલ એકતા જીંદાબાદના નારા લાગ્યા હતા. ત્યારબાદ વકીલોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને તટસ્થ તપાસની માંગ કરી હતી.

આ પણ વાંચો :-

ફેમસ ગુજરાતી અભિનેત્રી હેપી ભાવસારનું નિધન, અઢી મહિના પહેલા જ માતા બન્યા હતા

0

Famous Gujarati actress

  • ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેત્રી અને અભિનેતા મૌલિક નાયકના પત્નિ હેપી ભાવસારનું યુવા વયે અવસાન.

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને (Gujarati Film Industry) મોટો ઝટકો લાગે તેવા સમાચાર આવ્યા છે. ‘પ્રેમજી અને મહોતુ’ની અભિનેત્રી હેપી ભાવસારનું (Happy Bhavsar) નાની ઉંમરે નિધન થયુ છે. ફેફસાના કેન્સરની (Lung cancer) બીમારીના કારણે હેપ્પી ભાવસારનું 45 વર્ષની વયે અકાળે અવસાન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકની લાગણી ફરી વળી છે.

હેપી ભાવસાર ગુજરાતી અભિનેતા મૌલિક નાયકના પત્ની હતા. હેપી ભાવસારે અઢી મહિના પહેલાં જ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો. તેમણે ‘21મું ટિફિન’ અને પ્રેમજી અને મહોતુ જેવી ઉત્તમ ફિલ્મોમાં કામ કર્યુ હતું.

સાથે જ શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવી જાણીતા બન્યા હતા. ‘પ્રીત પીયુને પાનેતર’ના 500થી વધુ શો કર્યા હતા. સાથે જ મોન્ટુની બીટ્ટુ અને મૃતતૃષ્ણા જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતું.

ગુજરાતી સિનેમામાં હેપી ભાવસાર વોઇસ ઓવર આર્ટિસ્ટ તરીકે લોકપ્રિય રહ્યા હતા. શ્યામલી સિરીયલમાં લજ્જાનું પાત્ર ભજવીને તેઓ ઘર ઘરમાં લોકપ્રિય થયા હતા. હેપી ભાવસાર અનેક ગુજરાતી સિરીયલ્સ, નાટકો અને ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. પ્રેમજી, મૉન્ટુ ની બીટ્ટુ, મૃગતૃષણા જેવી જાણીતી ફિલ્મોમાં તેમના અભિનયને ભારે વખાણવામાં આવ્યો હતો.

આ પણ વાંચો :-

5 મહિનાની ગર્ભવતી સાથે દુષ્કર્મ કરનારાઓનું હાર-તોરાથી સ્વાગત યોગ્ય નથી : ફડણવીસ

Rapists with

  •  ‘આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય’

મહારાષ્ટ્રના (Maharashtra) નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) બિલ્કિસ બાનો કેસ (The case of Bilkis Bano) સાથે સંકળાયેલા દોષિતો મામલે મહત્વનું નિવેદન આપ્યું છે. ફડણવીસે જણાવ્યું કે, જો દોષિતોને સન્માનિત કરવામાં આવ્યા છે તો તે યોગ્ય નથી અને આ પ્રકારના કૃત્યોનું કોઈ સ્પષ્ટીકરણ ન હોઈ શકે.

ફડણવીસે જણાવ્યું કે, 2002માં બનેલા બિલ્કિસ બાનો રેપ કેસના 11 દોષિતોને તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ ગુજરાત સરકારે માફી નીતિના આધાર પર મુક્ત કર્યા હતા. પરંતુ ક્રાઈમ સાથે સંકળાયેલા લોકોને સન્માનિત કરવા યોગ્ય નથી.

ભંડારા ખાતે 35 વર્ષીય મહિલાનું યૌન ઉત્પીડન :

વિધાન પરિષદમાં ભંડારા જિલ્લા ખાતે 3 લોકોએ એક 35 વર્ષીય મહિલાનું કથિત યૌન ઉત્પીડન કર્યું તે મામલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન ફડણવીસે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું અને સદનમાં બિલ્કિસ બાનો મુદ્દો ઉઠાવવાનું કોઈ કારણ નથી તેમ પણ કહ્યું હતું.

