Home Blog Page 1338

ઈલેક્શન-2022 !  ભાજપનાં નેતા સોમાભાઈ પટેલે કોંગ્રેસનાં નેતા સાથે બેઠક બાદ કર્યું મોટું એલાન, કહ્યું હું ચૂંટણી લડવાનો જ છું અને…

0

BJP leader Sombhai Patel made

  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને ગુજરાતમાં રાજકારણને લઇને મોટા સમાચાર.

ગુજરાત વિધાનસભાની (Gujarat Assembly) ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઇ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના (Congress) જૂના જોગી એવા સોમા ગાંડા પટેલ (Soma Ganda Patel) ફરી એકવાર કોંગ્રેસમાં વાપસીની તૈયારીમાં હોય તેવી ચર્ચાએ જોર પકડ્યુ છે. તેઓ કોંગ્રેસના મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર એવા અશોક ગેહલોતને (Ashok Gehlot) મળવા પહોંચ્યા હતા.

જો કે અશોક ગેહલોતે મળવા માટે સમય ન આપ્યો તેવી સૂત્રો તરફથી માહિતી મળી રહી છે. આથી સોમા પટેલે સહપ્રભારી રામ કિશન ઓઝા સાથે બેઠક કરી હતી. ઉલ્લેખનીય છે કે સોમા પટેલે 2020માં કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું હતું.

Ahmedabad : સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો, ધરોઈમાંથી પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે | Gujarat Guardian

સોમા પટેલ સાથે વાતચીત દરમિયાન તેઓએ આ અંગે જણાવ્યું કે હું કોઇને મળવા નહોતો પહોંચ્યો. મારે અશોક ગેહલોતને મળવુ હોત તો રાજસ્થાન પહોંચુ એવો છું. કેસ ચાલી રહ્યો છે તે સંદર્ભે બાબુ ભાઇ માંગુકિયાને મળવા ગયો હતો. વિધાનસભાની ચૂંટણી તેઓ જરૂરથી લડશે તેમ જણાવ્યુ હતું.

 સોમા પટેલનો રાજકીય ઇતિહાસ :

  • 1989માં સૌ પહેલીવાર સોમાભાઈ ભાજપમાંથી સુરેન્દ્રનગરના સાંસદ તરીકે ચૂંટાયા
  • 1991માં પણ ફરી ચૂંટણી આવતા સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ બન્યા
  • 2004માં ફરી ભાજપે સોમા ગાંડાને મેદાને ઉતાર્યા અને જીત્યા
  • 2009માં તેમની સામે અસંતોષ વધતા ભાજપે લોકસભાની ટિકિટ ન આપી
  • 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભાની ટિકિટ આપી અને કોંગ્રેસમાંથી જીતી ગયા
  • 2009માં કોંગ્રેસની ટિકિટ પરથી સુરેન્દ્રનગરથી 5 હજારની લીડે જીત્યા
  • સાંસદ હોવા છતાં કોંગ્રેસે 2012માં લીંબડી વિધાનસભામાં સોમા ગાંડાને ઉતાર્યા
  • 2012માં કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા ધારાસભ્ય પણ બની ગયા
  • સાંસદ પદ જાળવી રાખવા માટે ધારાસભામાંથી કોંગ્રેસે સોમા ગાંડાને રાજીનામુ અપાવ્યું
  • લીંબડી વિધાનસભાની પેટાચૂંટણી આવી તો સોમા ગાંડાએ દીકરાને ટિકિટ અપાવી
  • પણ પેટાચૂંટણીમાં કિરિટસિંહ રાણા સામે સોમા ગાંડાનો દીકરો હારી ગયો
  • 2014માં ચૂંટણી આવી તો કોંગ્રેસે ફરી સોમા ગાંડાને મેદાને ઉતાર્યા
  • 2014માં દેવજી ફતેપરા સામે મોટા માર્જિનથી સોમા ગાંડાની હાર થઈ
  • 2017માં વિધાનસભાની ચૂંટણી આવી તો સોમા ગાંડા ફરી મેદાનમાં આવી ગયા
  • કિરિટસિંહ રાણાને હરાવીને સોમા ગાંડા લીંબડીના ધારાસભ્ય બની ગયા
  • 2019ની લોકસભા ચૂંટણી આવી તો સોમા ગાંડા સિવાય કોંગ્રેસને કોઈ વિકલ્પ મળ્યો નહી
  • 2019ની ચૂંટણીમાં પણ કોંગ્રેસે ફરી ટિકિટ આપી પણ સોમા ગાંડા હારી ગયા
  • મહેન્દ્ર મુંજપરા સામે સુરેન્દ્રનગરથી 2.77 લાખની લીડે સોમા ગાંડા હાર્યા છે.

આ પણ વાંચો :-

Sonali Phogat Last Video : મોતની ગણતરીની પળો પહેલા સોનાલી ફોગાટે શેર કર્યો હતો પોતાનો આ અંતિમ વીડિયો

Sonali Phogat Last Video

  • સોશિયલ મીડિયા સ્ટાર અને ભારતીય જનતા પાર્ટીના નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું.

