Displeasure ! Gujarat government
- રાજ્ય સરકાર દ્વારા માજી સૈનિકોની 14માંથી 5 માગનો કરવામાં આવ્યો સ્વીકાર, તમામ માંગો સ્વીકારવા માજી સૈનિકોની માંગ.
રાજ્ય સરકાર (State Govt) સામે 14 માંગણીઓને લઇને આંદોલન પર ઉતરેલા માજી સૈનિકોની (ex-servicemen) પાંચ માગ આખરે રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવી. મહત્વનું છે કે રાજ્યમાં 14 માંગણીઓ સાથે માજી સૈનિકો મેદાને ઉતર્યા હતા.
છેલ્લા ઘણા સમયથી માજી સૈનિકો દ્વારા પડતર માંગણીઓને લઇને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. ગાંધીનગર સચિવાલય ખાતે સફેદ કપડા અને હાથમાં તિરંગો લઇને મોટી સંખ્યામાં માજી સૈનિકો ભેગા થયા હતા.
રાજ્ય સરકારે આ માગણીઓ સ્વીકારી :
- શહીદ જવાનના પરિવારને 1 કરોડની સહાય આપવી.
- શહીદ જવાનાના બાળકોને રૂ.5 હજાર શિક્ષણ સહાય આપવી.
- શહીદ જવાનના માતા-પિતાને માસિક રૂ.5 હજારની સહાય આપવી.
- અપંગ જવાનના કિસ્સામાં 2.5 લાખની આર્થિક સહાય અથવા મહિને 5 હજારની સહાય આપવી.
- અપરણિત શહીદ જવાનના કિસ્સામાં માતા-પિતાને રૂ.5 લાખની સહાય આપવી.
તમામ માગણીઓ પુરી કરવામાં આવે- માજી સૈનિકો
ઉલ્લેખનીય છે કે આજ સવારથી જ માજી સૈનિક પડતર માંગણીઓને લઇને ગાંધીનગર સચિવાલય ખાતે પહોંચ્યા હતા. અગાઉ સરાકરે હૈયાધારણા આપી હતી પરંતુ કોઇ યોગ્ય નિર્ણય ન લેવાતા તેઓ ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા હતા. જો કે રાજ્ય સરકારે પાંચ માગણીઓનો સ્વીકાર કર્યો પરંતુ હજી અન્ય 9 માગણીઓ બાકી છે. જે તમામ માંગ સ્વીકારાય અને તેનો GR કરવા માજી સૈનિકો દ્વારા માગણી કરવામાં આવી.
માજી સૈનિકોની શું છે માંગણી ?
- શહીદ સૈનિકના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 1 કરોડની સહાય
- શહીદ સૈનિકના દીકરા અથવા પરિવારના સભ્યને સરકારી નોકરી
- શહીદના પરિવારને રાજ્ય સરકાર તરફથી પેન્શન
- ગાંધીનગર ખાતે રાજ્ય લેવલનું શહીદ સ્માકર
- શહીદ સ્મારકમાં માજી સૈનિકો માટે આરામ ગૃહની વ્યવસ્થા
- વર્ગ-1 અને વર્ગ-4 સુધીની નિમણૂક વખતે માજી સૈનિકોને અપાતા અનામતનો ચુસ્ત અમલ
- માજી સૈનિકને પરિવારના જીવનનિર્વાહ માટે ખેતીની જમીન આપવાના નિયમનો ચુસ્ત અમલ
- રહેણાક માટે પ્લોટની ફાળવણીના નિયમનો ચુસ્ત અમલ
- દારૂ માટે ભારતીય સેનાએ આપેલી પરમિટ માન્ય રાખવાની જોગવાઈ
- કોન્ટ્રાક્ટ પદ્ધતિ રદ્દ કરીને સરકાર દ્વારા સીધી માજી સૈનિકની નિમણૂકની જોગવાઈ
- હથિયાર લાયસન્સ રિન્યુ કરવા અને નવા લાયસન્સ લેવા તાત્કાલિક કાર્યવાહી
- માજી સૈનિકના સામાજિક પ્રશ્નોને અગ્રતા આપી તાત્કાલિક નિરાકરણ
- સેનાની નોકરીનો સમય ગાળો પુનઃ નોકરીમાં સળંગ ગણી પગાર રક્ષણ
- ગુજરાત સરકારી સેવામાં 5 વર્ષ ફિક્સ પગાર પ્રથા નાબૂદી
- સરકારી નોકરીમાં રહેઠાણ નજીક નિમણૂક
- ઉચ્ચ અભ્યાસમાં માજી સૈનિકના બાળકોને અનામત
- માજી સૈનિકના બાળકોના અભ્યાસનો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકારે ઉઠાવવો
- માજી સૈનિકને વ્યવસાય વેરામાંથી મુક્તિ આપવામાં આવે
આ પણ વાંચો :-