આરોપીઓએ જેલમાં 14 વર્ષ વિતાવ્યા :

ફડણવીસે જણાવ્યું કે, આરોપીઓને આશરે 20 વર્ષ બાદ, 14 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટના એક આદેશ બાદ મુક્તિ મળી છે. પરંતુ જો કોઈ આરોપીને સન્માનિત કરવામાં આવે છે અને તેનું સ્વાગત કરવામાં આવે છે તો તે ખોટું છે. આરોપી એ આરોપી જ હોય છે અને તે કૃત્યને યોગ્ય ન ઠેરવી શકાય.

ઉલ્લેખનીય છે કે, બિલ્કિસ બાનો ગેંગરેપ અને તેમના પરિવારના 7 સદસ્યોની હત્યા મામલે આજીવન કેદની સજા કાપી રહેલા 11 દોષિતોને ગત 15મી ઓગષ્ટના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકારે માફી નીતિ અંતર્ગત તેમને સજા પૂર્ણ થયા પહેલા જ છોડી મુક્યા હતા. ગોધરા જેલમાંથી બહાર આવ્યા બાદ દોષિતોનું ફૂલોની માળા પહેરાવીને અને મીઠાઈ ખવડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું.

આરોપીઓની મુક્તિનો વિરોધ :

બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. રિટાયર્ડ જસ્ટિસ યૂડી સાલ્વી અને અભય થિપ્સીએ પણ બિલ્કિસ બાનોના સમર્થનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. જસ્ટિસ અભય થિપ્સી થોડાં વર્ષો પહેલા જ કોંગ્રેસમાં જોડાયા છે જ્યારે જસ્ટિસ યૂડૂ સાલ્વીએ જ બિલ્કિસ બાનો કેસના 11 આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો :-

 

 

 

 

શું ફરીથી પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ? આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલનાં ભાવ વધ્યા

Will petrol diesel prices increase again?

  • આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળતા ફરી એકવાર પેટ્રોલ ડીઝલનાં ભાવમાં વધારો થશે ?

ભારતમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલ (Petrol and Diesel) મોંઘુ થવાની શક્યતા દેખાઈ રહી છે કારણ કે, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલ (Crude oil) પ્રતિ બેરલ 100 ડોલરને પાર કરી ગયું છે અને બ્રેન્ટ પણ 101 ડોલરની ઉપર પહોંચી ગયું છે. જો કે આજે દેશમાં સતત 95માં દિવસે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ (Oil Marketing Company) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ઘટાડો કર્યો નથી અને 22 મેથી તે યથાવત છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 101 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહી છે. ક્રૂડ ઓઈલની કિંમત 2 ઓગસ્ટ, 2022 પછીના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થઈ રહી છે.

વાસ્તવમાં ઈરાન દ્વારા ક્રૂડનો પુરવઠો શરૂ કરવાની સંભાવના પછી સાઉદી અરેબિયાએ ઓપેક પ્લસ દેશો દ્વારા ઉત્પાદનમાં કાપ મૂકવાની હિમાયત કરી છે, ત્યારબાદ ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થયો છે.

કાચા તેલની કિંમત  :

કાચા તેલ ગઈ કાલે 100 ડૉલરને પાર કરી ગયું હતું અને આજે તેમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. WTI ક્રૂડ પ્રતિ બેરલ $95.60 પર છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $101.97 પર છે.

દેશના ચાર મુખ્ય મહાનગરોમાં ઇંધણના દરો :

દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટર
ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટર છે
કોલકાતામાં પેટ્રોલ રૂ. 106.03 અને ડીઝલ રૂ. 92.76 પ્રતિ લીટર

આ પણ વાંચો :-

 

Jharkhand : મુખ્યમંત્રીના ‘ખાસમખાસ’ ગણાતા વ્યક્તિના ઘરેથી 2 AK-47 રાઈફલ મળી આવી, 18 ઠેકાણે ED ની રેડ

0

Jharkhand: 2 AK-47 rifles found in the

  • મની લોન્ડરિંગ મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી.