સોશિયલ મીડિયા સ્ટાર (A social media star) અને ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) નેતા સોનાલી ફોગાટના નિધનના સમાચારથી બધાને આઘાત લાગ્યો છે. માત્ર 42 વર્ષની ઉંમરે સોનાલી ફોગાટને (Sonali Phogat) ગોવામાં એટેક આવ્યો અને નિધન થયું. એવું કહેવાય છે કે સોનાલી પોતાના કેટલાક સ્ટાફ મેમ્બર્સ સાથે ગોવા ગયા હતા અને મોતની ગણતરીની પળો પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર પોતાનો વીડિયો શેર કર્યો હતો.

સોનાલી ફોગાટનો અંતિમ વીડિયો :

ટિકટોકથી જાણીતા થયેલા સોનાલી ફોગાટ સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં રહેતા હતા અને પોતાના એકથી એક ચડિયાતા અને શાનદાર વીડિયો અને તસવીરો શેર કરતા રહેતા હતા. સોનાલી ફોગાટે મોતની ગણતરીની પળો પહેલા પોતાનો એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો હતો.

આ વીડિયોની વાત કરીએ તો સોનાલી ફોગાટ ગુલાબી પાઘડી પહેરીને બોલીવુડના રેટ્રો સોંગ ‘રૂખ સે જરા નકાબ હટા દો’ પર રીલ બનાવતા અને એક્સપ્રેસ આપતા જોવા મળે છે. આ વીડિયોમાં સોનાલી ખુશીથી દોડતા પણ જોવા મળે છે.

આ જુઓ સોનાલી ફોગાટની અંતિમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ :

સુંદર તસવીરો પણ શેર કરી હતી :

મોત પહેલા સોનાલીએ પોતાની ખુબસુરત સેલ્ફીઓ પણ ફેન્સ સાથે શેર કરી હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ હવે આ પોસ્ટ જોઈને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે અને તેમના આત્માની શાંતિની કામના કરતા કમેન્ટ બોક્સમાં શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

સોનાલી ફોગાટ વિશે  :

સોનાલી ફોગટનો જન્મ 21 સપ્ટેમ્બર 1979ના રોજ હરિયાણાના હિસારના એક નાનકડા ગામ ભૂટાનમાં થયો હતો. સોનાલીના પિતા ખેડૂત છે અને ખેતીવાડી સંભાળે છે. પરિવારમાં ત્રણ બહેનો અને એક ભાઈ છે. તેમણે નોઈડા સેક્ટર એકમાં સ્થિત એક ઈન્સ્ટિટ્યૂટથી અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાની કરિયરની શરૂઆત હિસાર દુરદર્શનમાં એંકર તરીકે કરી હતી.

એંકરિંગ દરમિયાન ભાજપના નેશનલ વર્કિંગ કમિટિ સાથે જોડાયા. ત્યારબાદ તેમને અનેક રોલ ઓફર થયા અને તેમણે એંકરિંગ છોડીને એક્ટિંગની દુનિયામાં ડગ માંડ્યા. તેમણે રવિ કિશન, જિમી શેરગિલ જેવા કલાકારો સાથે કામ કર્યું છે. ઝી ટીવી પર પ્રસારિત ‘અમ્મા’માં નવા શાહની પત્નીની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :-

શું હાઈવે પરથી હટાવી દેવાશે ટોલ-પ્લાઝા ? ગડકરીએ સરકારના નવા પ્લાનનું કર્યું એલાન 

0

Will the toll-plaza be removed from the highway

  • ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે. જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે.

હાઇવે પરથી ટોલ-પ્લાઝા (Toll-Plaza) હટાવી દેવાને લઈ નીતિન ગડકરીએ મોટુ એલાન કર્યું છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો (National Highways) પરના ટોલ પ્લાઝાને દૂર કરવાની યોજના પર આગળ કામ કરી રહી છે. ટોલ પ્લાઝાને બદલે હવે હાઈવે પર ઓટોમેટિક કેમેરા હશે.

જે વાહનોની નંબર પ્લેટ વાંચશે અને તેના માલિકોના લિંક્ડ બેંક એકાઉન્ટમાંથી આપમેળે ટોલ કપાઈ જશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ કહ્યું કે, આ સ્કીમનો પાયલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. આ સંક્રમણને સરળ બનાવવા માટે કાયદાકીય સુધારા પણ કરવામાં આવી રહ્યા છે.

ગડકરીએ જનવ્યું હતું કે. 2019માં અમે એક નિયમ બનાવ્યો હતો કે કાર કંપની ફીટેડ નંબર પ્લેટ સાથે આવશે. છેલ્લા ચાર વર્ષમાં જે વાહનો આવ્યા છે તેમાં અલગ-અલગ નંબર પ્લેટ છે. હવે ટોલ પ્લાઝાને હટાવવાની અને કેમેરા લગાવવાની યોજના છે, જે આ નંબર પ્લેટ વાંચશે અને ટોલ સીધા ખાતામાંથી કપાશે.

અમે આ યોજનાનો પાયલોટ પ્રોજેક્ટ પણ કરી રહ્યા છીએ. જોકે અહી એક સમસ્યા છે – કાયદા હેઠળ ટોલ પ્લાઝા છોડનાર અને ચૂકવણી ન કરનાર વાહન માલિકને દંડ કરવાની કોઈ જોગવાઈ નથી.

