Mizoram’s CM’s daughter entered
- મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga)ના પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ IMA એ પ્રદર્શન કર્યું. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે Black Badge પહેરીને હુમલાનો વિરોધ કર્યો.
મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગા (Zoramthanga)ના પુત્રીનો એક ડોક્ટર સાથે ગેરવર્તણૂંક કરવાનો અને તેમના પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ અને હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મુખ્યમંત્રીની પુત્રીના આ દુર્વ્યવહાર વિરુદ્ધ IMA એ પ્રદર્શન કર્યું.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે પોતાની જ ક્લિનિકમાં તેમના સાથે ડોક્ટર સાથે Black Badge પહેરીને હુમલાનો વિરોધ કર્યો. અત્રે જણાવવાનું કે આ મામલો 17 ઓગસ્ટનો છે. વીડિયો વાયરલ થયા બાદ મામલાએ તૂલ પકડી લીધુ છે. ડોક્ટરોએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે.
સીએમની પુત્રીએ ડોક્ટર પર કર્યો હુમલો :
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યુ છે કે એક મહિલા પ્રાઈવેટ ક્લિનિકમાં ડ્યૂટી દરમિયાન ડોક્ટર પર હુમલો કરે છે. મહિલાની ઓળખ મિલારી છંગટે તરીકે થઈ છે. જે મિઝોરમના હાલના મુખ્યમંત્રી જોરમથાંગાની પુત્રી છે. સીએમની પુત્રીએ જે ડોક્ટર પર હુમલો કર્યો છે તેમનું નામ ડો.જોનુના છે.
નારાજ ડોક્ટરોએ કરી આ માંગણી :
https://twitter.com/Abushahma007/status/1561372522670481408?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1561372522670481408%7Ctwgr%5E265fc4bc5cf50aae350c5c5aefb8877e93e23f76%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fgujarati%2Findia%2Fmizoram-cm-daughter-milari-chhangte-attack-doctor-video-gone-viral-on-social-media-223608
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની મિઝોરમ બ્રાન્ચે ડોક્ટર પર ક્લિનિકમાં થયેલા હુમલાની આકરા શબ્દોમાં ટીકા કરી છે. તેમણે મિઝોરમ પ્રોટેક્શન ઓફ મેડિકલ સર્વિસ પર્સનલ એન્ડ મેડિકલ સર્વિસ ઈન્સ્ટિટ્યૂશન (Mizoram Protection of Medical Service Personnel and Medical Service Institution) ને લાગૂ કરવાની પણ માંગણી કરી. આ અગાઉ એસોસિએશન તરફથી સરકાર સામે રજૂઆત થઈ ચૂકી છે.
જાહેરમાં માફી :
બીજી બાજુ સીએમના પુત્ર રામથનસિયામાએ ઘટના બાદ તરત પોતાની બહેન તરફથી એક જાહેર માફી બહાર પાડી. જેમાં કહેવાયું છે કે તેમની બહેનને માથા પર ઈજા થયા બાદથી તણાવ હતો અને તે આ કારણસર સૂઈ શકતી નહતી. તેને એક નિશાનનો ડર હતો.
તે ડોક્ટરની ક્લિનિકમાં તણાવના કારણે પોતાના વારાની રાહ જોઈ શકી નહીં. આ ઉપરાંત પુત્રીની આ હરકત પર મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ જનતા અને ડોક્ટર જોનુના તથા તેમના પરિવારની માફી માંગવા માટે એક લેખિત માફીનામુ પણ બહાર પાડ્યું છે.
આ પણ વાંચો :-