શા માટે ટોયોટાએ ભારતમાં Innova Crysta ડીઝલ કારનું બુકિંગ બંધ કર્યું ? જાણો શું છે કારણ 

Share this story

Why Toyota stopped booking of Innova Crysta

  • આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે.

 Innova Crysta Diesel : વાહન નિર્માતા કંપની ટોયોટા કિર્લોસ્કરે (Toyota Kirloskar) સૌથી વધુ વેચાતી SUVમાંથી એક ઈનોવા ક્રિસ્ટા (Innova Crysta)ના ડીઝલ વેરિએન્ટનું બુકિંગ થોડા સમય માટે બંધ કરી દીધું છે. આ કાર માત્ર પેટ્રોલ વેરિએન્ટ માટે બુક કરી શકાય છે.

કંપનીની કુલ કારોના વેચાણમાં ઈનોવા ક્રિસ્ટાના ડીઝલ વેરિએન્ટના કારના વેચાણને સૌથી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટોયોટાનો આ નિર્ણય ખૂબ જ ચોંકાવનારો છે. જેનો અર્થ છે કે ભારતીય રસ્તાઓ પર નવી ઈનોવા ક્રિસ્ટા કાર જોવા નહીં મળે.

બુકિંગ શા માટે બંધ કરવામાં આવ્યું :

આ કારની કિંમતોમાં વધારો થયા બાદ પણ આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી રહી હતી. આ કારણોસર આ નિર્ણય ચોંકાવનારો માનવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે કંપનીએ ન્યૂ જનરેશનને ઈનોવા માટે આ પ્રકારે કર્યું છે. જે પેટ્રોલ હાઈબ્રિડ પાવરટ્રેન અથવા ડીઝલ એન્જિનમાં કેટલાક પરિવર્તન સાથે રજૂ કરવામાં આવી શકે છે. આ મામલે ટોયોટાએ કોઈપણ ખુલાસો કર્યો નથી. માનવામાં આવી રહ્યું છે કે ન્યૂ જનરેશનની ઈનોવા કાર આગામી વર્ષ સુધીમાં આવશે અને તેનું ઈનોવા ક્રિસ્ટા સાથે વેચાણ થઈ શકે છે.

કંપની શું વિચારી રહી છે :

નેક્સ્ટ જનરેશનની ઈનોવાને હાઈબ્રિડ પાવરટ્રેન સાથે તૈયાર કરવામાં આવી શકે છે. ટોયોટા હાઈરાઈડરમાં પણ આ પ્રકારે જોવા મળ્યું હતું. આગામી સમયમાં ટોયોટા ફોર્ચ્યુનર સાથે પણ આ પ્રકારનો ફેરફાર થઈ શકે છે. નેક્સ્ટ જનરેશનની ઈનોવા એક નવા પ્લેટફોર્મ, નવા હાઈબ્રિડ પાવરટ્રેન અને શાનદાર ઈન્ટીરિયર પર આધારિત હોવાના કારણે તે હાલના મોડલ કરતા અલગ હોઈ શકે છે.

જે લોકોને ડીઝલ વેરિએન્ટમાં ઈનોવા પસંદ આવી રહી છે, તે લોકો માની રહ્યા છે કે, તેમને નવી ઈનોવામાં હાલની ઈનોવા ક્રિસ્ટા જેવો જ સંતોષ મળશે. કંપની પણ પોતાના ગ્રાહકોને નિરાશ કરવા ઈચ્છતી નથી.

ન્યૂ જનરેશન ઈનોવા કેવી હશે :

ભારતમાં લોકોને ડીઝલ એન્જિનવાળી ઈનોવા વધુ પસંદ આવી રહી છે. આ કારણોસર પેટ્રોલ ઈનોવાનું વધુ વેચાણ થાય તે માટે બજારનું પરીક્ષણ કરવા માટે હાઈબ્રિડ મોડલ સાથે ભવિષ્યમાં બુકિંગ ફરી શરૂ થઈ શકે છે. ભારતમાં ડીઝલ કારનું ભવિષ્ય સવાલોથી ઘેરાયેલું છે. ડીઝલ કારની સૌથી વધુ માંગ કરવામાં આવી રહી છે. આ કારણોસર સ્પષ્ટરૂપે કહી ના શકાય કે, ડીઝલ કારને ક્યાં સુધીમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પણ વાંચો :-