આપણે તે જોગવાઈને કાયદામાં લાવવાની જરૂર છે. અમે તે કાર માટે જોગવાઈ લાવી શકીએ છીએ જેમાં આ નંબર પ્લેટો નથી. આ માટે અમારે બિલ લાવવું પડશે.

આ સાથે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર દેશમાં રસ્તાઓ અને હાઈવેને સુધારવા માટે સતત કામ કરી રહી છે. લોકોને સુવિધા આપવા માટે આવા એક્સપ્રેસ વે બનાવવામાં આવી રહ્યા છે, જે પ્રવાસ દરમ્યાન સમય બચાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા 2024 સુધીમાં દેશમાં 26 ગ્રીન એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. આનાથી મોટા શહેરો વચ્ચેનું અંતર અને સમય ઘટશે.

શું કહે છે સરકારી ડેટા

સરકારી ડેટા અનુસાર હાલમાં લગભગ રૂ. 40,000 કરોડના કુલ ટોલ કલેક્શનમાંથી લગભગ 97 ટકા FASTags દ્વારા થાય છે. બાકીના 3 ટકા FASTags નો ઉપયોગ ન કરવા બદલ સામાન્ય ટોલ રેટ કરતા વધારે ચૂકવે છે. FASTags સાથે ટોલ પ્લાઝાને પાર કરવામાં વાહન દીઠ આશરે 47 સેકન્ડનો સમય લાગે છે. 260 થી વધુ વાહનો પ્રતિ કલાક ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન લેન દ્વારા પ્રક્રિયા કરી શકાય છે જ્યારે મેન્યુઅલ ટોલ કલેક્શન લેન દ્વારા પ્રતિ કલાક 112 વાહનો છે.

FASTags ના ઉપયોગથી દેશભરના ટોલ પ્લાઝા પર ટ્રાફિક હળવો થયો છે, તેમ છતાં ટોલ પ્લાઝા પર ભીડ છે. FASTags સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ છે જે 16 ફેબ્રુઆરી, 2021થી ફરજિયાત બનાવવામાં આવી હતી. ઓછા સંતુલન વપરાશકર્તાઓ ફી પ્લાઝા લેનમાં પ્રવેશ કરે છે. પરિણામે પ્રક્રિયામાં લાંબો સમય આવે છે. ઈન્ટરનેટ કનેક્ટિવિટી સમસ્યાઓ પણ વિલંબનું કારણ બને છે.

આના બે કારણો છે રેડિયો ફ્રીક્વન્સી આઇડેન્ટિફિકેશન (RFID) રીડર અને ટેગનું ભંગાણ અને વપરાશકર્તાઓ દ્વારા FASTagsનો અયોગ્ય ઉપયોગ. આ તરફ અહેવાલ મુજબ ગડકરીએ કહ્યું કે. પરીક્ષણોએ દર્શાવ્યું છે કે, કેમેરા લગભગ 10 ટકા નંબર પ્લેટ ચૂકી જાય છે, કારણ કે તેમાં નવ શબ્દો અને સંખ્યાઓથી વધુ ફીડિંગ છે.”

તેમણે કહ્યું કે FASTag અને GPS ટોલ સાથેના નવા પ્રોજેક્ટ્સ પરંતુ આવી સિસ્ટમો કરી શકે છે. અમલ કરવામાં આવશે. ભારત જેવા દેશમાં લઘુત્તમ આવકની ખોટ સુનિશ્ચિત કરવા માટે અમને એક કરતાં વધુ સિસ્ટમની જરૂર પડશે.

આ પણ વાંચો :-

દાયકાઓ પહેલાં દારૂનો ધંધો કરતી અમીના બાનુ અમદાવાદની ડ્રગ્સ ડીલર બની, D-ગેંગને લઈ ચોંકાવનારો ખુલાસો

Decades ago, Amina Banu

  • અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સના જથ્થા સાથે મહિલા ડ્રગ્સ ડીલરની ધરપકડ કરી હતી જેની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા.

ગુજરાતને ડ્રગ્સના રવાડે (Drug addiction) ચઢાવવાનો છેલ્લા ઘણા સમયથી કારસો રચાઇ રહ્યો છે. દરિયાકાંઠેથી તથા શહેરોમાંથી ડ્રગ્સ ઝડપાઇ રહ્યું છે. હાલ એટીએસ દ્વારા વડોદરામાં દરોડા પાડીને ડ્રગ્સનું શંકાસ્પદ રો મટિરિયલ (Raw material) જપ્ત કરવામાં આવ્યુ.

તો બીજી તરફ ડ્રગ્સના દૂષણને નાથવા માટે પોલીસ દ્વારા સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે અમદાવાદમાં મહિલા ડ્રગ્સ ડીલરની (Female drug dealer) ધરપકડ કરવામાં આવી. જેની પૂછપરછમાં મોટા ખુલાસા થયા છે.

અમીના બાનુને ડી ગેંગ સાથે ઘરેબો :

અમદાવાદમાં SOG ક્રાઈમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે મહિલા અને તેના સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ SOG ક્રાઇમ બ્રાંચ દ્વારા આ ઘટનામાં કુખ્યાત અમીનાબાનુ અને તેના સાગરીતોને કાલુપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યા હતા. જે અમીના બાનુ ડી ગેંગ સાથે ઘરેબો ધરાવતી હોવાનો ખુલાસો થયો છે.

