પાટીદાર નેતા અલ્પેશ કથીરિયા કાઢશે આ તારીખે  તિરંગા યાત્રા, શું ભાજપ નેતા હાર્દિક પટેલ રહેશે હાજર ?

Share this story

Patidar leader Alpesh Kathiria will

  • પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલન ના સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરશે.

15 ઓગસ્ટ 2022 ના રોજ ભારત દેશ આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરી 76 માં વર્ષમાં પ્રારંભ કર્યો છે. જ્યારે આ વર્ષ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi Ka Amrit Mahotsav)ની દેશભરમાં ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે હવે પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) દ્વારા આઝાદીના 75 વર્ષ અંતર્ગત સાથે પાટીદાર અનામત આંદોલન ના સાત વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય તે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસ અને 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી કરશે.

સાથે શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આગામી 28 ઓગસ્ટના રોજ અલ્પેશ કથીરિયાની આગેવાનીમાં તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

જાણો શું છે તિરંગા પદયાત્રાની રૂપરેખા ?

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9:00 કલાકે ક્રાંતિ ચોક એટલે કે કિરણ ચોક ખાતેથી નીકળીને સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીની બજાર વરાછા રોડ પૂર્ણ કરવામાં આવશે. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરથાણા સહિત  વિવિધ વિસ્તારના યુવકો જોડાશે.

PAAS - Trishul News Gujarati Azadi ka Amrit Mahotsav, paas, Surat, પાટીદાર અનામત આંદોલન સમિતિ

તિરંગા પદ યાત્રામાં આ દિગ્ગજ નેતાઓ રહી શકે છે હાજર :

આ તિરંગા પદયાત્રામાં હમણાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા હાદિક પટેલ પણ હાજર રહી શકે તે પ્રકારની જાણકારી સામે આવી રહી છે. પાટીદાર આંદોલન દરમિયાન નેતાઓ બનેલા અને હાલમાં ભાજપમાં સેટ થયેલા નેતાઓ પણ આ યાત્રામાં ભાગ લે તેવું માનવામાં આવી રહ્યું છે.

સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને અન્ય પાટીદાર નેતાઓ પણ હાજર રહેશે તેવી જાણકારી સામે આવી છે. સાથે જ આ યાત્રામાં અનેક પાટીદાર સમાજના નેતાઓ હાજર રહી શકે છે.

અચાનક જ તિરંગા પદયાત્રાના આયોજનથી રાજકીય ચર્ચાએ પકડ્યું જોર :

પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા 28 ઓગસ્ટના રોજ જે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેની પાછળ રાષ્ટ્રીય શક્તિ પ્રદર્શન બતાવવાનો હેતુ હોય તેવી ચર્ચા એ પણ જોર પકડ્યું છે. ગુજરાતમાં આવી રહેલી આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીને લઈને પાટીદાર અનામત આંદોલન સમિતિ પોતાનું રાજકીય અસ્તિત્વ બતાવવા માટે પદયાત્રાનું આયોજન કર્યું હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો :-