BJP leader Sombhai Patel made
- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણને લઇને મોટા સમાચાર.
ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના (Congress) જૂના જોગી એવા સોમા ગાંડા પટેલ (Soma Ganda Patel) ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા હતા.
જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.
સોમા પટેલ સાથે વાતચીત દરમિયાન તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.
સોમા પટેલનો રાજકીય ઇતિહાસ :
- 1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
- 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
- 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
- 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
- 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
- 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
- સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
- 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
- સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
- લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
- પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
- 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
- 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
- 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
- કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
- 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
- 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
- મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા છે.
આ પણ વાંચો :-