મુંબઇના ડ્રગ્સ માફિયાઓ સાથે કનેક્શન :

જી, હા અમીના બાનું મુંબઇના ઘણા ડ્રગ્સ માફિયાઓ સાથે પણ સંપર્ક હોવાનો પણ ખુલાસો થયો છે.  છેલ્લા બે વર્ષથી તે  ડ્રગ્સના ધંધામાં ફરીથી એક્ટિવ થઇ હતી. ડ્રગ્સ લેનારા લોકો અમીના બાનુ સાથે કોડવર્ડમાં વાત કરતા હતા. અઢી અને પાંચ જેવા શબ્દોનો ગ્રાહકો ઉપયોગ કરતા હતા. જો કે તે 1980થી 1990 દરમિયાન અમીના દારૂનો ધંધો કરતી હતી.

અમદાવાદની પહેલી મહિલા ડ્રગ્સ ડીલર :

ઉલ્લેખનીય છે કે  અગાઉ બ્રાઉન સુગરના કેસમાં અમીના બાનુ 10 વર્ષની સજા ભોગવી ચૂકી છે. પોલીસે બાતમીને આધારે  અમીના બાનુ તથા તેના સાગરિતોની  ધરપકડ કરી હતી. અમીના બાનુ ડોન લતીફના સમયથી દારૂનો ધંધો કરતી હતી. અમીના બાનુ અમદાવાદની સૌથી પહેલી મહિલા ડ્રગ્સ ડિલર છે અને 100 જેટલા  ડ્રગ્સ પેડલરોની ચેઈન ધરાવે છે.

આ પણ વાંચો :-

કોંગ્રેસની મીટિંગની વાત લીક ? એક્ટિવ થઈ જાઓ નહિંતર AAP પતાવી નાખશે!

0

Congress meeting leaked ?

  • રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો….

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટી અને ભાજપ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. જ્યારે બીજી બાજુ કોંગ્રેસનું (Congress) આ ચૂંટણી પ્રત્યે વલણ ફિક્કુ જોવા મળી રહ્યું છે.

તેવામાં કોંગ્રેસને વધુ એક્ટિવ રાખવા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યની મુલાકાતે આવ્યા હતા. અહેવાલો પ્રમાણે તેમણે આ મીટિંગ દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓને ઠપકો આપતા કહ્યું હતું કે આમ જ બેઠા રહ્યા તો આમ આદમી પાર્ટી સંપૂર્ણ રીતે પતાવી નાખશે.

કોંગ્રેસના કાર્યકર્તાઓને એક્ટિવ થવા ટકોર :

અહેવાલો પ્રમાણે અશોક ગેહલોત અમદાવાદના પ્રવાસે હતા ત્યારે તેમણે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે લઠ્ઠાકાંડથી લઈ અનેક એવા મુદ્દા પર કોંગ્રેસની ઠીલી નીતિનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આટલો મોટો લઠ્ઠાકાંડ થયો છતા કોંગ્રેસ તરફથી જોઈએ એટલા મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન થયા નહોતા.

ગેહલોતે કાર્યકર્તાઓના કામની વિગતો માગી :

અશોક ગેહલોતે વધુમાં તમામ કાર્યકર્તાઓના કામની વિગતો માગી હતી. વળી જે જે સક્રિય નથી અથવા બરાબર કામ નથી કરી રહ્યા તેમને ઠપકો પણ આપ્યો હતો. નોંધનીય છે કે રાહુલ ગાંધી 5મી સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. ત્યારે આ બેઠક દરમિયાન કયા નેતાઓ તેમને મળશે એની વિગતે ચર્ચા કરવામાં આવી હતી.

આમ આદમી પાર્ટીથી સતર્ક રહેવા જણાવ્યું :

ગુજરાત રાજ્યમાં ચૂંટણી પહેલા જેવી રીતે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી છે એનાથી ભાજપમાં નવાજુની થવા લાગી છે. આમ આદમી પાર્ટીની બેરોજગારી, શિક્ષણ, સ્વાસ્થ્ય સહિત મહિલાઓ મુદ્દે મોટી જાહેરાતોના પગલે હવે ભાજપ સામે આમ આદમી પાર્ટી ઉભી રહી ગઈ છે.

નોંધનીય છે કે કોંગ્રેસનું આ ચૂંટણીમાં વલણ થોડુ નબળું હોવાથી અશોક ગેહલોતે મોટાપાયે કાર્યકર્તાઓને ઠપકો આપ્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે જો આવી રીતે જ રહેશો તો અન્ય પાર્ટીઓ પતાવી નાખશે.

આ પણ વાંચો :-

આ રાજ્યમાં ભાજપને જબરદસ્ત મોટો ઝટકો, દિગ્ગજ નેતાએ 6500 કાર્યકારો સાથે છોડી પાર્ટી

0

Big blow to BJP in this state

  • હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે. તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો ?

ત્રિપુરામાં (Tripura) સત્તાધારી ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટોચના આદિવાસી નેતા હંગશા કુમાર મંગળવારે આદિવાસી આધારિત પ્રમુખ વિપક્ષી પાર્ટી તિપ્રાહા સ્વદેશી (Opposition party Tipraha Swadeshi) પ્રગતિશીલ ક્ષેત્રીય ગઠબંધનમાં સામેલ થઈ ગયા.