મની લોન્ડરિંગ (Money laundering) મામલે ઈડીની અલગ અલગ ટીમોએ ઝારખંડના (Jharkhand) ચર્ચિત વેપારી અને અનેક રાજનેતાઓની નીકટ ગણાતા પ્રેમ પ્રકાશ, કોલસા વેપારી એમ કે ઝા અને કેટલાક અન્ય લોકોના 18 ઠેકાણા પર બુધવારે સવાર સવારમાં એક સાથે રેડ મારી. રેડ દરમિયાન ઈડીને રાંચીમાં એક સ્થળેથી એકે-47 સિરીઝની બે અસોલ્ટ રાઈફલ (Two assault rifles) મળી આવી.

ઈડીની રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળ્યા :

રેડમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજ મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઈડીની ચીમો રાંચીના અરગોડા ચોકના સમીપ વસુંધરા એપાર્ટમેન્ટના 8માં માળે સ્થિત પ્રેમ પ્રકાશની ઓફિસ, ઓલ્ડ એજી કોલોની સ્થિત એક સ્કૂલ અને અરગોડા ચોક પર વેપારી એમ કે ઝાના મકાનને ઈડીની ટીમોએ સુરક્ષાદળો સાથે ઘેરી લીધા અને સર્ચ અભિયાન શરૂ કર્યું. એવા ખબર છે કે રાંચીમાં 12 ઠેકાણા ઉપરાંત તમિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી-એનસીઆરમાં છ ઠેકાણા પર રેડ ચાલી રહી છે.

ઈડીને મળ્યા હતા અનેક ઈનપુટ્સ :

એવું કહેવાય છે કે મની લોન્ડરિંગ મામલે તાજેતરમાં ધરપકડ કરાયેલા સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ દરમિયાન તપાસ એજન્સીને અનેક ઈનપુટ મળ્યા હતા. જેના આધારે ગેરકાયદેસર ખનન સંલગ્ન મામલે કાર્યવાહી થઈ રહી છે.

નોંધનીય છે કે આ અગાઉ 25મી મેના રોજ પણ ઈડીએ પ્રેમ પ્રકાશ અને અન્ય એક વેપારીના પાંચ ઠેકાણા પર દરોડા પાડીને અનેક દસ્તાવેજ તથા કિંમતી સામાન જપ્ત કર્યો હતો. ત્યારબાદ પ્રેમ પ્રકાશની અનેક રાઉન્ડની પૂછપરછ  થઈ હતી. તે પહેલા ઝારકંડના સિનીયર આઈએએસ પૂજા સિંઘલ અને તેમના સહયોગીઓના બે ડઝન ઠેકાણા પર દરોડા બાદ ઈડીએ ઝારખંડમાં 100 કરોડથી વધુના માઈનિંગ કૌભાંડની ભાળ મેળવી હતી.

સૂત્રોના જણાવ્યાં મુજબ ઈડીના તાજા દરોડાની કડીઓ આ મામલા સાથે પણ જોડાઈ રહી છે. ઈડીના આ દરોડાથી રાજ્યમાં સત્તા સંબંધિત અનેક લોકો અને બ્યૂરોક્રેસીની પરેશાની વધી શકે છે. પ્રેમ પ્રકાશનો સંબંધ રાજ્યના અનેક મોટા નેતાઓ અને ઓફિસરો સાથે રહ્યો છે.

આ પણ વાંચો :-

આજનું રાશિફળ, 25 ઓગસ્ટ 2022 : 51 વર્ષ બાદ આ રાશિના લોકો પર મહાદેવ થશે પ્રશન્ન – જાણો તમારી રાશી અનુસાર

 

Today’s Horoscope, 25 August 2022

મેષઃ
બપોર સુધી પ્રસન‍્‍નતા જળવાય. પરિવારમાં આનંદ રહે. નવા રોકાણો સારી રીતે કરી શકાય. જુના રોકાણોમાંથી ફાયદો થતો જણાય. પત્નિ સાથે મનમેળ રહે. પરંતુ બપોર બાદ પરિસ્થિતિ ઉલટી થતાં સાવધાની રાખવી જરૂરી.

વૃષભઃ
બપોર સુધી ગુસ્સાવાળું વાતાવરણ રહે. ધારેલી આવક મળતી ન જણાય. શરદી-ખાંસીની કાળજી રાખવી. બપોર બાદ પરિસ્થિતિ સુધરતી જણાય. આવક વધે. જીવનસાથી સાથે આનંદ ઉત્સાહ રહે. ભાગ્ય વૃદ્ધિ થતી જણાય.

મિથુનઃ
આવકનો પ્રવાહ ઘટતો જણાય. નાના ભાઈ-બહેનની ચિંતા રહે. પરિવારમાં આનંદ ઉત્સાહ વધે. સ્થાવર-જંગમ મિલકત સંબંધી લાભ અનુભવાય. આરોગ્ય સારું રહે. નોકરી-ધંધામાં મિશ્રફળ મળતું જણાય.

કર્કઃ
આજનો દિવસ શુભત્વનો સંદેશ આવ્યું છે. નાણાંની વૃદ્ધિ થતી જણાય. સ્થાવર જંગમ મિલકત અંગે શુભફળ પ્રાપ્‍ત થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાપ્રાપ્તિ માટે સારો દિવસ. પત્નિ સાથે આનંદ. આરોગ્ય જળવાય.

સિંહઃ
થોડી માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસીનો ઉપદ્રવ રહેશે. નાણાંકીય ક્ષેત્રે ફાયદાકારક બનશે. નવા રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બનશે. નવા વાહનની ખરીદી શક્ય બને. ધંધાકીય ક્ષેત્રે સફળતા મળશે.

કન્યાઃ
નાણાંકીય બાબતો અંગે સામાન્ય દિવસ. પરિવારમાં સુખ-શાંતિ અને સ્નેહ વધે. કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. નવા રોકાણો ટાળવા. માતાની તબિયતની કાળજી રાખવી. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલાઃ
મોજશોખમાં ખર્ચ વધારે થાય. નવા કપડામાં ખર્ચ થાય. બપોર સુધી આવકમાં વૃદ્ધિ થતી જણાય. બપોર બાદ સાવધાનીથી કાર્ય કરવું. માતૃસુખમાં ‌વૃદ્ધિ થતી જણાય. ભાગ્ય બળવાન બને છે.

વૃશ્ચિકઃ
આદ્યાત્મિકતા વધે. હોંશિયારી અને કાબેલિયતથી સફળતા મળે. અધિકારનો દૂરૂપયોગ ન કરવો. પ્રપંચથી દૂર રહેવું. કરિયાણા, શાકભાજીના વેપારી, ધાતુનો ધંધો કરવાવાળા માટે લાભ. વિજાતિય પાત્રનું આકર્ષણ વધે. આરોગ્ય જળવાય.

ધનઃ
માનસિક અશાંતિ રહે. વિચારવાયુંનું પ્રમાણ વધે. પાણીથી દૂર રહેવાની સલાહ છે. શરદી-ખાંસીનો ઉપદ્રવ વધશે. કાર્યમાં સફળતા મળતી જણાય. નોકરી-ધંધા માટે બપોર સુધી સારું. આકસ્મિક ખર્ચની તૈયારી રાખવી. સ્વાસ્થ્ય જળવાશે.

મકરઃ
મિત્રો તરફથી લાભ મળતો જણાય. નવી ઓળખાણ ફળદાયી નીવડે. આવકના નવા રસ્તા ખુલતા જણાય. પિતાની તબિયત સાચવવી. નાણાંનો બગાડ અટકાવવાની સલાહ છે. કોસ્મેટીક્સ, સ્ત્રી શણગારના ધંધાર્થીઓને લાભ.

કુંભઃ
નોકરી-ધંધા માટે ઉત્તમ દિવસ. નવી નોકરી ઈચ્છુકને સફળતા મળતી જણાય. આત્મ વિશ્વાસમાં વધારો થાય. યોગ્ય નિર્ણય લઈ શકાય. આવક જળવાય. કાર્યમાં સફળતા અનુભવાય. સંતાનો સાથે શાંતિથી કામ લેવું.

મીનઃ
આર્થિક ક્ષેત્રે સફળતા મળતી જણાય. પરિવારના સભ્યો વચ્ચે સંપ વધે. પિતાની તબિયતની કાળજી રાખવી જરૂરી. માનહાનિના યોગ બને છે. આથી લોકોને સલાહ આપવાનું ટાળવું. ભાગ્ય સાથ આપતું જણાય. યાત્રા-પ્રવાસના યોગ બને છે.

આ પણ વાંચો :-

રેલવેમાં નોકરી મેળવવા ઘડ્યો હોલીવુડ જેવો માસ્ટર પ્લાન પણ છેલ્લો કોઠો ભેદી ન શક્યો

0

Even a Hollywood-like master plan

  • દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

ભારતીય રેલવેમાં (Indian Railways) નોકરી મેળવવી કરોડો યુવાનોની સપનું હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં રેલવેની હજારો વેકેન્સી માટે અરજી કરવામાં આવે છે. રેલવેમાં જોબ મેળવવા માટે ઘણા ઉમેદવારો કંઇપણ કરવા માટે તૈયાર હોય છે. અનેક રીતે જુગાડ લગાવવાનો પ્રયત્ન કરે છે.

તેનો ફાયદો ઉઠાવીને સરકારી નોકરી મેળવવાનો પ્રયત્ન કરે છે. આવો જ એક કિસ્સો વડોદરાથી સામે આવ્યો છે. જેમાં બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી વિદ્યાર્થી ઝડપાયો છે. અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લક્ષ્મીપુરા ખાટેના ટી.સી.એસ સેન્ટર ખાતે રેલવેમાં ખલાસીના પદ માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉમેદવારોની એન્ટ્રી શરૂ કર્યાં બાદ એડમિટ કાર્ડ ચકાસી, બારકોડ સ્કેન કરી તેઓના ફોટા તથા આઈડી ચેક કરી, મેટલ ડિટેક્ટરથી ફિક્સિંગ તેમજ સ્ક્રેનિંગ કરી સેન્ટર ખાતે મોકલાયા હતા. ત્યારે બિહારથી રેલવેની પરીક્ષા આપવા માટે આવેલો ડમી પરીક્ષાર્થી ઝડપાયો હતો.

પરીક્ષાર્થી મનીષ પ્રસાદના બદલે રાજ્યગુરૂ ગુપ્તા પરીક્ષા આપવા માટે આવ્યો હતો. આ ડમી વિદ્યાર્થી (રાજયગુરૂ ગુપ્તા) એ મનીષ પ્રસાદના અંગૂઠાની ચામડી પોતાના અંગૂઠા ઉપર ચોંટાડી પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યો હતો. પરંતુ સેનીટાઇઝરથી ચેક કરતાં ચામડી નિકળી ગઇ હતી. અને આખરે આ ડમી પરીક્ષાર્થી બાયોમેટ્રિક થંબ ઇમ્પ્રેશનનો છેલ્લો કોઠો ભેદવામાં નિષ્ફળ નીવડ્યો હતો. આ ડમી વિદ્યાર્થીની ચાલકી જોઇને નિરક્ષકો સહિત ચોંકી ગયા હતા.

આ સમગ્ર ઘટના પગલે સુરક્ષા એજન્સીઓએ લક્ષ્મીપુરા પોલીસ મથકમાં બંને શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે મનીષ પ્રસાદ અને રાજ્યગુરુ ગુપ્તાની ધરપકડ કરી હતી. તેમજ ચામડીને એફએસએલમાં તપાસ માટે મોકલી આપવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે મનીષપ્રસાદ અને રાજયગુરુ ગુપ્તાએ લક્ષ્મીપુરા પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે એક મીડિયેટર મારફત બંનેનો ભેટો થયો હતો. ત્યારબાદ મનીષ પ્રસાદના ડાબા હાથના અંગૂઠાની ચામડી કાઢી રાજયગુરુ ગુપ્તાના ડાબા હાથે ચોંટાડાઈ હતી. જોકે પરીક્ષામાં ડમી ઉમેદવાર દ્રારા પરીક્ષામાં બેસવા માટે કોઇ ડીલ થઇ હતી કે કેમ અં અંગે તપાસ કરવામાં આવશે.

