Will there be another Lathtakan
- બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.
વડોદરા (Vadodara) શહેરના ચાપડ ગામે રહેતા 21 વર્ષે ભૌતિક પરમારના દેશી દારૂ પીવાથી આંખોની જોવાની ક્ષમતા ઘટ્યું હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે વડોદરા શહેરના ગ્રામ્ય વિસ્તારોમાં (Rural areas) પણ હજુ પણ દેશી દારૂનો (Country liquor) વેચાણ થઈ રહ્યું છે. જેને લઇને દેખાડો કરતી પોલીસ પર પણ સવાલ ઊભા થયા છે.
બોટાદ લઠ્ઠાકાંડ બાદ રાજ્યનું ગૃહ વિભાગ તો સતર્ક થયું પરંતુ વડોદરા શહેર પોલીસ હજી ગૃહ વિભાગના આદેશને લઈને ગંભીર હોય તેમ લાગી રહ્યું નથી. જેનો જીવંત પુરાવો શહેર નજીક આવેલા ચાપડ ગામે સામે આવ્યો છે.
ઘટના અંગે વિસ્તારથી વાત કરવામાં આવે તો ચાપડ ગામે રહેતા 21 વર્ષીય ભૌતિક પરમાર નામના યુવકે પોતાના જ ગામમાંથી દેશી શરાબની એક બે નહીં પરંતુ ચાર ચાર પોટલી ગટગટાવી અને ત્યારબાદ જે થયું તેને સૌ કોઈને દોડતા કરી દીધા.
ભૌતિક પરમારે શરાબ પીધા બાદ અચાનક તેની તબિયત લથડી અને આંખોની રોશની ગુમાવી જેથી તેને ગામના સરપંચ દ્વારા 108 મારફતે સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો પરંતુ પોલીસ કાર્યવાહીના ડરે ભૌતિક અધૂરી સારવાર છોડી પોતાના ઘરે પરત ફર્યો હતો.
ભૌતિક સાથે બનેલી આ ઘટનાએ તેના પરિવારના સભ્યોને સ્તબ્ધ કરી દીધા છે. ભૌતિકની માતાએ આંખમાં આંસુ સાથે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું હતું કે, દેશી દારૂના દુષણે સમાજને ખોખલું કરી નાંખ્યું છે. ભૌતિક સાથે બનેલી આ ઘટના સમાજ માટે સાવચેતીનો દાખલો છે.
સમાજમાં એવા કેટલાય યુવાનો છે જે દેશી દારૂના રવાડે ચડી પોતાના પરિવારને વેર વિખેર કરી નાખ્યાં છે. ત્યારે તેમને શહેર પોલીસને દેશી દારૂનું દૂષણ દૂર કરી ઠેર-ઠેર ચાલતી દેશી દારૂની હાટડીઓ બંધ કરાવવા અપીલ કરી હતી.
મહત્વનું છે કે ચાપડ ગામના ભૌતિક પરમાર સાથે બનેલી ઘટનાએ ચાપડ ગામ સહિત મીડિયાને દોડતું કરી દીધું છે, ત્યારે ઘટનાને કલાકો વીત્યા છતાં પણ માંજલપુર પોલીસ હાલ ઘાઢ નિંદ્રામાં છે. પોલીસ દ્વારા હજી પણ આ ઘટનાને ચોપડે ચઢાવવામાં આવી નથી. જે શહેર પોલીસ પોતાની ફરજને લઈને કેટલી ગંભીર છે એ સૂચવી જાય છે. શહેર પોલીસના બૂટલેગરો પરના ચાર હાથ યુવાઓને દેશી દારૂના દૂષણના કારણે અર્થીના ચાર હાથના માર્ગે ધકેલી રહી હોય તેમ લાગી રહ્યું છે.
આ પણ વાંચો :-