ભાજપ અને તેમના સહયોગી ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી)ના લગભગ 6500 આદિવાસીઓ સાથે, હંગશા કુમાર ઉત્તરી ત્રિપુરાના (Tripura) માનિકપુરમાં આયોજિત એક જાહેર રેલીમાં ટીઆઈપીઆરએમાં જોડાઈ ગયા.

ભાજપ પર કર્યા પ્રહાર :

ટીઆઈપીઆરએ સુપ્રીમો અને ત્રિપુરાના પૂર્વ શાહી વંશત પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેબ બર્મન સહિત અન્ય લોકોએ જનસભાને સંબોધિત કરી જેમાં હજારો આદિવાસી પુરુષો અને મહિલાઓએ ભાગ લીધો. તેમણે આ દરમિયાન ભાજપ પર મોટો હુમલો કર્યો. તેમણે કહ્યું કે બધાનો સાથ બધાનો વિકાસ ફક્ત કહેવાની વાત છે. જ્યારે અસલમાં તેનાથી ન તો આદિવાસ કે ન તો રાજ્યના બિન આદિવાસીઓ પર કોઈ અસર પડી છે.

હંગશા કુમાર હાલમાં 30 સભ્યોવાળી ત્રિપુરા જનજાતિય ક્ષેત્ર સ્વાયત્ત જિલ્લા પરિષદ (ટીટીએએડીસી)ના વિપક્ષના નેતા છે, જેને એક મિની વિધાનસભા માનવામાં આવે છે. ટીટીએએડીસીમાં ભાજપના 9 સભ્ય છે જેને 6 એપ્રિલ 2021ની ચૂંટણીમાં ટીઆઈપીઆરએએ કબ્જો કર્યો હતો.

જ્યારે ટીઆઈપીઆરએએ ગત વર્ષ રાજનીતિક રીતે મહત્વની ટીટીએએડીસી પર કબજો કર્યો તો 2023ની વિધાનસભા ચૂંટણી પહેલા ત્રિપુરામાં માકપાના નેતૃત્વવાળા ડાબેરી, કોંગ્રેસ અને ભાજપના નેતૃત્વમાં એક મહત્વપૂર્ણ રાજકીય વિકાસ બાદ તે ચોથી મોટી રાજકીય તાકાત બની ગઈ.

હંગશાકુમારના ભાજપ છોડવા પર ભાજપના મુખ્ય પ્રવક્તા સુબ્રત ચક્રવર્તીએ કહ્યું કે અમે અનુશાસિત કાર્યકરોવાળી પાર્ટી છીએ. કેટલાક લોકો પક્ષ બદલે તેનાથી કોઈ ફરક પડતો નથી. જે અંગત સ્વાર્થ માટે કામ કરી રહ્યા છે, તેવા લોકોથી અમારી પાર્ટી પ્રભાવિત થશે નહીં. અમે પહેલા રાષ્ટ્ર માટે કામ કરીએ છીએ અને પછી પાર્ટી માટે. તેમને પૂછવું જોઈએ કે ભાજપ કેમ છોડ્યો?

‘ભાજપ ફરી ખોટા વચનો આપશે’ :

આવેદન સોંપવા પર ટીઆઈપીઆરએ મોથાના પ્રમુખ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્માએ કહ્યું કે 2018 અગાઉ ભાજપના ચૂંટણી વચનો છેલ્લા 4.5 વર્ષોમાં તેમના કામમાં જોવા મળ્યા નથી. તેમણે કહ્યું કે વર્ષ 2023માં ભાજપ ફરી ખોટા વચનો આપશે. તેમણે એમ પણ કહ્યું કે ભાજપના બે-ત્રણ ટોચના નેતા આગામી 15 દિવસમાં મોથામાં જોડાઈ જશે.

બંધારણની છઠ્ઠી અનુસૂચિ મુજબ 1985માં બનેલી ટીટીએએડીસીનું ત્રિપુરાના 10491 વર્ગ કિમી ક્ષેત્રના બે તૃતિયાંશ ક્ષેત્રમાં અધિકાર ક્ષેત્ર છે અને અહીં 12,16,000 થી વધુ લોકોના ઘર છે જેમાંથી લગભગ 84 ટકા આદિવાસી છે.

આ પણ વાંચો :-

એશિયા કપ પહેલાં પાકિસ્તાનની ટીમમાં મોટો ફેરફાર, શાહીન આફ્રિદીની જગ્યાએ આ 22 વર્ષીય ખેલાડીને મળ્યું સ્થાન

0

Big change in Pakistan squad ahead

  • એશિયા કપ 2022 : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે એશિયા કપ માટેની ટીમમાં મોહમ્મદ હસનૈનનો સમાવેશ કર્યો છે.

એશિયા કપ 2022 માટે પાકિસ્તાન ક્રિકેટ (Pakistan Cricket) ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. પીસીબીએ તેની 15 સભ્યોની ટીમમાં 22 વર્ષીય ફાસ્ટ બોલર મોહમ્મદ હસનૈનનો (Mohammad Hassani) સમાવેશ કર્યો છે. ઈજાગ્રસ્ત શાહીન આફ્રિદીની (Shaheen Afridi) જગ્યાએ તેને રિપ્લેસમેન્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આફ્રિદીને તેની મેડિકલ ટીમે 4-6 અઠવાડિયા માટે આરામનું સૂચન કર્યું હતું, ત્યારબાદ તે આખા એશિયા કપમાંથી બહાર થઈ ગયો હતો.