આ પણ વાંચો :-

વડાપ્રધાન આવશે ગુજરાતના પ્રવાસે, ભુજમાં સ્મૃતિવનનું કરશે લોકાર્પણ

0

The Prime Minister will

  • ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ પક્ષોનાં દિગ્ગજ નેતાઓના ગુજરાત પ્રવાસ સતત વધી રહ્યા છે.

સરકાર દ્વારા અનેક કામોના લોકાર્પણ (Launch of works) કરવામાં આવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન 2 દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 27 અને 28 ઓગસ્ટે વતન ગુજરાતમાં આવશે. 28 ઓગસ્ટ 2022ના રોજ વડાપ્રધાન મોદી કચ્છના ભુજમાં (Bhuj of Kutch) સ્મૃતિવનનું લોકાર્પણ કરશે.

શું છે સ્મૃતિવન ?

ગુજરાતમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં એક દુર્ઘટના ઘટી હતી. ભૂકંપે કચ્છને ઘમરોળી નાખ્યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોની યાદમાં આ સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોનારત સામે કચ્છ એક અભૂતપૂર્વ સફર ખેડીને બેઠું થયું છે અને આજે કચ્છના વિકાસનો ડંકો વિશ્વભરમાં વાગે છે. સ્મૃતિવન બનાવવાનો નિર્ધાર તત્કાલિન મુખ્યમંત્રી મોદીએ કર્યો હતો.

સ્મૃતિવનમાં બનાવવામાં આવેલું વિશેષ મ્યૂઝિયમ લોકો વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બનશે. ભૂકંપની ક્ષણને ફરી જીવંત કરવા અને તેમાંથી આપણે શું શીખ્યા, તેમજ યુવાનોમાં ભૂસ્તરવિજ્ઞાન પ્રત્યે રૂચિ પેદા થાય તે હેતુથી આ મ્યૂઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રને લગતી વિવિધ રસપ્રદ માહિતી તેમજ ભૂકંપની સ્મૃતિઓને અહીં અલગ અલગ ગેલેરીમાં દર્શાવવામાં આવશે.

ભૂકંપનો અનુભવ કરાવશે થિયેટર :

2001માં આવેલા ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયેટર તૈયાર કરવામાં આવ્યું છે. આ થિયેટ વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે. મુલાકાતીઓને અહીં એક ઉમદા અનુભવ મળશે.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

તેમાં 50 ઓડિયો-વિઝ્યુઅલ મોડલ, હોલોગ્રામ, ઇન્ટરેક્ટિવ પ્રોજેક્શન અને વર્ચ્યુઅલ રિયાલીટીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જીવાશ્મોનું પ્રદર્શન પણ લોકો અહીં જોઇ શકશે. આ સ્થળ સ્થાનિક કળા સંસ્કૃતિ અને ભૂકંપ બાદની સાફલ્યાગાથાની સાથે વિજ્ઞાનનો એક અદભુત સમન્વય કરવામાં આવ્યો છે.

ડિજીટલ મશાલથી આપવામાં આવશે શ્રદ્ધાંજલિ :

રાજ્યમાં 2001ના ભૂકંપમાં અનેક લોકોના મૃત્યુ થયા હતા. મુલાકાતીઓ ભૂકંપમાં મૃત્યુ પામેલા લોકોને ગેલેરીમાં પહોંચીને શ્રદ્ધાંજલિ આપી શકશે. અહીં ટચ પેનલ પર ડિજીટલ મશાલ પ્રગટાવવાથી તે એલઇડી દિવાલમાંથી થઇને સિલીંગની બહાર એક પ્રકાશ બીમની જેમ નિકળશે અને સમગ્ર ભુજ શહેરમાંથી જોઇ શકાશે.