હસનૈનના કરિયરની વાત કરીએ તો તેણે મર્યાદિત ઓવરના ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું. ત્યારથી તેણે આઠ વનડે રમી છે અને 37.91ની એવરેજથી 12 વિકેટ લીધી છે. અહીં તેણે એક વખત પાંચ વિકેટ પણ લીધી છે. T20I માં, હસનૈને 18 મેચોમાં 30.70ની એવરેજથી 17 વિકેટ લીધી છે.

આ ફોર્મેટમાં તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 3/37 રહ્યું છે. હસનૈને તેની છેલ્લી મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. ત્યારથી તે ટીમની બહાર છે. જોકે, તે હાલમાં ધ હન્ડ્રેડ ટુર્નામેન્ટમાં ઓવેન ઈન્વિન્સીબલ તરફથી રમી રહ્યો છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે 28 ઓગસ્ટે મુકાબલો થશે :

તમને જણાવી દઈએ કે એશિયા કપનું ચાર વર્ષ બાદ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં સતત બીજી વખત રમાશે, જે 27 ઓગસ્ટથી શરૂ થશે અને 11 સપ્ટેમ્બર સુધી ચાલશે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ મુકાબલો 28 ઓગસ્ટે થશે. બંને ટીમો ગ્રુપ Aનો ભાગ છે અને રાઉન્ડ રોબિન મેચમાં એકબીજા સાથે રમશે.

ભારત-પાકિસ્તાન સામસામે ટક્કર લગભગ એક વર્ષ પછી થશે. આ પહેલા બંને ટીમો ગયા વર્ષે 2021માં T20 વર્લ્ડ કપમાં એકબીજા સામે રમી હતી. જેમાં શાહીન આફ્રિદીની ખતરનાક બોલિંગની મદદથી પાકિસ્તાને ભારતીય ટીમને 10 વિકેટથી હરાવ્યું હતું.

આ પણ વાંચો :-

ટ્રેકિંગના શોખીનોએ હવે ગુજરાત બહાર જવાની જરૂર નથી ! કુદરતી સૌંદર્ય વચ્ચે….

0

Trekking enthusiasts no longer

  • દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.

જિલ્લામાં પ્રકૃતિ પ્રેમીઓ અને યુવા વર્ગમાં પર્યાવરણ જાળવણી (Environmental protection) અને સાહસની પ્રવૃત્તિ ખીલે તે માટે જામનગરના વન વિભાગે ટ્રેકીંગની પ્રવૃત્તિ શરૂ કરાવી છે. દર ચોમાસામાં જામનગર જિલ્લામાં લાલપુર તાલુકાના રકા-ખટિયા, ખડ-ખંભાળીયાથી લઈને જામજોધપુરના (Jamjodhpur) સમાણા પાટણ આલેચ ડુંગર સહિતના ટેકરાળ વિસ્તારોમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલે છે.

ફૂલો વનસ્પતિઓ મોટા પ્રમાણમાં ખીલે છે. વહેતા ઝરણા જોવા મળે છે. પક્ષીઓનો કલરવ  વન વગડામાં ગુંજે છે. આ બધાથી જામનગર જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવા વર્ગ પરિચિત થાય તેમ જ પ્રકૃતિના સંવર્ધનના સંસ્કાર પડે તે માટે જામનગર ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટના નોર્મલ વિભાગના ડીસીએફ આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્વારા જામનગર જીલ્લામાં ટ્રેકીંગની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી છે.

જે અંતર્ગત ઓગસ્ટ માસની શરુઆતમાં તેમજ પોતાના જ પંથકના જૈવિક વૈવિધ્ય અને કુદરતી સૌંદર્યથી લોકો માહિતગાર થાય તે માટે લાલપુર તાલુકાના રક્કા-ખટીયા ગામો નજીકના ડુંગરાળ વિસ્તારમાં વન વિભાગની વીડીમાં ટ્રેકીંગ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં 60 જેટલા ટ્રેકર્સ જોડાયા હતા અને સ્થાનિક પ્રકૃતિ માણી હતી.

No description available.

ત્યારબાદ તા.૨૧ ઓગસ્ટના રવિવારે જામજોધપુર નજીકના આલેચ ડુંગરની રેન્જમાં વન વિભાગે ટ્રેકીંગ યોજ્યું હતું. જેમાં નાના બાળકોથી લઈને ૮૦ લોકો જોડાયા હતા. તમામ ટ્રેકર્સ ડુંગરાળ વિસ્તારોમાં કોતરોમાં થઈને વન વિભાગ દ્વારા ઉછેરવામાં આવતા ઘાસના વિશાળ મેદાનોમાં થઈને પરત આવ્યા હતા વન વિભાગ દ્વારા પશુધન માટે જામનગર જિલ્લામાં વર્ષે દહાડે ટનબંધ ઘાસનું ઉત્પાદન પશુધન માટે કરવામાં આવે છે. તે વિશે પણ ટ્રેકર્સ માહિતગાર બન્યા હતા.

આ આયોજનમાં ડીસીએફ આર.ધનપાલના માર્ગદર્શન હેઠળ જામજોધપુર આરએફઓ દિપકભાઈ કોડીયાતર, લાલપુર આરએફઓ મુકેશ બડીયાવદરા, જામનગર આરએફઓ રાજેન જાદવ,  ધ્રોલ આરએફઓ દક્ષાબેન સોરઠીયા, દ્વારકાના ફોરેસ્ટ ઓફીસર જીવણભાઇ ગઢવી અને બીટ ગાર્ડઝએ ટ્રેકર્સની સાથે રહીને જંગલમાં સહુને માર્ગદર્શન આપ્યું હતું અને તમામની નાસ્તા, પાણી, ભોજનની વ્યવસ્થા કરાવી હતી.

આ અંગે ડીસ્ટ્રીકટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (ડીસીએફ) આર. ધનપાલે જણાવ્યું હતું કે, જિલ્લાના બાળકો, યુવાનોમાં સાહસ તેમજ  પર્યાવરણ રક્ષાના સંસ્કાર પડે તે માટે આવી ટ્રેકીંગ જેવી પ્રવૃત્તિ જરુરી છે. જામનગર જિલ્લામાં પણ ભરપુર પ્રાકૃતિક સુંદરતા છે. જેની જાળવણી આપણા સહુની ફરજ છે.

આ પણ વાંચો :-

કેજરીવાલની ગુજરાતમાં રાજકીય સળી : શું સીઆર પાટીલ જાય છે ?  જાણો કેજરીવાલનો ચોંકાવનારો ખુલાસો

0

Kejriwal’s political streak in Gujarat

  • ગુજરાત પ્રવાસે આવેલા કેજરીવાલના ટ્વીટથી રાજકીય ગરમાવો… ટ્વીટ કરતા લખ્યું – થોડા જ સમયમાં સી.આર.પાટીલને અધ્યક્ષ પદેથી હટાવાશે. ભાજપે પલટવાર કરતાં કહ્યું…….

ગુજરાતના રાજકારણમાં (politics) ગરમાવો આવ્યો છે. AAP અને ભાજપ વચ્ચે ટ્વીટર પર શાબ્દિક યુદ્ધ છેડાયું છે. બંને પાર્ટીના નેતાઓએ હવે એકબીજા પર પ્રહાર કરવાનું શરૂ કર્યું છે. હાલ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ગુજરાતના પ્રવાસે છે અને કેજરીવાલ ભાજપ પર પ્રહારનો એક પણ મોકો નથી છોડી રહ્યા. તો બીજી તરફ ભાજપના નેતાઓ પણ કેજરીવાલને જવાબ આપી રહ્યા છે.

ત્યારે ગુજરાત ભાજપના સંગઠન મામલે અરવિંદ કેજરીવાલનું ટ્વીટ ચર્ચા જગાવી રહ્યાં છે. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે, થોડા સમયમાં સી.આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ પદથી હટાવાશે. ગુજરાતમાં AAP પાર્ટીથી ભાજપ ગભરાઈ છે.

કેજરીવાલના પાટીલ પરના નિવેદન પર ભાજપે પણ વળતો જવાબ આપ્યો છે. ભાજપ નેતા ભરત ડાંગરે ટ્વીટ કરીને કેજરીવાલે જવાબ આપ્યો કે, ગુજરાતમાં AAPના ઉમેદવારની ડિપોઝિટ ગુલ થશે. ગુજરાતીઓ માંગવા નહી આપવા માટે હાથ લાંબો કરે છે.

આ ખમીરવંતી ગુજરાતીઓ AAPના ઉમેદવારોની ડિપોઝિટ ગુલ કરાવશે. તો યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કેજરીવાલ પર પ્રહાર કર્યા કે, કેજરીવાલ તમે દિવસમાં સ્વપ્ન જોવાનું બંધ કરો. પાટીલનું નહી તમે પહેલા તમારુ વિચારો.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતના ચૂંટણીના રણ સંગ્રામમાં ઉતરી તમામ પાર્ટીઓ ઉતરી ગઈ છે. આપના આવવાથી રાજકીય ગતિવિધિઓ એકાએક તેજ થઈ છે. હાલ બે રાજ્યોના મુખ્યમંત્રી ગુજરાતના પ્રવાસે છે. એક તરફ, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસે છે. તો રાજસ્થાનના મુખ્યમંત્રી ગુજરાત પ્રવાસે છે.

આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે છે. વિધાનસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસ પણ મેદાનમાં આવલી ગયું છે. રણનીતિ તૈયાર કરી રહ્યું છે. અશોક ગેહલોતે વિધાનસભાની ચૂંટણી જીતવા રણનીતિ બનાવી છે. તો ભૂપેન્દ્ર યાદવ એક સમયે ગુજરાતના પ્રભારી રહી ચૂક્યા છે.

તેમને ભૂપેન્દ્ર યાદવને પણ ગુજરાતના રાજકારણનો અનુભવ છે. ત્યારે ભૂપેન્દ્ર યાદવ ભાજપના નેતાઓને સંદેશ આપી શકે છે. આવામાં ગુજરાતમાં ભૂપેન્દ્ર યાદવની મુલાકાત મહત્વની મનાઈ રહી છે.