470 એકર વિસ્તારમાં સ્મૃતિવન પ્રોજેક્ટ :

ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ પામશે. પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે. પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમ, સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવે, 1.2 કિમી આંતરિક રોડ, 1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ, 3 હજાર મુલાકાતીઓ માટે પાર્કિંગ, 300+ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ, 3 લાખ વૃક્ષોનું વાવેતર, સમગ્ર વિસ્તારમાં ઇલેક્ટ્રિક લાઇટિંગ અને 11500 ચોરસ મીટરમાં ભૂકંપને સમર્પિત મ્યૂઝિયમનો સમાવેશ થાય છે. શ્રદ્ધાંજલિ તરીકે કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી અહીં ચેકડેમની દીવાલો પર મૂકવામાં આવી છે.

આ પણ વાંચો :-

 

 

 

 

 

ઝઘડામાં ઉપરાણું લેનાર યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો, સમાધાન બાદ આરોપીએ છરી મારી દીધી

It was the turn of the young man

  • પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન (Madhavpura Police station)ની હદમાં હત્યાનો બનાવ બનતા પોલીસે તપાસ શરૂ કરી છે. રક્ષાબંધનના દિવસે ચાલીના નાકે બે લોકો વચ્ચે બબાલ થઈ હતી. જેમાં પરેશ નામના યુવકે એક વ્યક્તિનું ઉપરાણું લેતા બીજા દિવસે આરોપીએ પરેશને છરીના ઘા મારી જાહેરમાં હત્યા (Ahmedabad murder case) કરી નાખી હતી. આ કેસમાં યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

શહેરના તાવડીપુરામાં રહેતા અલ્પેશભાઈ ઠાકોર (Alpesh Thakor) પ્રાઇવેટ નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે. તેમને એક નાનોભાઈ પરેશ (Paresh Thakor) પણ હતો. રક્ષાબંધનના દિવસે તમામ પરિવારજનો ઘરે ભેગા થયા હતા. ત્યારે રાત્રે આઠેક વાગ્યાના સમયે ચાલીમાં રહેતા બલરામ ઠાકોર (Balram Thakor)ને ત્યાં જ રહેતા હિમાંશુ ઉર્ફે ભેમો રાવત (Himanshu Rawat)ની સાથે ચાલીને નાકે ઝઘડો થયો હતો. જેમાં પરેશે બલરામનું ઉપરાણું લઈને હિમાંશુ રાવતને કહ્યું હતું કે ચાલીના નાકે તું ગાળા ગાળી ન કર.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

જે બાદમાં હિમાંશુ તેના ઘરના સભ્યોને લઈને પરેશના ઘરે આવીને ઝઘડો કરવા લાગ્યો હતો. આ દરમિયાન ચાલીના અન્ય લોકો આવી પહોંચતા બંને પક્ષ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. બાદમાં બીજા દિવસે પરેશભાઈ તેમના ભત્રીજાને લઈને દવાખાને બતાવવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. થોડી જ વારમાં પરેશભાઈનો ભત્રીજો ઘરે રડતો રડતો આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે ચાચુને આપણી ચાલીને નાકે ભેમાએ છરી મારી છે.

પરિવારજનો તાત્કાલિક બનાવ સ્થળે દોડી ગયા હતા અને જોયું તો પરેશભાઈ બાઇક લઈને ઊભા હતા ચાલીના નાકાની બહાર હિમાંશુ રાવત ગાળો બોલતો હતો. હિમાંશું રાવત પોતાના હાથમાં રહેલી છરીથી પરેશભાઈના શરીર ઉપર ઘા મારતો હતો. જેથી આસપાસના લોકો ભેગા થઈ જતા આરોપી હિમાંશુ ખુલ્લી છરી હાથમાં રાખીને ત્યાંથી ભાગીને દેવજીપુરા તરફ જતો રહ્યો હતો.

આ પણ વાંચો :-