આ પણ વાંચો :-

24 ઓગસ્ટ 2022 રાશિફળ: આજે ગણેશજી આ રાશિના જાતકો પર વરસાવશે કૃપા, ચપટીમાં દુર થશે દુઃખો

24 August 2022 Horoscope Gujarat Guardian

મેષ :
આનંદ ઉત્સાહ પૂર્ણ દિવસ. આવકનું પાસુ મજબૂત બનતંુ જણાય. આર્થિક આયોજન સારી રીતે કરી શકાય. નવા વાહનની ખરીદી શક્ય બને. માતૃસુખમાં વધારો થાય. મિત્રોથી લાભ. પરિવારમાં આનંદ. આરોગ્ય જળવાય.

વૃષભ :  
કરેલા કાર્યમાં સફળતા મળતી જણાય. કુટુંબમાં પરસ્પર પ્રેમની ભાવના વધે. ભાગ્યમાં વૃધ્ધિ થતી જણાય. તીર્થયાત્રા, પ્રવાસ શક્ય બને. કરેલા રોકાણોથી ફાયદો થતો જણાય. નોકરી-ધંધામાં થોડી ચિંતા રહે.

મિથુન :
વાણી ચાતુર્યથી અન્ય ઉપર પ્રભાવ પાડી શકાય. નાણાંકીય બાબતો માટે ઉત્તમ દિવસ. નાના ભાઇ બહેનોની પ્રગતિ થતી જણાય. સંતાનની પ્રગતિથી આનંદ. આરોગ્ય સાચવવું. રોગ પ્રતિકારક શક્તિ ઘટે. થાક લાગે.

કર્ક :  
મિત્ર વર્તુળમાં વધારો થાય. મનમાં ચંચળતા રહે.કોઇ વ્યક્તિ આપનો ગેરલાભ ન ઉઠાવી જાયએ સાચવવું.પ‌િત્ન સાથે સંબંધો ઉષ્માપૂર્ણ બને. ચર્મ રોગોથી સાચવવું. સાસરાપક્ષ તરફથી સારા સમાચાર મળે.

સિંહ :
આત્મવિશ્વાસમાં વધારો થાય. લક્ષ્મીનો વખતસર લાભ મળશે. જુના મિત્રોને મળવાનું થાય. મિત્રોનો સહકાર મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળે. વિદ્યાર્થી મિત્રોને સફળતા. કાપડના ધંધામાં પ્રગતિ, આવક વધશે.

કન્યા : 
બેંક, વીમો, ફાયનાન્સનો ધંધો કરતી વ્યક્તિને સફળતા મળે. માતા-પિતા તરફથી શાંતિ, પ્રેમ મળે. સંતાન સુખ વધતું જણાય. આરોગ્ય સારૂં રહેશે. ભાગ્યનો સાથ મળતો જણાશે. આદ્યાત્મિક પ્રગતિ અનુભવાશે.

તુલા :
મન ઉપર ચિંતાનો ભાર વધારે રહે. સ્ત્રીવર્ગ તરફથી લાભ. આર્થિક પલ્લુ મજબૂત બનતુ જણાય. પરિવારના સભ્યોની વિશેષ જવાબદારી ઉઠાવવી પડે. લીવર નબળુ રહે. અપચનની સમસ્યા રહે. નોકરી-ધંધા માટે શુભ.

વૃશ્ચિક : 
મહેનત જેટલું જ ફળ મળતુ જણાય. યાત્રા-પ્રવાસ થોડી મુશ્કેલી સાથે સફળ રહે. આર્થિક બાબતોથી અસંતોષ રહે. પરિવારના સભ્યો સાથે આનંદ. આરોગ્ય સારું રહેશે. નોકરી-ધંધામાં સફળતા મળતી જણાશે.

ધન :
નાણાંભીડ વર્તાય. માનસિક અશાંતિ રહે. શરદી-ખાંસી, કફનો ઉપદ્રવ થાય અને જો હોય તો એમાં વધારો થતો જણાય. પરિવારમાં ગુસ્સાભર્યું વાતાવરણ રહે. ભાગ્યનો સાથ ન મળે. ભાગીદારીવાળા ધંધામાં વિશેષ ધ્યાન આપવું.

મકર : 
નોકરીના ઈન્ટરવ્યુમાં સફળતા મળે. ધનલાભના યોગ બને છે. વ્યાજની આવક માટે રોકાણ કરી શકાય. દામ્પત્ય જીવનમાં મધુરતાનો અનુભવ થાય. સંતાનની તબિયતની કાળજી રાખવી. શરદી-તાવથી સાવચેતી રાખવી.

કુંભ :
આત્મવિશ્વાસ વધે, પરંતુ પછી થોડી ચિંતામાં વધારો થાય. આર્થિક પાસુ મજબૂત બનતુ જણાય. માતૃસુખ સારું મળે. દવાના ધંધાવાળાને લાભ. જળાશયથી દૂર રહેવું. પાણીથી થતાં રોગોથી ધ્યાન રાખવું.

મીન : 
સંતાનની પ્રગતિથી આનંદ થાય. નવું વાંચવાનો, જાણવાનો પ્રસંગ બને. ધાર્મિક આયોજનો શક્ય બનતા જણાય. મિત્રો તરફથી લાભ મળે. લક્ષ્મીની વખતસર હેરફેર થતી જણાય. જમણા હાથમાં દુઃખાવો રહે.

આ પણ વાંચો :-